ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે, તૈયારીઓના ભાગ રૂપે ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયેલા પાંચ કેન્દ્રિય મંત્રીઓને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જન સંપર્ક યાત્રા યોજી સરકારને કાર્યને પ્રજા સમક્ષ લઈ જવાની તેમજ સરકારની સારી છાપ ઉભી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈ ભાજપના કેન્દ્રિય મંત્રીઓ દ્વારા યાત્રાનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી માનુસખા માંડવીયા આજ રાજકોટ પધાર્યા છે જન આશીર્વાદ રેલી માટે. રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરુ થઈ છે. મુખ્ય માર્ગો પર ફુલહારથી સ્વાગત સાથે ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે સ્વાગત કરાયું છે. દિવસની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા જ્યાં એમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું. બાદમાં જ્યાં તેમણે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા હતા. જન આશીર્વાદ યાત્રાને જોરશોરથી પ્રતિસાદ મળી રહ્યો છે.
પાટીદારોની નારાજગી દૂર કરવાના પ્રયાસ
ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના કેન્દ્રિયમંત્રીઓ દ્વારા જનસંપર્ક યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે આજે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રની મુલાકાતે છે. અટલ બિહારી બાજપાઈ ઓડીટોરિયમ ખાતે મનસુખ માંડવીયાએ સંબોધન કર્યું. જ્યાં તેમણે પાટીદાર આગેવાનોને સંબોધતા કહ્યું હતું કે- પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે. આ ઉપરાંત તેઓ 100 જેટલા તબીબો સાથે બેઠક પણ કરી હતી. આરોગ્ય મંત્રી બન્યા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે, ત્યારે તેમના સ્વાગતમાં અનેક ભાજપ કાર્યકરો ઉમટ્યા હતા અને તેમનું ફટાકડા ફોડી, ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
લેઉવા અને કડવા પાટીદારો સાથે બેઠક
મહત્વનું છે કે આવનાર વિધાનસભામાં પાટીદાર ફેક્ટર મહત્વનું માનવામાં આવે છે ત્યારે મનસુખ માંડવિયાએ રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદારો સાથે બેઠક યોજી તેમની સાથે ચર્ચાઓ કરી હતી. રાજકોટમાં મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજની નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કરતા કહ્યું પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે. તેમને પાટીદાર સમાજના બંને જૂથને એક સાથે રાખીને બેઠક કરતા અનેક રાજકીય વર્તૂળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે આ બેઠકમાં પરેશ ગજેરા, જેરામ પટેલ, મૌલેશ પટેલ સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. પાટીદારો સાથેની આ બેઠક બાદ સરકાર દ્વારા પાટીદાર સમાજની નારાજગી દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણકારો બતાવી રહ્યા છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં કેન્દ્રીય મંત્રીની જન આશીર્વાદ યાત્રા
રાજકોટ બાદ મનસુખ માંડવિયા જૂનાગઢ જશે
રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરુ થઈ છે. આજે ગોંડલ, વીરપુર, ખોડલધામ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જૂનાગઢ. બીજા દિવસે જૂનાગઢ પત્રકાર પરિષદ યોજ્યા બાદ વિસાવદર, ધારી, ચલાલા, પાલીતાણા જશે. તેમજ શનિવારે પાલીતાણા વેક્સિન સેન્ટરની મુલાકાત લીધા બાદ સોનગઢ, બોટાદ અને વલ્લભીપુર થઇ ભાવનગર જશે. જયારે અન્ય કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા ગુરુવારે ઉંઝા મંદિરે દર્શન કરી વિસનગર, મહેસાણા, મોરબી જશે. બીજા દિવસે ટંકારા, શાપર – વેરાવળ અને સરધારમાં સાંજે 6 વાગ્યે ગ્રામ પંચાયતના મેદાનમાં સભા સંબોધશે. ત્રીજા દિવસે સરધારમાં પત્રકાર પરિષદ બાદ આટકોટ, જસદણ, બાબરા, અમરેલી જશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt