Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝપત્ની ગમે તેટલી હોય બાળકો બે જ હોવા જોઈએ : કેન્દ્રીય મંત્રી અજયકુમાર

પત્ની ગમે તેટલી હોય બાળકો બે જ હોવા જોઈએ : કેન્દ્રીય મંત્રી અજયકુમાર

ajay kumar mishra,news in gujarati,gujarati news,big news,population control law
Share Now

ભાજપના(BJP) કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના સાંસદોના નેતૃત્વમાં જન આશીર્વાદ યાત્રા(Jan Ashirvad Yatra) શરૂ કરવામાં આવી છે.  આ જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી સરકારની યોજનાઓનો પ્રચાર કરવામાં આવશે. આ યાત્રા દ્વારા દેશભરમાં લોકોની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીમાં(BJP) લોકોનો કેટલો વિશ્વાસ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રા(Ajaykumar Mishra) ઉર્ફે ટેનીના નેતૃત્વમાં જન આશીર્વાદ યાત્રા ગોંડા પહોંચી હતી. ત્યારે તેમણે વસ્તી નિયંત્રણ કાયદા પર વિવાદિત નિવેદન આપ્યું હતું. 

ભારતીય કિસાન યુનિયન નેતાને આપ્યો જવાબ 

મંત્રી અજય કુમાર મિશ્રા ગઈ કાલે સાંજે ગોંડા(Gonda) આવ્યા હતા અને સર્કિટ હાઉસમાં આરામ કર્યા બાદ આજે સવારે યાત્રા શરૂ કરી હતી. યાત્રા શરૂ કરતા પહેલા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ પત્રકાર પરિષદ યોજી હતી. તે દરમિયાન તેમણે સરકારની યોજનાઓ વિશે વાત કરી હતી અને વસ્તી નિયંત્રણ કાયદા અંગે કડક વલણ દાખવ્યું હતું. ભરરતીય કિસાન યુનિયનના નેતા ગુલામ મોહમ્મદ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પત્નીઓ 4 હોય કે 40, પરંતુ જો તેમને 2 થી વધુ બાળકો હોય તો કાયદો લાગુ થશે. દરેકે સરકારે બનાવેલા કાયદાનું પાલન કરવું પડશે.

ajay kumar mishra,news in gujarati,gujarati news,big news,population control law

આ પણ વાંચો:ભાજપની જન આશીર્વાદ યાત્રા પર ઇસુદાનના ચાબખા, આપી દીધી ચેલેન્જ

મુસ્લિમો ચાર લગ્ન કરવાના હકદાર 

તમને જણાવી દઈએ કે ભારતીય કિસાન યુનિયનના(BKU) નેતા ગુલામ મોહમ્મદ જૌલાએ ઉત્તર પ્રદેશ સરકારના નવા વાસી નિયંત્રણ કાયદાની મજાક ઉડાવતા કહ્યું હતું કે અમે મુસ્લિમો ચાર લગ્ન કરવાના હકદાર છીએ, તેથી નવા વસ્તી નિયંત્રણ કાયદા હેઠળ અમને આઠ બાળકો કરવાની છૂટ આપવી જોઈએ. 

વિપક્ષ પર લગાવ્યો આરોપ 

આ દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ વિપક્ષ પર સંસદના ચોમાસુ સત્રને લઈને આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે લોકસભાની(LOKSABHA) પરંપરાઓને તોડવાનું કામ વિપક્ષી પાર્ટીઓએ કર્યું છે. તેમણે મુનવ્વર રાણાના તાલિબાનને(Taliban) સમર્થન આપવાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે મુનાવવર રાણા દેશના બંધારણમાં માનતા નથી. 

ભારત સરકાર તાલિબાન વિરુદ્ધ 

ભારત સરકાર સંપૂર્ણપણે તાલિબાન વિરુદ્ધ છે અને દેશ વિરોધી નિવેદનો કરનારાઓ સામે કાયદો કાયદાની રીતે કામ કરી રહ્યો છે. તેમણે સપાના સાંસદ શફીકુર રહેમાન બુર્ક પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે શફીકુર રહેમાન બુર્કની પાર્ટીએ જ તેમનાથી દૂરી બનાવી લીધી છે. તેમણે કહ્યું કે, આવા લોકોને ચર્ચાથી દૂર રાખવા જોઈએ. અબ્બાજાન પર ચાલી રહેલ હોબાળ પર ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીના લોકો પણ શબ્દોને હિન્દુ-મુસ્લિમના દ્રષ્ટિકોણથી જુએ છે. પત્રકાર પરિષદ બાદ મંત્રીની જન આશીર્વાદ યાત્રા શરૂ થઈ અને સમગ્ર જિલ્લામાં તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,  ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના(BJP) સાંસદોના નેતૃત્વમાં જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી છે.  આ જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી સરકારની યોજનાઓનો પ્રચાર કરવામાં આવશે. આ યાત્રા દ્વારા દેશભરમાં લોકોની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીમાં લોકોનો કેટલો વિશ્વાસ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રા ઉર્ફે ટેનીના નેતૃત્વમાં જન આશીર્વાદ યાત્રા ગોંડા પહોંચી હતી. ત્યારે તેમણે વસ્તી નિયંત્રણ કાયદા પર વિવાદિત નિવેદન આપ્યું હતું. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment