Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝPM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

pm modi and up cm got threthans
Share Now

દેશનાં સૌથી લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રવિવારે એક વ્યક્તિના ટ્વિટર એકાઉન્ટથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ કથિત ધમકી બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

ટ્વિટર પર મળી ધમકી

DCP (ક્રાઈમ) પ્રમોદકુમાર તિવારીએ જણાવ્યું કે આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અમને UP-112 (પોલીસ હેલ્પલાઈન) દ્વારા તેની સૂચના મળી. કોઈએ ટ્વિટર પર શરારત કરી છે.

ધમકી આપનારાનું એકાઉન્ટ ફેક હોવાની શક્યતા

ટ્વિટર પર ધમકી આપનારા વ્યક્તિનું નામ પૂછવામાં આવતા પ્રમોદ તિવારીએ આશંકા વ્યક્ત કરી કે શક્ય છે કે ફ્રોડ અને ખોટા નામનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ટ્વિટર એકાઉન્ટથી ધમકી આપવામાં આવી હોય. આથી જ્યાં સુધી તપાસ ન કરાય અને મજાક કરનારાનું અસલ નામ સરનામું ખબર ન પડી જાય ત્યાં સુધી કોઈનું નામ લેવું યોગ્ય નથી. પોલીસે આ મામલે ટ્વિટર પાસે જાણકારી માંગી છે.

ધમકી આપનાર વ્યક્તિની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે

દિવાળીનાં દિવસે 112 કંટ્રોલ રૂમનાં ટ્વિટર હેન્ડલ પર દીપક શર્મા નામનાં એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો હતો. જેમાં PM અને CM પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હોવાનું લખવામાં આવ્યું છે. ટ્વીટમાં અન્ય કેટલાક વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેસીપી ક્રાઈમ નિલાબ્જા ચૌધરીનાં જણાવ્યા અનુસાર, ધમકીભર્યું ટ્વીટ મોકલનાર ટ્વિટર હેન્ડલ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેસીપીનાં જણાવ્યા અનુસાર, ધમકી આપનાર વ્યક્તિની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો : Chhattisgarh: સુકમા કેમ્પમાં CRPFના જવાને સાથી જવાનો પર કર્યું ફાયરિંગ, 4 જવાન શહીદ, 3 ઘાયલ

આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અરાજક તત્વો તરફથી ધમકી મળી હોય. PM અને CM સિવાય ભાજપનાં અન્ય નેતાઓને પણ ધમકીભર્યા પત્રો અને સંદેશાઓ મળી રહ્યા છે. આ પહેલા યુપીનાં ઉન્નાવથી ભાજપ સાંસદ સાક્ષી મહારાજને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે.

અગાઉ પણ મળી હતી ધમકી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને અગાઉ પણ અનેકવાર ધમકી સાથે સાથે સોશિયલ મીડિયા પર આપત્તિજનક કમેન્ટ થઈ ચૂક્યા છે. જેના પર પોલીસે કેસ દાખલ કરવાની સાથે સાથે અનેક આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલ્યા છે.

ઓક્ટોબરનાં અંતમાં યુપીનાં 46 રેલ્વે સ્ટેશનોને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા ધમકી આપવામાં આવી હતી. 46 સ્ટેશનમાં હરિદ્વાર, અયોધ્યા અને વારાણસી જેવા તીર્થસ્થાનોનો પણ સમાવેશ થાય છે. બાતમી અલર્ટ મળ્યા બાદ રેલ્વે વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. PDDU જંક્શન, વારાણસી કેન્ટ સ્ટેશન સહિત અન્ય સ્ટેશનો પર તકેદારી વધારવામાં આવી હતી. લશ્કર-એ-તૈયબાએ યુપીમાં વારાણસી, ગોરખપુર, લખનઉ, પ્રયાગરાજ, કાનપુર સહિત 46 રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment