Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 17.
Homeન્યૂઝકેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોલસાની અછતને સ્વીકારી, વરસાદને ગણાવ્યું કારણ

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોલસાની અછતને સ્વીકારી, વરસાદને ગણાવ્યું કારણ

Prahlad joshi on coal
Share Now

દેશના વીજળી પ્લાન્ટમાં કોલસાની અછતને લઈને સમગ્ર દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે કોલસા મંત્રી પ્રહલાદ જોશી બુધવારથી ઝારખંડ અને છત્તીસગઢના કોલસા સમૃદ્ધ રાજ્યોની બે દિવસની મુલાકાતે છે. કેન્દ્રીય મંત્રી ગુરુવારે ઝારખંડના ચત્રા ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે મીડિયા સાથે વાત કરતા તેમણે કોલસાની અછતનો સ્વીકાર કર્યો હતો. આ સાથે, તેમણે આગળ જતાં પરિસ્થિતિ સુધરી જશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું.

વરસાદને કારણે સર્જાઇ અછત 

કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, વરસાદને કારણે કોલસાની અછત સર્જાઈ હતી અને કોલસાની આયાત બંધ થઈ ગઈ હતી. ગઈકાલથી અમે 2 મિલિયન ટન કોલસો સપ્લાય કરી રહ્યા છીએ. અમે તમામ પાવર સ્ટેશનોને કોલસો સપ્લાય કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અમે કોલસાની સપ્લાય માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.

Prahlad joshi on coal

આ પણ વાંચો:વીજળીનું વેચાણ જણાવ્યા વગર કર્યું તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો

કોલ ઇન્ડિયાના એકમનું નિરીક્ષણ

કોલસા મંત્રીએ ગુરુવારે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ અને કોલ ઇન્ડિયાના એકમ ભારત કોકિંગ કોલ લિમિટેડની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કરેલ નિરીક્ષણના તેમના ફોટોગ્રાફ્સને ટ્વિટ કરતા કોલસા મંત્રીએ કહ્યું કે, “તેમની સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ મુલાકાત દરમિયાન બછરા રેલવે સાઈડિંગનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં થર્મલ પાવર સ્ટેશન પર મોકલવા માટે રેકમાં લોડિંગ કરવામાં આવી રહ્યું હતું.નિરીક્ષણ દરમિયાન રેલવે વેગનમાં યોગ્ય ગુણવત્તા અને જથ્થામાં કોલસો લોડ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ખાણ કામદારોને પ્રોત્સાહિત કર્યા 

કોલસા મંત્રીએ અન્ય એક ટ્વિટમાં લખ્યું હતું કે, “ઝારખંડના ચત્રા જિલ્લામાં સ્થિત સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડની અશોક ઓપનકાસ્ટ કોલસા ખાણની મુલાકાત લીધી. 20 MT ની વાર્ષિક ટોચ-રેટેડ ક્ષમતા ધરાવતી આ ખાણ CCL ના સૌથી મોટા કોલસા પ્રોજેક્ટમાંની એક છે. ખાણ કામદારો સાથે વાતચિત કરી અને તેમને કોલસાનું ઉત્પાદન વધારવા અને ઓફટેક વધારવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા.

એક થી વધુ સીએમએ લખ્યો પત્ર 

તમને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં કોલસાની અછતને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ  એક થી વધુ રાજ્યોના મુખ્યમંત્રી આ અંગે ઉર્જા મંત્રીને પત્ર લખી ચૂક્યા છે. અને હવે ખુદ કોલસા મંત્રી પ્રહલાદ જોશી પણ કપલ્સની અછતનો સ્વીકાર કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, દેશના વીજળી પ્લાન્ટમાં કોલસાની અછતને લઈને સમગ્ર દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે કોલસા મંત્રી પ્રહલાદ જોશી બુધવારથી ઝારખંડ અને છત્તીસગઢના કોલસા સમૃદ્ધ રાજ્યોની બે દિવસની મુલાકાતે છે. કેન્દ્રીય મંત્રી ગુરુવારે ઝારખંડના ચત્રા ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે મીડિયા સાથે વાત કરતા તેમણે કોલસાની અછતનો સ્વીકાર કર્યો હતો. આ સાથે, તેમણે આગળ જતાં પરિસ્થિતિ સુધરી જશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment