અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના મોતના મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે (CBI)સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. તેમના મોતનો મામલો દિનપ્રતિદિન વધુ ઉગ્ર અને રહસ્મય બની રહ્યો છે. આ ઘટનાની તપાસ માટે સતત સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી હતી. આની પહેલા પણ સીએમ યોગી આદિત્યનાથએ( CM YOGI ADITYANTH ) દુઃખ વ્યક્તિ કરી કહ્યું હતું કે આરોપી વિરૃદ્ધ કડક કાર્યવાહી થશે તો સાથે જ એક એક ઘટનાનો પર્દાફાશ પણ થશે.
સીબીઆઈ તપાસ કરાવવાની ભલામણ
ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે કહ્યુ કે, પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી જીના દુખદ મૃત્યુ સાથે જોડાયેલા પ્રકરણની મુખ્યમંત્રીના આદેશ પર સીબીઆઈ તપાસ કરાવવાની ભલામણ કરવામાં આવી છે.નરેન્દ્ર ગિરીના મોતની તપાસ માટે બનેલી એસઆઈટીએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. બુધવારે સાંજે તપાસ ટીમે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ કેસમાં નામજોગ આરોપી આનંદ ગિરી સિવાય મંદિરમાંથી કાઢી મુકવામાં આવેલા પુજારીને પણ આરોપી બનાવવામાં આવી રહ્યા છે. આ સિવાય કોલ ડિટેલ અને નિવેદનોના આધાર પર કેસમાં સામેલ અન્ય આરોપી પણ પ્રકાશમાં આવી શકે છે.
આ પણ જુઓ : લોકોની વ્હારે આવ્યા કોમેડિયન “ખજૂર “
પુજારીના પુત્ર સંદીપની પણ ધરપકડ
તો પોલીસે આદ્યા તિવારીના પુત્ર સંદીપ તિવારીની પણ ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે બુધવારે પ્રયાગરાજની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટે આનંદ ગિરી અને સંગત કિનારા પર સ્થિત મોટા હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારીને 14 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. કોર્ટમાં રજૂ કરતા પહેલા તેનું મેડિકલ કરાવવામાં આવ્યું હું. ઘટનાની તપાસ માટે રચાયેલી એસઆઈટી આ કેસમાં અત્યાર સુધી ભેગા કરેલા પૂરાવા સાથે સીજેએમ કોર્ટ પહોંચી હતી. કોર્ટ પરિસરમાં આનંદ ગિરી અને આદ્યા તિવારીની સાથે નરેન્દ્ર ગિરીના સમર્થકોમાં મારામારી પણ થઈ હતી.
કથિત સ્યુસાઇડ નોટમાં ત્રણેય પર માનસિક ત્રાસનો આરોપ લગાવવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર ગિરીની કથિત સુસાઈડ નોટમાં આનંદ ગિરી, આદ્યા તિવારી અને સંદીપ તિવારી પર માનસિક ત્રાસ અને બ્લેકમેલ કરવાનો આરોપ હતો. નરેન્દ્ર ગિરીએ પોલીસ અને વહીવટી અધિકારીઓ પાસેથી આ ત્રણેય સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ યુપી પોલીસે હરિદ્વારથી આનંદ ગિરીની અટકાયત કરી હતી.
આનંદ ગિરી કહ્યુ- જીવ પર ખતરો
વકીલ વિજય દ્વિવેદીએ જણાવ્યુ કે આનંદ ગિરીએ આજે કોર્ટમાં પોતાના પર જીવલેણ હુમલો થવાની આશંકા વ્યક્ત કરી છે. કાલે કોર્ટમાં રજૂ કરવા સમયે આનંદ ગિરીની જેલમાં સુરક્ષા વધારવાની અરજી દાખલ કરવામાં આવી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt