Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝઆખરે રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડ્રાને લખીમપુર જવાની મંજૂરી મળી

આખરે રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડ્રાને લખીમપુર જવાની મંજૂરી મળી

Lakhimpur
Share Now

લખીમપુર (Lakhimpur )ખીરી કાંડ પર રાજકીય ઉથલપાથલ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે યોગી સરકારે રાજકીય પક્ષોને લખીમપુર ખીરી જવાની મંજૂરી આપી છે. કોઇ પણ પક્ષના 5-5 લોકો લખીમપુર જઇ શકે છે. તેવામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને તેની સાથે 5 લોકો લખીમપુર જઇ શકશે. આ સિવાય આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પણ પાંચ લોકો સાથે લખીમપુર જઇ શકે છે, તેને પણ મંજૂરી મળી ગઇ છે.

Lakhimpur જવાની રાહુલ ગાંધીને મંજૂરી મળી

લખીમપુર જવાની મંજૂરી મળ્યા બાદ હવે રાહુલ ગાંધી સહિત 5 લોકો બે પીડિત પરિવારને મળશે. તે સમયે કોઇ પણ સભા સંબોધવાની મંજૂરી નહીં મળે. એડીજી, પ્રશાંત કુમારે જણાવ્યું કે, શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા, જેને હવે હટાવી દેવામાં આવ્યા છે. હવે રાજકીય પક્ષો લખીમપુર જઇ શકશે.

આ પણ વાંચો: પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પાછળથી કઇ રીતે ગાડી ચડાવી દીધી!

ઘટના શું હતી?

આ પહેલા રવિવારે લખીમપુરમાં 4 ખેડૂત સહિત 8 લોકોના મોત નિપજ્યા બાદ તંત્રએ લખીમપુર ખીરીમાં કલમ 144 લાગુ કરી હતી. કિસાન સંગઠનો સિવાય કોઇ પણ પક્ષના નેતાને ત્યાં જવાની મંજૂરી આપવામાં આવતી નહતી. પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, સંજય સિંહ આદિએ લખીમપુર જવાની કોશિશ કરી હતી. પરંતુ તેને અલગ-અલગ સ્થાનો પરથી અટકાયત કરવામાં આવી હતી. બાદમાં પ્રિયંકાને સીતાપુરમાં જ ધરપકડ કરી અને રાખવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધી લખનૌથી Lakhimpur જવાના હતા

આજે રાહુલ ગાંધીના લખીમપુર જવાની જાહેરાત બાદ લખનૌમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી હતી. હકીકતમાં રાહુલ લખીમપુર જવા માટે દિલ્હીથી લખનૌની ફ્લાઇટમાં રવાના થયા હતા. લખનૌથી તેમને લખીમપુર જવાની વાત કહી હતી. જો કે તંત્રએ કહ્યું કે, રાહુલને લખનૌથી આગળ નહીં જવા દઇએ. પરંતુ હવે રાહુલ ગાંધીને લખનૌમાં રોકવામાં નહીં આવે. આ પહેલા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતુ કે, કલમ 144 નું ઉલ્લંઘન ત્યાં સુધી હોય જ્યાં 5 લોકોથી વધુને લઇ લખીમપુર જઇ રહ્યાં હોય. પરંતુ તે તો બે લોકો સાથે લખીમપુર જવા માગે છે.

ચોરીનો પોલીસે મુંબઈ જઈ ભેદ ઉકેલ્યો જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment