Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝસુરેન્દ્રનગરમાં કેન્દ્રીય મંત્રીની જન આશીર્વાદ યાત્રા

સુરેન્દ્રનગરમાં કેન્દ્રીય મંત્રીની જન આશીર્વાદ યાત્રા

MAHENDRA MUNJPARA
Share Now

સુરેન્દ્રનગર જીલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાની યાત્રાને મળ્યો ઠેરઠેર ભવ્યાતિભવ્ય આવકાર. 5 જીલ્લામાં ફરી જન આર્શીવાદ યાત્રા.485 કીલોમીટર નો પ્રવાસ કરી પ્રજાનાં, ધાર્મિક સંસ્થાઓ,સંતો મંહતો, લીધા આર્શીવાદ, સાથે સૈનિકો, સાહીત્ય,ઉર્ધોગપતીઓ વિકલાંગ, સહીત પરીવાર, ખેડૂતો, સામાજિક સંસ્થાઓ,જનસંધના કાર્યકરો, રમતવીરો, ના કર્યા સન્માન. મા ભદ્રકાલી અને ભગવાન જગ્નાથજીના આશીર્વાદ સાથે કર્ણાવતીથી શરૂ થયેલ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાની જન આશીર્વાદ યાત્રા 485 કીલોમીટર નો ચાર જિલ્લા અને કર્ણાવતી મહાનગરનો પ્રવાસ કરી ગઈ કાલ સાંજે પંડિત દીનદયાળ હૉલ સુરેન્દ્રનગર ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રાના પ્રથમ દિવસે યાત્રાને શુભેચ્છા પાઠવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લિંબડી ખાતે ઉપસ્થિત રહી વિશાળ જનસભાને સંબોધી હતી.આ જન આશીર્વાદ યાત્રા દરમ્યાન મંત્રી એ 36 ધાર્મિક સ્થાનો ની યાત્રા કરી સંતો મહંતો તથા ભગવાનના આશીર્વાદ ગુજરાત તથા દેશ ની સુખાકારી માટે માટે મેળવ્યા હતા. યાત્રા દરમિયાન 15 શહીદ પરિવારો નું અને 51 નિવૃત્ત સૈનિકો નું સન્માન કરવાનું સૌભાગ્ય પણ મંત્રીને મળ્યું હતું.

SURENDRANAGAR

આ યાત્રા દરમિયાન વિવિધ નગરો અને ગ્રામ્યના રાજ્ય -રાષ્ટ્રીય સ્તર ના 50 રમતવીરોનું સન્માન મંત્રીએ કર્યું હતું .15 સ્થળો ઉપર ખેડૂત અગ્રણીઓ દ્વારા મંત્રીશ્રી નું સન્માન/ સ્વાગત કરાયું હતું. 21 જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રાના વિવિધ સ્થાને મંત્રી મુંજપરાનું મોમેન્ટ્ટો આપી આવકાર સાથે સ્વાગત કરાયું હતું.આ યાત્રા દરમ્યાન યુવા મોર્ચા ના કાર્યકર્તા ઓ એ 25 જેટલા સ્થળ ઉપર વિશાળ સંખ્યા મા બાઇક રેલી કાઢી મંત્રીશ્રી નું સ્વાગત કર્યું હતું.

લોકાર્પણ અને અનાવરણ કર્યું મંત્રીએ

SURENDRANAGAR

આ યાત્રા દરમિયાન મંત્રી મુંજપરાએ આર એસ એસ -જનસંઘના વરિષ્ઠ આગેવાનો સાથે 6 સ્થાનોએ મુલાકાત કરી ખબર અંતર પૂછી વાર્તાલાપ કર્યો હતો. યાત્રાના રૂટ દરમ્યાન અનાવરણ થયેલી વિભૂતિઓની 23 જેટલી પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કર્યા હતા .જ્યારે ધંધુકા ખાતે આર એમ એસ હોસ્પિટલમા ઓકિસજન પ્લાન્ટનું અનાવરણ અને સાયલામાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.મહાનગર કર્ણાવતી અને ચાર જિલ્લા મા યાત્રા દરમ્યાન 2o થી વધારે વેપારી સંગઠનો- ઉદ્યોગકારો- ઉદ્યોગગૃહો એ સ્વાગત કર્યું હતું જેમની સાથે વાર્તા લાપ મા મંત્રી એ સી એસ આર ને લોકોપયોગી બનાવવા વાત કરી પ્રેરિત કર્યા હતા.

