Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝમહેસાણામાં PM મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી – 71 ફૂટ ઊંચું અને 38 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરાયું

મહેસાણામાં PM મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી – 71 ફૂટ ઊંચું અને 38 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરાયું

PM MODI BIRTHDAY
Share Now
  • મહેસાણામાં PM મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી
  • PM મોદીના જન્મ દિવસને લઈ મહેસાણામાં ઉત્સવનો માહોલ
  • 71 ફૂટ ઊંચું અને 38 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરાયું

પી એમ મોદીનો આજે એટલે કે, 17 સપ્ટેમ્બરના રોજ 71 મો જન્મ દિવસ છે. ત્યારે મહેસાણામાં પી એમ મોદીના જન્મ દિવસની અલગ અંદાજમાં ઉજવણી થઇ રહી છે. મહેસાણાના એચ એલ રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પી એમના 71 માં જન્મ દિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. 71 ફૂટ ઊંચા સ્ટેચ્યુ ફરતે પી એમના જન્મ દિવસે 171 કપલ ભગવાન શ્રી રામની આરતી ઉતારી વડાપ્રધાનના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરશે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદરૂપ થવા એક એપ પણ લોન્ચ કરવામાં આવશે. તો 71 ગામમાં કૃષિ લક્ષી સાધનોનું પણ વિતરણ કરવામાં આવશે. સાથે જ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે સૌ કોઈના ચહેરા પર આનંદની છોળો ઉડી રહી છે. મહેસાણામાં આજે ઉત્સવનો માહોલ છે. મહેસાણા દૂધ સાગર ડેરીમાં પ્રગતિશીલ ખેડૂત સન્માન કાર્યક્રમ યોજાશે. જેમાં મહેસાણા જિલ્લામાંથી 1500 ખેડૂતો પણ ઉપસ્થિત રેહવાના છે. તો કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચહરજીના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવશે.

Mahesana Temple

  • CR પાટીલ અને રજની પટેલ દ્વારા બપોરે 1 વાગ્યે થશે અનાવરણ
  • રાજધાની ફાઉન્ડેશન અને HL રાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમ
  • રામ જન્મભૂમિના નિર્ણયને વધાવવા કપલ આરતીનું આયોજન

આ પણ વાંચો : Happy B’day PM Modi: નરેન્દ્ર દામોદરદાસ મોદીની રાજકીય સફર પર એક નજર

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાનના 71 માં જન્મ દિવસે 71 ફૂટ ઊંચું અને 38 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મહામંત્રી રજની પટેલ દ્વારા બપોરે 1 વાગ્યે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ કાર્યકમ મહેસાણા રાધનપુર રોડ ખાતે યોજાશે. જેની ધામધુમથી તૈયારીઓ ચાલી રહી છે. મહેસાણામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંમાં પણ આજે ઉજવણી થઇ રહી છે. વડનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સુર્યાજી આજે વડનગરની મુલાકાત લેશે. વડનગરની ઉત્સવપ્રેમી જનતા વર્ષભરમાં આવતા તહેવારોની સાથે આ દિવસની પણ આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આજે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે હાટકેશ્વર દાદાના મંદિરને શણગારવામાં આવ્યું છે. રંગબેરંગી રોશનીથી વડનગર મંદિર ઝગમગી ઉઠ્યું છે. ત્યારે PM મોદીના જન્મોત્સવ નિમિત્તે વડનગર અને મહેસાણામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

Temple

  • સ્ટેચ્યુ સામે 171 કપલ ભગવાન રામની આરતી કરશે
  • મહેસાણા રાધનપુર રોડ ખાતે યોજાશે કાર્યક્રમ
  • મહેસાણા દૂધ સાગર ડેરીમાં યોજાશે પ્રગતિશીલ ખેડૂત સન્માન
  • મોદી જન્મોત્સવ નિમિત્તે મહેસાણામાં દિવાળી જેવો માહોલ

મહેસાણાના વડનગરમાં જન્મેલા નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કર્યું છે.ત્યારે મહેસાણાના બે યુવાનો વડાપ્રધાન નું ઋણ ચૂકવવા આગળ આવ્યા છે. વડાપ્રધાને રામજન્મ ભૂમિ પર રામ મંદિર બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાતા તેની યાદમાં નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે 171 કપલ દ્વારા ભગવાન રામની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આપણા દેશમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે પણ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. આપણા દેશમાં વડાપ્રધાન મોદીને અનેક યુવાનો આદર્શ માને છે. એચ એલ રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં નોંધારા બનેલા પરિવારને આર્થિક મદદ થઈ શકે તે માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. તો બીજી બાજુ દેશના વડાપ્રધાન દ્વારા દેશ હિત માટે અનેક નિર્ણયો લીધા છે. જેમાં રામ મંદિરનો એતિહાસિક નિર્ણય પણ એક યાદગાર પળ છે. ત્યારે આ સ્ટેચ્યુ ફરતે આજે 171 કપલ ભગવાન શ્રી રામની આરતી ઉતારી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. મહેસાણાના આ બે યુવાનોએ વડા પ્રધાનના કાર્યોથી પ્રેરાઈને પોતાના સ્વખર્ચે આ પ્રકારે અનોખા અંદાજમાં જન્મ દિવસની ઉજવણીનું આયોજન કર્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment