યુપીના લખીમપુર (Lakhimpur)ખીરી હિંસામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા (Ajay Mishra)ના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra)ની 12 કલાકથી વધુ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે લગભગ 12.30 કલાકે આશિષ મિશ્રાને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ મેજિસ્ટ્રેટે આશિષને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે આ મામલાની આગામી સુનાવણી આવતીકાલે સોમવારે થશે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra)ની ધરપકડ
જણાવી દઈએ કે લખીમપુર ખીરી કેસમાં આશિષ મિશ્રાએ વિરોધ કરી રહેલા ખેડૂતો (Farmer)પર કાર ચઢાવી દીધી હોવાનો આરોપ છે. જે બાદ લખીમપુરમાં હિંસા ફાટી નીકળી હતી આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેની ધરપકડ (Arrest)કરવામાં આવી છે અને આવતીકાલે સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જણાવી દઇએ કે ગઇકાલે શનિવારે આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર થયો હતો. જ્યાં તેમને હિંસા અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આશરે 12 કલાકની પૂછપરછ બાદ આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: લખીમપુર ખેરી હિંસા: કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા યુપી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ થયા હાજર
પોલીસે શું કહ્યું?
ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, લાંબી પુછપરછ બાદ લાગ્યું કે, આશિષ મિશ્રા અમને સહકાર નથી આપી રહ્યો. ઘણી વાતો તેણે નથી જણાવી. તેથી તેની ધરપકડ કરી રહ્યા છીએ. મેડિકલ તપાસ બાદ આરોપી આશિષ મિશ્રાને કોર્ટ (Court)માં હાજર કરશે. બીજી બાજુ તેને મેડિકલ ટેસ્ટ માટે લખીમપુર જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. મેડિકલ બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. ત્યારબાદ તેને રિમાન્ડ પર લઈ જવામાં આવી શકે છે. આશિષ મિશ્રાના વકીલે જણાવ્યું હતું કે, સોમવારે આ મામલે સુનાવણી થશે. ધરપકડ બાદ આશિષ મિશ્રાને લખીમપુર જેલમાં રાખવામાં આવ્યો છે.
ખેડૂતનું ભારત બંધ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4