આ પણ જુઓ : જન આશીર્વાદ યાત્રા શરુ

મંત્રીએ કર્યા અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને સન્માન કાર્યક્રમ

JAN ASHIRVAD YTRA

હોસ્પિટલમાં વેન્ટિલેટરની ફાળવણી કરાઇ ,સાથે એમ્બ્યુલન્સ પણ અપાઇ
જીલ્લા માં એક આર્યુવેદિક હોસ્પિટલ બનશે
15 થી વધુ શહિદ પરીવારોના સન્માન કરાયા
51 થી વધું માજી સૈનિકોના સન્માન
50થી વધુ રમતવીરો ના સન્માન
21 સામાજિક સંસ્થાઓ ના સન્માન
15 થી વધુ ખેડૂતો સાથે સંવાદ અને સન્માન કરાયાં
23 અલગ અલગ પ્રતીમાઓ ને ફુલહાર કરાયા
25 થી વધુ બાઇક રેલી યોજાઇ,છેલ્લા દિવસે યાત્રા સુરેન્દ્રનગર નાં તમાંમ વોર્ડમાં ફરી
મંત્રી, ધારાસભ્ય,પુર્વ ધારાસભ્યો, વેપારીઓ, વડીલો, મહીલાઓ, બાળકો સહીત અનેક આગેવાનો જોડાયા
મુસ્લિમ, દલીત,વાદી, ઠાકોર,જૈન, ભરવાડ , ક્ષત્રિય,કોળી, પ્રજાપતિ, બ્રાહ્મણ, પટેલ,સહીત તમાંમ જ્ઞાતિ ના લોકો એ કર્યુ ઉમડકાભેર સન્માન
જોરાવરનગર વોર્ડ નબર 10 ના સભ્યો અને માકાસણા સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું ,
100 થી વધુ બાળકો કરી ફુલોની વર્ષા રામજીમંદિર ને રોશનીથી શણગારવામાં આવ્યું ઢોલ અને ડીજે ના તાલે કરાયું સન્માન
મીઠાઈ તુલા કરાઈ બાદ મા મીઠાઈ બાળકો ને વહેંચી દેવાઈ. વિધવા બહેનોને 50 સાડી,25 રાશન કીટ,50 જોડી પગરખાં આપ્યાં.

યાત્રાના સમાપન સ્થળ સુરેન્દ્રનગર ખાતે મંત્રીની મીઠાઈ તુલા કરાઈ અને મંત્રીએ માન્યો આભાર

MAHENDRA MUNJPARA

મંત્રીએ યાત્રા દરમ્યાન વિશાળ સંખ્યામા ઉપસ્થિતિ બદલ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીએ બહેનો ને મહિલાલક્ષી/બાળકીઓ લક્ષી કેન્દ્ર- રાજ્ય સ્તરની વિવિધ યોજનાથી માહિતગાર કર્યા હતા અને કેવી રીતે રાજ્ય કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા તે જણાવ્યુ હતું. યાત્રાના સમાપન સ્થળ સુરેન્દ્રનગર ખાતે મંત્રીની મીઠાઈ તુલા કરાઈ બાદમા મીઠાઈ બાળકોને વહેંચી દેવાઈ. વિધવા બહેનોને 50 સાડી,25 રાશન કીટ,50 જોડી પગરખાં આપ્યાં.ઉપરાંત મંત્રી એ પ્રધાનમંત્રી ગરીબ અન્ન વિતરણ યોજના સેન્ટરો ની મુલાકાત કરી વ્યવસ્થા ચકાસી સાથેજ વિરમગામ ખાતે સિનિયર સીટીઝન ને સિનિયર સીટીઝન કાર્ડ નું વિતરણ કર્યું. મંત્રી એ યાત્રાના સમાપન બાદ પ્રેસ કોન્ફરન્સ મા યાત્રા ને સફળ બનાવવા તેમજ આશીર્વાદ બદલ પ્રજા નો અંતકરણ પૂર્વક આભાર માન્યો હતો . સાથેજ યાત્રા ના પ્રોત્સાહક માર્ગદર્શક એવા પ્રધામંત્રી નરેન્દ્રભાઇ મોદી નો પણ આભાર વ્યક્ત કર્યો હતો . મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ,મંત્રી વિભાવારી બહેન, યાત્રાના સંયોજક જયંતિભાઈ કવડિયા, પ્રકાશભાઈ સોની, નિતીનભાઈ ભારદ્વાજ, વર્ષાબેન દોશી,મહાનગર અને જિલ્લા પ્રમુખો- મહામંત્રી અને જિલ્લા ભાજપા ટીમ – કાર્યકર્તા ઓ નો આભાર માન્યો હતો.મત્રિશ્રી એ આ યાત્રા ને વ્યાપક પણે લોકો સુધી પહોંચાડવા બદલ મીડિયા ના તમામ મિત્રો નો આભાર વ્યક્ત કરવા સાથે યાત્રા મા વ્યવસ્થા ના ભાગ રૂપે જોડાનાર જવાબદાર દરેક વ્યવસ્થા સંયોજકો નો આભાર માન્યો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment