Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝએક ગાંવ ઐસા ભી…

એક ગાંવ ઐસા ભી…

Share Now

ભાટકોટા ગામ (Unique village Bhatkota)

હિન્દી સીરીયલો લગભગ બધાએ જોઈ હશે! લેડીઝે તો જોઈજ હશે. પણ એમની સાથે બેસીને ઘણી વાર એમના પતિ,  દીકરા અથવા તો ભાઈઓને પણ આ સીરીયલો (Hindi serial) જોવી પડી હશે.  સીરીયલ્સમાં કેવું હોય નહિ! એકદમ સંસ્કારી પરિવાર.  આ પરિવારમાં રોજ સવારે પૂજા થતી હોય. અને ઘરમાં કોઈને પાછુ વ્યસન પણ ના હોય બોલો!  હવે આવો સંસ્કારી અને આજ્ઞાકારી પરિવાર ક્યાય ખરેખર તમે જોયો છે?  નથી જોયો ને? આજે હું તમને આવો એક નહિ,  ઘણા બધા પરિવાર સાથે મળાવીશ.

Aravalli district's bhatkota village શિક્ષણ, સંસ્કાર અને ભક્તિનો ત્રિવેણી સંગમ ધરાવતું એક અનોખું ગામ એટલે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકનું ભાટકોટા ગામ (Unique village Bhatkota).  ભક્તિની શક્તિ, સંસ્કારોનું સિંચન અને શિક્ષણના ત્રિવેણી સંગમના રંગે રંગાયેલું અને વ્યસનોથી મુક્ત એવું આ ગામ છે.  200 ઘરોના પરિવારો મળીને આશરે કુલ 1100ની વસ્તી આ ગામ ધરાવે છે.

ગામનું સફળ યુવાધન

school of bhatkota village

પાંચ દાયકા પૂર્વે જ્યારે ભણવા માટેની આટલી સગવડો નહોતી.  આર્થિક પરિસ્થિતિ પણ ન હતી, કે ન હતાં વાહન વ્યવહાર.  છતાં 1974નાં વર્ષમાં આ ગામના ડો.રામદાસ ભગોરા સૌ પ્રથમ મેડીકલ ક્ષેત્રે ઝંપલાવી એમ.બી.બી.એસ.ડોક્ટર બન્યા હતા.  અને ત્યાર પછી આજે તો ગામમાં (Unique village Bhatkota)સ્કીન સ્પેશ્યાલીસ્ટ, પીડીયાટ્રીક, ડેન્ટલ સર્જન, પેથોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ, ફીઝીશ્યીન સહિત 15 જેટલા ડોક્ટરો છે.  આ ગામનાં 125 જેટલા યુવાનો સરકારી નોકરી ધરવે છે. જેમાં ક્લાસ વન, કલાસ ટુ, પીએસઆઇ, શિક્ષક, તથા દેશ સેવામાં પણ આ ગામનાં યુવાનો જોડાયેલા છે.

quotes on bhatkot village's walls 121 વર્ષ પૂર્વે છપ્પનીયા દુકાળમાં ઠાકોર સાહેબનાં હુકમથી એક આદિવાસી, પદમા ભગોરા દધાલિયાની ચોકી કરતા હતા.  પદમા ભગોરાની નિષ્ઠા અને પ્રમાણિકતા બદલ ઠાકોરે તેમને ભાટકોટા ગામ દત્તક આપેલું હતું. કહેવાય છે કે એ વખતે આ ગામમાં મૂળ ભાટ લોકો રહેતા હતા.  તેથી ગામનું નામ ભાટકોટા (Unique village Bhatkota) પડ્યુ હતું. અને પછી આ ગામનાં ભાટ લોકો જતા રહ્યાને ત્યાં પદમા ભગોરાનાં વસવાટથી આદિવાસીઓનો વસવાટ થયો.

આ પણ જુઓ : આખું ગામ એક રસોડે જમે છે?

ગ્રામજનોની મીઠી સુરાવલી

Villagers of bhatkota village આ ગામ મૂળ ભક્તિ સાથે વધુ સંકળાયેલું છે. લુસડીયાનાં ગાદીપતિ સંત સુરમલદાસનો આ ગામે પરીચય થયો. અને આ ગામમાં 1974માં રામજી મંદિરની સ્થાપના કરાઈ હતી.  ભજન-કીર્તન સાથે ગામ જોડાઇ ધુણીની સ્થાપનાં કરવામાં આવી હતી.  ત્યાર પછી તો આ ગામમાં (Unique village Bhatkota) એ જમાનામાં રોજ વહેલી પરોઢે પ્રભાતિયાં ગવાતાં.  જેની મીઠી સુરાવલી આસપાસનાં વિસ્તારોને પણ  ઢંઢોળતી. સવાર-સવારમાં સુંદર મજાનાં ભજનોથી સમગ્ર પંથકમાં એક અલાયદુ ભક્તિમય વાતાવરણ ઉભુ થતુ.

વીતતા જતા સમયની સાથે આજે બદલાવ આવ્યો.  ભજનોની સુરાવલી 1985 પછી ભૂતકાળ બની ગઇ છે. છતાં ભક્તિ સાથેના આ લોકો અને શિક્ષણ અને સંસ્કારોથી જોઈ, અન્યને અદેખાઇ આવે તેવા છે.  ગામની ભજન સત્સંગ મંડળી આમંત્રણને સ્વીકારી, અન્ય ગામે જઇ ભજન સત્સંગ કરે છે.  આજે ગામમાં પશ્ચિમી સંસ્કૃતિની આડઅસર કહો કે આજનુ વાતાવરણ, જે હોય તે.  બાકી આજે આ ગામના ભૂતકાળની વાતો આજની પેઢી માટે સંશોધનનો વિષય બને તેમ છે.

Villagers of Bhatkota village in temple ગામના ગાદીપતિ ડો.રામદાસ ભગોરાના જણાવ્યા મુજબ, ભણતર સાથે ભક્તિ હોવાથી સંપ, સુલેહ અને શાંતિ આજે પણ પથરાયેલા છે.  અન્ય ગામોની દ્રષ્ટિએ ભાટકોટા(Unique village Bhatkota) ગામની એકતા અખંડિતતા નવાજવાને લાયક છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment