Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeએન્ટરટેઈન્મેન્ટથિયેટર્સ ખૂલતાની સાથે જ આ બ્લોકબસ્ટર ફિલ્મોની લાગશે લાઈન

થિયેટર્સ ખૂલતાની સાથે જ આ બ્લોકબસ્ટર ફિલ્મોની લાગશે લાઈન

Upcoming Bollywood Movie
Share Now

મહારાષ્ટ્ર સરકારે શનિવારે 22 ઓક્ટોબરથી બધા જ થિયેટર્સ ખોલવાની વાત કરી છે. આ નિર્ણય ડાયરેક્ટર રોહિત શેટ્ટી સાથે ઘણી મીટિંગ્સ બાદ લેવામાં આવ્યો છે. જોકે, રોહિત શેટ્ટીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને સિનેમાં હોલ ખોલવાની અપીલ કરી હતી. ત્યારબાદ Upcoming Bollywood Movie ની એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. 

થિયેટર્સ ખુલવાના સમાચાર મળતા જ રોહિત શેટ્ટીએ ફિલ્મ ‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટની એનાઉન્સમેન્ટ કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કેટરીના કેફ, અજય દેવગણ અને રણવીર સિંહ જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર થિયેટર્સમાં રિલીઝ થશે.

જ્યારથી રોહિત શેટ્ટીએ તેની ફિલ્મની રિલીઝ ડેટ (Upcoming Bollywood Movie ) ની એનાઉન્સમેન્ટ કરી છે. ત્યારબાદ હરોળમાં ફિલ્મોની રિલીઝ ડેટ સામે આવવા લાગી છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફિલ્મ રિલીઝ કેલેન્ડર પર એક નજર કરવામાં આવે તો 2021-2022માં ઘણી ફિલ્મો રિલીઝ થશે જે લોકડાઉનના લીધે સ્થગિત થઈ ગઈ હતી. તેમાં આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’, અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતૂ’ અને ટાઈગર શ્રોફની ‘ગણપથ’ પણ સામેલ છે. આવો નજર કરીએ આ ફિલ્મોની રિલીઝ ડેટ પર…

આ પણ વાંચોઃ- Ranbir Kapoor ના જન્મદિવસ નિમિતે જાણો તેની જિંદગીના અવનવા કિસ્સા

Upcoming Bollywood Movie list

  1. સૂર્યવંશી, નો મીન્સ નો- 5 નવેમ્બર 2021
  2. બંટી ઓર બબલી2 – 19 નવેમ્બર 2021
  3. સત્યમેવ જયતે 2 – 26 નવેમ્બર 2021
  4. તડપ – 3 ડિસેમ્બર 2021
  5. ચંડીગઢ કરે આશિકી – 10 ડિસેમ્બર 2021
  6. 83, પુષ્પા પાર્ટ 1 – 24 ડિસેમ્બર 2021
  7. જર્સી- 31 ડિસેમ્બર 2021
  8. રાધે શ્યામ- 14 જાન્યુઆરી 2022
  9. પૃથ્વીરાજ- 21 જાન્યુઆરી 2022
  10. લાલ સિંહ ચઢ્ઢા, જ્યેશભાઈ જોરદાર – 25 ફેબ્રુઆરી 2022
  11. બચ્ચન પાંડે – 4 માર્ચ 2022
  12. શમશેરા- 18 માર્ચ 2022
  13. ભૂલ ભુલૈયા 2 -25 માર્ચ 2022
  14. કેજીએફ 2 – 14 એપ્રિલ 2022
  15. મેડે – 29 એપ્રિલ 2022
  16. હીરોપંતી 2- 6 મે 2022
  17. રક્ષાબંધન, આદિપુરુષ – 11 ઓગસ્ટ 2022
  18. વિક્રમ વેધા રીમેક – 30 સપ્ટેમ્બર 2022
  19. રામ સેતૂ- 25 ઓક્ટોબર 2022
  20. ગણપથ- 23 ડિસેમ્બર 2022

ઉલ્લેખનિય છે કે, રવિવારે સવારે યશ રાજ ફિલ્મમાંથી આદિત્ય ચોપરાએ ‘બંટી ઓર બબલી’, ‘પૃથ્વીરાજ’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘શમશેરા’ ફિલ્મની રિલીઝ ડેટ એનાઉન્સ કરવામાં આવી હતી. આદિત્ય ચોપરા આ વર્ષની ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. નોંધનિય છે કે, આવતા વર્ષે તે ફાઈનાન્શિયલ યરમાં બીજા ફેઝની ફિલ્મો રિલીઝ કરશે. યશ રાઝ ફિલ્મ બાદ સાજીદ નડિયાદવાળાએ પણ તેની ફિલ્મની રિલીઝ ડેટ જણાવી છે. તે સાથે જ તેણે જણાવ્યું છે કે, કાર્તિક આર્યન અને કિયારા અડવાણી પર એક લવ સ્ટોરી ફિલ્મ બનશે, જેનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment