આગામી વર્ષ 2022 માં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી પણ યુપીની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. તેઓ ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાની પ્રક્રિયામાં છે. જો કે, તેઓ ભીમ આર્મીના સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ સાથે પણ હાથ મિલાવી શકે છે.
ઓવૈસીએ ચંદ્રશેખર સાથે કરી મુલાકાત
AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ચંદ્ર શેખર આઝાદ સાથે મુલાકાત કરી છે. ત્યારે રાજકીય નિષ્ણાતોના મત અનુસાર ઓવૈસી વિધાનસભાની ચૂંટણીમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ સાથે હાથ મિલાવી શકે છે. દલિત મતોને ધ્યાનમાં રાખીને ઓવૈસી આ મોટો નિર્ણય લઈ શકે છે. હાલ આ બંને નેતાઓની મુલાકાતને લઈને આ અટકળો તેજ પણ થઈ ગઈ છે. આ બેઠકમાં ભારતીય સમાજ પાર્ટીના નેતા ઓમ પ્રકાશ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:છત્તીસગઢમાં બઘેલને સીએમ પદ પરથી હટાવવાથી કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલીઓ
ગઠબંધન કે અન્ય કોઈ વ્યૂહરચના?
ચંદ્રશેખર આઝાદ અને ઓવૈસી વચ્ચે થયેલ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ AIMIM ના વડા ચૂંટણીના વાતાવરણ દરમિયાન ચંદ્રશેખરને મળ્યા છે, તેને જોતાં જુદા જુદા રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ચંદ્રશેખરની પાર્ટી આ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભરખવાની છે. ત્યારે બસપા પ્રમુખ માયાવતી અને અખિલેશે તેમની સાથે હાથ મિલવવામાં કોઈ રસ દાખવ્યો નથી. અને પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડતા ભીમ આર્મીને પણ યુપીમાં કોઈના ટેકાની જરૂર છે. ત્યારે ટેકો મેળવવા માટે ચંદ્રશેખર અસદુદ્દીન ઓવૈસી સાથે કોઈ કરાર કરે તો નવાઈ નહીં.
માયાવતી માટે ખતરો?
ચંદ્રશેખર આઝાદ અને ઓવૈસીએ ચૂંટણીના માહોલ વચ્ચે બેઠક યોજી છે. ત્યારે જો આગામી વર્ષ 2022 માં ઉત્તરપ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં આ બંને નેતાઓ હાથ મિલાવીને ચૂંટણી લડશે તો તેનાથી સૌથી મોટું નુકશાન માયાવતીની પાર્ટી બસપા ને થઈ શકે છે. ચંદ્રશેખ આઝાદ દલિત સમાજમાં ખૂબ સારું એવું વર્ચસ્વ ધરાવે છે. અને ઓવૈસીની પાર્ટી AIMIM મુસ્લિમ મતોને પોતાની તરફ ખેંચી શકે છે. આમ સીધા મુસ્લિમ મત સાથે દલિત સમુદાયને આકર્ષવાનો પ્રયાસ થઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં દલિત અને મુસ્લિમ આ બંને સમુદાય ખૂબ મોત પ્રમાણમાં મતદારો છે. અને આ બંને સમુદાય બસપની કોર વૉટ બેંક છે. તેવામાં જો આ બંને નેતાઓ સાથે મળીને ચૂંટણી લડશે તો માયાવતીની પાર્ટી બસપા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
— Asaduddin Owaisi (@asadowaisi) August 27, 2021
બસપા પોતાનું ધ્યાન દલિત-બ્રાહ્મણ મતો પર કેન્દ્રિત કરી રહ્યું છે
દલિતોની પાર્ટી તરીકે ઓળખાતી બસપા આગામી વિધાનસભાની ચૂંટણીમાં બ્રાહ્મણ સમુદાયને પોતાની તરફ આકર્ષવા માટે વિવિધ સંમેલનો કરી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં બ્રાહ્મણોને પાર્ટીમાં જોડવાની જવાબદારી પાર્ટીના મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાને સોંપવામાં આવી છે. આમ આગામી વિધાનસભાની ચૂંટણીમાં બસપા પોતાનું ધ્યાન દલિત-બ્રાહ્મણ મતો પર કેન્દ્રિત કરી રહી છે. તેથી જો ઓવૈસી ભીમ આર્મી સાથે કોઈ જોડાણ કરશે તો બસપા માટે પણ રાજકીય સમીકરણો બદલાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષ 2022 માં દેશના સૌથી મોત રાજ્ય ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી પણ યુપીની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. તેઓ ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાની પ્રક્રિયામાં છે. જો કે, તેઓ ભીમ આર્મીના સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ સાથે પણ હાથ મિલાવી શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4