Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeહેલ્થશું તમે કોરોનાની સુપર વેક્સિન વિશે જાણો છો ? તેમાં નહી રહે ખતરો વેરિએન્ટનો કે મહામારીનો

શું તમે કોરોનાની સુપર વેક્સિન વિશે જાણો છો ? તેમાં નહી રહે ખતરો વેરિએન્ટનો કે મહામારીનો

Share Now

કોરોના વાયરસના અલગ-અલગ વેરિએન્ટ દુનિયાના બધા દેશોની ચિંતા સતત વધારી રહ્યા છે. ડેલ્ટા બાદ હવે નવો ડેલ્ટા વેરિએન્ટ લોકોની ચિંતા વધારી રહ્યો છે. આ વેરિએન્ટને કારણે બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં પણ આ વેરિએન્ટના કેસ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નોંધાવાના શરૂ થઈ ગયા છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરને લઈને બધાને ભય સતાવી રહ્યો છે. સાથે જ અત્યારે જે રસી લોકોને આપવામાં આવી રહી છે તે પણ કોરોનાના દરેક વેરિએન્ટ પર અસરકારક છે કે નહીં તેને લઈને પણ મુંઝવણ છે. આવા સમયે સારા સમાચાર એ છે કે એક યુનિવર્સલ વેક્સિન તૈયાર થઈ રહી છે. જે સફળ થશે તો આવનારા સમયમાં મોટી મહામારીનો ખતરો પણ ટાળી શકાય છે. 

image: google

કોરોના વાયરસના ત્રાસનો સામનો કરી રહેલા વિવિધ દેશોમાં હવે વાયરસના અલગ-અલગ વેરિયન્ટ હાહકાર મચાવી રહ્યા છે. પણ હવે વૈજ્ઞાનિક એવી વેક્સિન પર કામ કરી રહ્યા છે જે દરેક પ્રકારના વેરિયેન્ટ પર કારગર નિવડશે. સાથે જ ભવિષ્યમાં આવનારી આવી મહામારીને પણ રોકશે. સમાચાર એજન્સી પીટીઆઇએ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકોએ એક એવી વેક્સિન બનાવી છે જે કોવિડ-19 ઉપરાંત કોરોના વાયરસના દરેક વેરિયન્ટ પર અસર કરે છે. વૈજ્ઞાનિકોએ ઉંદર પર તેનું ટ્રાયલ કર્યું છે. અમેરિકામાં નોર્થ કેરોલિના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેના પર રિસર્ચ શરૂ કરી દીધુ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોઈને ખબર નથી કે કયો વાયરસ હવે પછી મહામારી લઈને આવશે માટે દરેક રીતે તૈયાર રહેવું જરૂરી છે.

કોરોના ફેમિલીના દરેક વેરિએન્ટને આપશે મ્હાત

કોરોનાના કોઈપણ વેરિએન્ટથી ભવિષ્યમાં આવનારી મહામારીના ખતરાને દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ એક વેક્સિન બનાવી છે. જે કોરોના વાયરસના હાલના વેરિએન્ટ ઉપરાંત બીજા તમામ વેરિએન્ટ પર અસર કરે છે, જે જાનવરોમાંથી મનુષ્યમાં ફેલાઈ શકે છે.

આ પણ વાંચો : ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી થશે વેક્સિનેશન : વેક્સિનનું મહાઅભિયાન શરૂ

અભ્યાસમાં તેને સેકન્ડ જનરેશન વેક્સિન કહેવામાં આવે છે. sarbecoviruses પર હુમલો કરે છે. Arbecoviruses કોરોના વાયરસ ફેમિલીનો જ એક ભાગ છે. આ જ ફેમિલીના બે વેરિએન્ટે છેલ્લા બે દાયકામાં તબાહી મચાવી દીધી છે. પહેલા SARS અને પછી કોવિડ-19.

જે વૈજ્ઞાનિકોની ટીમ આ મિશન પર કામ કરી રહી છે તેમણે MRNA રીત અપનાવી છે. આજ રીત ફાઈઝર અને મોડર્નાએ હાલમાં જે વેક્સિન છે તેને ડેવલપ કરવામાં અપનાવી હતી. જોકે, યુનિવર્સલ વેક્સિન આ રીતે દરેક પ્રકારના કોરોના વાયરસને મ્હાત આપી શકે છે.

image : google

ટ્રાયલ ક્યારે શરૂ કરાશે

ઉંદર પર આ વેક્સિનનું ટ્રાયલ કરવામાં આવ્યું ત્યારે વેક્સિનમાં એવી ઘણી એન્ટીબોડી ડેવલપ થઈ જે ઘણાં સ્પાઈક પ્રોટીનનો સામનો કરી શકે છે. તેમાં સાઉથ આફ્રિકામાં જોવા મળેલો B. 1.351 જેવો વેરિએન્ટ પણ સામેલ છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આ વેક્સિનમાં કોઈપણ પ્રકારના આઉટબ્રેકને રોકવાની તાકાત હશે. ટ્રાયલ દરમિયાન જે ઉંદરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે SARS-CoV  અને કોરોનાના અન્ય વેરિએન્ટથી પીડિત હતા. હજુ પણ તેમાં ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને બધુ બરાબર રહ્યું તો આવતા વર્ષે મનુષ્યો પર ટ્રાયલ શરૂ થઈ શકે છે.

સંશોધકોનું કહેવું છે કે, અમારો પ્લાન હજુ કામ કરી રહ્યો છે, જો બધુ બરાબર ચાલશે તો યુનિવર્સલ વેક્સિન બનાવી શકીએ છીએ અને કોરોના ફેમિલીની ત્રીજી મહામારી પહેલા દુનિયામાં આવી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment