અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આજે રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (Gujarat)માં કમોસમી વરસાદની સંભાવના છે. જણાવી દઇએ કે, દરિયામાં લો-પ્રેશર સક્રિય થતા રાજયમાં કમોસમી વરસાદનું સંકટ વધ્યું છે. રાજ્યના સુરત, વલસાડ, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે.
Gujarat માં ઠંડીએ જોર પકડ્યું
હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર તથા ડીસામાં ઠંડીએ જોર પકડ્યુ છે. ઠંડો પવન ફૂંકાતા લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. ત્યારે આગામી દિવસોમાં હજુ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી નીચે જઈ શકે છે.
આ પણ વાંચો: રાજ્યના આ વિસ્તારોમાં માવઠાંની આગાહી, ઠંડીમાં થશે વધારો
Gujarat માં ક્યા સુધી છે માવઠાની આગાહી
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાની સંભાવના છે. તો હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરી છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4