Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeઑટો & ગેજેટ્સ…તો પછી એક જ ચાર્જરથી થશે દુનિયાના તમામ ફોન ચાર્જ ? i-Phone ધારકો માટે માઠાં સમાચાર

…તો પછી એક જ ચાર્જરથી થશે દુનિયાના તમામ ફોન ચાર્જ ? i-Phone ધારકો માટે માઠાં સમાચાર

https://read.ottindia.app/gu/ratan-tata-airbus-defense-deal-indias-first-ever-and-biggest-private-defense-deal-won-by-tata/
Share Now

બ્રસેલ્સ : યુરોપિયન યુનિયને ગુરૂવારે જણાવ્યું કે, તે સ્માર્ટફોન (Smartphone) માટે એક યુનિવર્સલ ચાર્જર (Universal Phone Charger)નો નિયમ લાગુ કરશે. જો આવું થશે તો તમારે તમારા અલગ-અલગ બ્રાન્ડના ફોન માટે અલગ ચાર્જરની જરૂર નહિં રહે. તમે એક જ ચાર્જર (Universal Phone Charger)થી તમામ ફોન ચાર્જ કરી શકશો, પરંતુ આ નિર્ણયથી એપલ સાથે ટક્કરની સ્થિતિ ઉભી થઈ છે. યુરોપિયન કમીશનનું માનવું છે કે, જો તમામ ડિવાઈસ માટે એક જેવું ચાર્જર હશે તો તેનાથી ઈલેક્ટ્રોનિક વેસ્ટ (Electric Waste)ને ઓછો કરવામાં મોટી મદદ મળશે. જ્યારે એપલનું માનવું છે કે, જો આવું કરવામાં આવશે તો તેનાથી ઈનોવેશન અટકી જશે અને પ્રદૂષણ વધશે.

Universal Phone Charger

Universal Phone Charger

યુરોપિયન યુનિયન (European Union)માં લગભગ 45 કરોડ લોકો છે અને યુએસબી-સી ટાઈપ કેબલ (USB C Type Cable)ને સ્ટાન્ડર્ડ બનાવવાથી ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટ પર પણ અસર પડશે. યુરોપિયન યુનિયનની એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડન્ટ માર્ગ્રેથા વેસ્ટાગેરે એક નિવેદનમાં જણાવ્યું કે, યુરોપિયન કન્ઝ્યુમર લાંબા સમયથી એક વાત અંગે પરેશાન છે કે તેના પાસે ચાર્જર (Charger)નો ઢગલો થતો જાય છે. તેમણે કહ્યું કે, ઈન્ડસ્ટ્રીઝને લાંબો સમય અપાયો છે કે તે પોતે તેનું કોઈ નિવારણ શોધે પરંતુ હવે કડકાઈથી એક કોમન ચાર્જર લાગુ કરવાનો સમય આવી ગયો છે.

એપલનો છે વિરોધ

હાલના સમયમાં એપલના આઈફોન સાથે લાઈટનિંગ ટાઈપ ચાર્જર (Universal Phone Charger)નો ઉપયોગ વધ્યો છે. ત્યારે યુરોપિયન યુનિયન ટાઈપ-સી ચાર્જરને સ્ટાન્ડર્ડ બનાવવા માંગે છે. વર્તમાન સમયમાં લોકોને આઈફોન માટે લાઈટનિંગ ટાઈપ ચાર્જર ઉપયોગ કરવું હોય છે જ્યારે ઘણાં લોકોને પોતાના ફોન માટે માઈક્રો-યુએસબી ચાર્જર (Micro USB Charger)નો ઉપયોગ કરવો પડે છે. ત્યારે યુએસબી ટાઈપ સી ચાર્જરનો ઉપયોગ પણ હવે સતત વધી રહ્યો છે.

Apple Phone Charger

યુરોપિયન યુનિયને કહ્યું કે, યુરોપિયન કન્ઝ્યુમર દર વર્ષે લગભગ 2.4 અબજ યૂરો એટલે કે 2.8 અબજ ડોલર જેટલા નાણા ફક્ત ચાર્જર ખરીદવા પાછળ વાપરે છે, જે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સાથે નથી આવતા. એપલે જણાવ્યું કે, યુરોપિયન યુનિયનના યુનિવર્સલ ચાર્જરના નિર્ણયથી યુરોપના લોકોને જ નહિં પરંતુ સમગ્ર વિશ્વના ગ્રાહકોને મુશ્કેલી થશે.

આ પણ વાંચો  : પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી ડિફેન્સ ડીલ: ટાટા-Airbus વચ્ચે 22,000 કરોડનો સોદો

શું કહે છે EU

જો યુરોપિયન યુનિયનની વાત કરીએ તો, તેમાં કુલ 27 દેશો શામેલ છે, પરંતુ ભારત તેનો ભાગ નથી. એવામાં યુરોપિયન યુનિયનનો યુનિવર્સલ ચાર્જરનો નિયમ ભારત પર લાગુ નહિં પડે. જો કે, જ્યારે એપ્પલ (Apple)જેવી કંપની યુરોપિયન યુનિયનના દેશો માટે કોઈ એક ચાર્જર બનાવશે ત્યારે તે ચાર્જર બાકી દુનિયાના દેશો માટે પણ બનાવવા માંગશે, જેથી તેનો ખર્ચ ઓછો થઈ જાય. એ વાત અલગ છે કે જો કંપની પોતાના ચાર્જરથી મોટી કમાણી કરવાની રણનીતિ બનાવીને બેસશે તો પછી આવનાર સમયમાં ભારતમાં એપલના ડિવાઈસ ઘણાં પ્રકારના ચાર્જર સાથે જોવા મળી શકે છે.

Universal Phone Charger: So all the phones in the world will be charged with a single charger?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment