Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeનેચર & વાઈલ્ડ લાઈફહેપ્પી વર્લ્ડ એલીફન્ટ ડે

હેપ્પી વર્લ્ડ એલીફન્ટ ડે

WORLD ELEPHANT DAY
Share Now

હાથી અને માનવી વચ્ચે ઘણા જુના સંબંધો છો. અને એટલે જ હાથી મેરે સાથી કહેવાય છે. વિશ્વનું સૌથી મોટું જાનવર જ્યારે ચાલે છે, ત્યારે બાળકોથી લઇને વૃદ્ધો સુધી બધા જ આકર્ષિત થઇ જાય છે. રાજા, મહારાજાઓની આ મનપસંદ સવારી છે. આપણે હાથી અંગે કહાણી અને કિસ્સાઓ સાંભળ્યા હશે અને બાળપણમાં નિબંધ અને મોટા થઇને વિજ્ઞાનના પુસ્તકોમાં તેને જરૂરથી વાંચ્યા હશે, પરંતુ તેમ છતાં તેના અંગે તમારી પાસે અધુરી જાણકારી હશે. અમે તમારા માટે એ તથ્ય લઇને આવ્યા છીએ, જે કદાચ જ તમે જાણતા હશો.

ELEPHANT FAMILY

WILD REPUBLIC

જાણો કેટલીક અન્ય રસપ્રદ માહિતી

હાથીની મુખ્ય 2 પ્રજાતિ છે, એક એશિયન હાથી અને આફ્રિકન હાથી આફ્રિકી હાથીની ઉંચાઈ 3 થી 4 મીટર અને વજન 8000 કિલોગ્રામ સુધી નું હોય છે જયારે એશિયન હાથી સરેરાશ 3.5 મીટર નો અને 5500 કિલોગ્રામ વજન નો હોય છે.એશિયન હાથીને આસાનીથી પાળી શકાય છે જયારે આફ્રિકન હાથીને આસાનીથી પાળી શકતો નથી.આફ્રિકન હાથી માં નર અને માદા બંને ને દંત શુળ હોય છે જયારે એશિયન જાતના માત્ર નર હાથી ને જ દંત શુળ હોય છે.પરંતુ તેમાં પણ કેટલાક એવા નર છે કે જેમને દંત શુળ નથી હોતી.ભારતમાં આવા હાથીને મકના કહે છે.દંત શૂળની લંબાઈનો વર્લ્ડ રેકોર્ડ 3.5 મીટરનો છે.

જન્મના 20 મિનિટ બાદથી જ હાથીનું બાળક ઊભુ થઇ જાય

BABY ELEPHANT

જન્મના 20 મિનિટ બાદથી જ હાથીનું બાળક ઊભુ થઇ જાય છે. હાથી દિવસભરમાં 150 કિલો જમવાનું ખાઇ શકે છે. વજનની વાત કરીએ તો હાથીનું વજન 5 હજાર કિલો સુધી હોઇ શકે છે. હાથી સાથેના સંઘર્ષમાં 500 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે.

હાથી કાન કેમ હલાવે છે?

તમે હંમેશા જોયુ હશે કે હાથી દિવસભર પોતાના કાન હલાવતા રહે છે, શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આવું કેમ? ખરા અર્થમાં હાથી પોતાના વિશાળકાય શરીરને ગરમીને કાન થકી બહાર ફેંકે છે. આ કામ હાથીના કાનોની કોશિકાઓ કરે છે. આ જ કારણ છે કે આફ્રિકાના હાથીઓના કાન ઘણા મોટા હોય છે, કારણ કે ત્યાં ગરમી વધારે પડે છે.હાથીના કાન શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે. પરંતુ આફ્રિકન હાથી બીજા હાથીને સંદેશો આપવા પણ કાન હલાવે છે.

