અરવલ્લી (Aravalli )જીલ્લા પોલીસવડા સંજય ખરાત સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સામાન્ય લોકોને પડતી મુશ્કેલીઓ માટે પોલીસ સહાયતા મળી રહે તે માટે પ્રયત્નશીલ છે.
Aravalli માં જિલ્લા પોલીસ વડાની અનોખી પહેલ
સામાન્ય જનતાને કોઇ પારાવાર મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ વડા ખડે પગે રહે છે. જિલ્લા પોલીસ અધીક્ષક કચેરી ખાતે અરજદારો માટે સ્વાગત કક્ષ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં અરજદારોને માહિતી અને તેમના કામકાજ માટે સહાયતા પુરી પાડવામાં આવશે. આ તકે જિલ્લા પોલીસવડા કચેરીમાં નિર્માણ સ્વાગત કક્ષમાં કામ પૂરું કરીને બહાર નીકળતા અરજદારો રિસેપ્સન રૂમમાં ફીડબેક ફોર્મ ભરીને પોલીસની કામગીરી કેવી લાગી તેનો અભિપ્રાય પણ આપી શકે છે.
આ પણ વાંચો: જી.જી.હોસ્પિટલના રેસીડેન્ટ ડોકટરો કામના ભારણના કારણે હડતાલ પર ઉતરી ગયા
Aravalli ના અરજદારોને હવે નહીં પડે કોઇ મુશ્કેલી
કોર્પોરેટ ઓફિસોમાં જે રીતે રિસેપ્શન કાઉન્ટર બનાવવામાં આવે છે, તેવી જ રીતે અરવલ્લી જીલ્લા પોલીસવડા કચેરી ખાતે પણ અરજદારો માટે સ્વાગત કક્ષ ખુલ્લો મુકવામાં આવ્યો છે. જિલ્લા અધિક્ષક કચેરી ખાતે કામકાજ અર્થે આવતા લોકો તેમની કામગીરી અંગે પૂછપરછ કરી શકે અને અરજદારોને સહાયતા મળી રહે તેવો ઉમદા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.
ધોરાજી પોલીસે બાઇક ચોરને પકડ્યો જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4