કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતનાં બે દિવસીય પ્રવાસે આવ્યા છે. તાજેતરમાં જ ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપની ભવ્ય જીત થઇ છે. ત્યારે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમિતશાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ ગાંધીનગર રેલ્વે સ્ટેશ ખાતે મહિલા સ્વસહાય જૂથ દ્વારા સંચાલિત ટી સ્ટોલનું ઉદ્ઘાટન કરવાના છે. તેમજ તેઓ પાનસર ગામી પ્રાથમિક અરગી કેન્દ્રનું ઉદગાટન પણ કરશે. અને ત્યાર બાદ તેઓ માનસમાં તેમના કુળદેવીના દર્શન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી પણ આ મહિનાના અંત સુધીમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે. અને 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતીના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપી શકે છે. તમને જણાવી દઈએ કે, અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં તેમના કુળદેવીના મંદિરે દર્શન કરવા માટે અચૂક જતાં હોય છે.
શું છે અમિતશાહનો કાર્યક્રમ
અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે તેઓ ઘણા વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. તેઓ આજે સાંજે 4.15 વયે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે મહિલા સ્વ સહાય જુથનએ ફાળવેલ ટી સ્ટોલનું લોકાર્પણ કરીને તેમની સાથે સંવાદ કરશે. ત્યારબાદ સ્વામિનારાયણ વિશ્વમાંગલ ગુરુકુળ દ્વારા PSM હોસ્પિટલમાં નવનિર્મિત ઑક્સીજન પ્લાન્ટ તેમજ શાળાનું ઉદગાટન કરશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે પાનસર ગામ ખાતે તલ અને વિવિધ સરકારી યોજનાઓનું ઉદગાટન કરશે. અને આંજે 6.30 વાગે તેઓ માણસ સિવિલ હોસ્પિટલની મુઇલકટ લેશે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેઓ પાનસર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘણા સમયથી બની રહ્યું હતું. ત્યારે હવે જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થઈ ચૂક્યું છે ત્યારે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે. આ આરોગ્ય કેન્દ્રમાં છ બેડની સુવિધા ઉપરાંત માઇનોર ઓટી અને એક લેબોરેટરી પણ બનાવવામાં આવૈ છે. તેમજ કલોલના હાજીપુરના આરોગ્ય કેન્દ્રનું પણ અમિતશાહ લોકાર્પણ કરવાના છે. જઓ કે, તેનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.
આ પણ વાંચો:Indian Air Force Day 2021: જાણો કેમ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવાય ભારતીય વાયુસેના દિવસ
મહિનાના અંતમાં પીએમ મોદી આવી શકે છે ગુજરાત
પીએમ નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 31 ઓક્ટોબરે સરદાર પટેલ જન્મ જયંતીના દિવસે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તેઓ સરદાર પટેલ જન્મ જયંતીના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજર રહી શકે છે. આ સિવાય કેવડીયા ખાતે બીજા ઘણા નવા આકર્ષણો ઊભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી આ મહિનાના અંતમાં આ નવા અકર્ષણોનું લોકાર્પણ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી ગુજરાત આવે છે તેનએ લઈને ગુજરાત સરકારે તૈયારીઓ પણ સહૃ કરી દીધી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીનો પોતાના ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં જાહેર કાર્યક્રમ.
ગુજરાત | 08 ઓક્ટોબર, 2021 pic.twitter.com/xFCK5LJkzQ
— Office of Amit Shah (@AmitShahOffice) October 7, 2021
સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી શકે છે મુલાકાત
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓ સાથે બેઠક કરી શકે છે. જેમાં આગામી વર્ષ 2022 માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી તેમજ સરકારના કર્યો પર વાતચીત કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતનાં બે દિવસીય પ્રવાસે આવ્યા છે. તાજેતરમાં જ ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપની ભવ્ય જીત થઇ છે. ત્યારે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિતશાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ ગાંધીનગર રેલ્વે સ્ટેશ ખાતે મહિલા સ્વસહાય જૂથ દ્વારા સંચાલિત ટી સ્ટોલનું ઉદ્ઘાટન કરવાના છે. તેમજ તેઓ પાનસર ગામી પ્રાથમિક અરગી કેન્દ્રનું ઉદગાટન પણ કરશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4