હાથી માણસની ગંધ દોઢેક કિલોમીટર દુર થી પારખી શકે

ELEPHANT

VOLUNTER WORLD

હાથી માટે લેટીન શબ્દ pachyderm છે અહી pechy =જાડું અને derm =ચામડી. હાથી ની ચામડી 3 સેમી જાડી હોય છે અને વજન મોટે ભાગે 1000 કિલોગ્રામ જેટલું હોય છે.હાથી ની સુંઢ સરેરાશ 1.5 મીટર લાંબી અને વજન આશરે 130 કિલોગ્રામ હોય છે.હાથી પોતાની સુંઢ વડે 250 કિલોનું લાકડું સરળતાથી ઊંચકી શકે છે હાથી સુંઢ વડે પાણી ભરીને મો વડે પીએ છે જેમાં એક ઘૂંટડા માં લગભગ 10 લીટર પાણીનો જથ્થો હોય છે. હાથીની સુંઢ તેના માટે નાક પણ છે. જો પવન અનુકુળ હોય તો હાથી માણસની ગંધ દોઢેક કિલોમીટર દુર થી પારખી શકે છે.

આ પણ વાંચો : એશિયાટિક સિંહ વિશ્વ પ્રસિદ્ધ હોવાનો ભારતને ગર્વ

હાથી એક જ એવું પ્રાણી છે જે લેશમાત્ર કુદકો મારી શકતું નથી.તેમજ ઝડપથી દોડી પણ શકતું નથી મતલબ કે રવાલ ચાલ ચાલી શકતું નથી.આમ છતાં પણ હાથીની દોડ નો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધીનો હોય છે.પરંતુ આ ઝડપ થોડા સમય પુરતી જ હોય છે બાકી નોર્મલ ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક હોય છે.એક પુખ્ત વયના હાથીને રોજ સરેરાશ 100 કિલોગ્રામ લીલો ચારો અને 100 થી 150 લીટર પાણી જોઈએ આ પુરવઠો મેળવવા હાથીનું આખું ટોળું લગભગ 250 ચોરસ કિલોમીટર ના વિસ્તારમાં સતત ફરતું રહે છે.આ ઉપરાંત ઘણા કિલોમીટરનો ઋતુપ્રવાસ પણ કરે છે.

ઊભા ઊભા જ ઉંઘ ખેંચી લે

ELEPHANT

PBS

હાથી બહુ ઉંઘ લેતા નથી. રાત્રે ઊભા ઊભા જ ઉંઘ ખેંચી લે છે. થી એક દિવસમાં ૩૦૦ લીટર જેટલું પાણી પીએ છે.હાથી પાણીની ગંધ ૩ કિલોમીટર દૂરથી પારખી શકે છે.હાથીની સૂંઢમાં હાડકાં હોતા નથી પરંતુ દોઢ લાખ જેટલા સ્નાયુઓ હોય છે. તેની ચામડી એક ઇંચ જાડી હોય છે.હાથીની સૂંઢના છેડે આંગળી જેવો બહાર નીકળેલો અવયવ હોય છે તેના દ્વારા તે ખંજવાળી શકે છે અને આંખો સાફ કરે છે. હાથીની સૂંઢના સ્નાયુઓ સંવેદનશીલ હોય છે. હાથી સૂંઢ વડે જમીન પર પડેલી સોય પણ ઉપાડી શકે છે. હાથી પાણીમાં લાંબા અંતર સુધી તરી શકે છે.

હાથી દાંત માટે હાથીની આડે ધડ અને બેફામ કતલ કરવામાં આવે છે.કાનૂની પ્રતિબંધ હોવા છતાં આવી પ્રવૃત્તિ સંપૂર્ણ પણે અટકી નથી.દર વર્ષે લગભગ 4000 હાથીઓનો શિકાર કરવામાં આવે છે.શિકારીઓને હાથી દાંત ની આંતર રાષ્ટ્રીય બજાર માં 150 ડોલર સુધીની કિંમત મળી રહે છે.આ ભાવ કિલોગ્રામ નો છે જયારે હાથીનો દાંત એવરેજ 45 કિલોગ્રામ નો હોય છે.મિત્રો કુદરતની આવી અનમોલ રચનાને આપણે સંવર્ધન કરવું જોઈએ,નહિ કે શિકાર. જો હાથીઓ ના શિકારને હજુ પણ રોકવામાં નહિ આવે તો આવનારી પેઢી માટે હાથી માત્ર પુસ્તક પૂરતા સીમિત રહી જશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment