Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટમજાની લાઇફ: એ ગુજ્જુ જેણે બિલાડી માટે બનાવી દીધુ 5 સ્ટાર કેટ ગાર્ડન

મજાની લાઇફ: એ ગુજ્જુ જેણે બિલાડી માટે બનાવી દીધુ 5 સ્ટાર કેટ ગાર્ડન

Cat
Share Now

ગુજરાતના કચ્છની આજે વાત કરીશું, જેમાં ઉપેન્દ્ર ગોસ્વામીએ (Upendra Goswami) પોતાનો જીવદયા પ્રેમ દેખાડ્યો છે, ઘણા લોકોને કુતરા અને પાલતુ બિલાડી, સસલાં, કબુતર અને કાચબા પાડવાનો શોખ હોય છે, પણ તે પ્રાણીઓને રાખ્યા પછી જેલી સંભાળ કુતરા (Dog) અને બિલાડીની (Cat) રાખવી જોઇએ, તેટલી રાખી શકતા નથી. પણ અમે આજે તમને મળાવીશુ કચ્છના ઉપેન્દ્ર ગોસ્વામીએ પોતાનો બિલાડી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.  

કચ્છના ઉપેન્દ્ર ગોસ્વામીએ બિલાડીઓ માટે 500 ચોરસ યાર્ડનો બગીચો ઉભો કર્યો છે, એજન્ટ ઉપેન્દ્ર ગોસ્વામીએ કચ્છના ગાંધીધામ શહેરમાં રહે છે, તેમણે 2017 માં એક કેટ ગાર્ડન બનાવ્યું હતું જેમાં 200 થી વધુ બિલાડીઓ રહે છે. ગોસ્વામીની પત્ની એક શાળાની આચાર્ય છે અને બિલાડીના ઘરની સંભાળ રાખવામાં પણ તેના પતિને મદદ કરે છે.

Man spends around ₹1 lakh per month to raise 200 cats in AC rooms,

Image Courtsey :ANI

શા માટે બનાવ્યુ બિલાડી માટે ઘર (”Cat Garden” )?

ગોસ્વામીજી પોતાની બહેનનો જન્મદિવસની ઉજવણી કરે છે, એકવાર થયુ એવુ કે, તેમના બહેનના મૃત્યુ બાદ એક બિલાડી ઘરમાં આવી ગઇ અને પછી કેક ખાઇ ગઇ,

તે બિલાડી ત્યારથી જ ગોસ્વામી સાથે ઘરમાં જ રહે છે, પરિવાર બિલાડીને ઘરની સભ્યની જેમ રાખે છે, તે 1994 થી ઘરમાં બિલાડીઓ રાખી રહ્યાં છે, પણ ઘર 2017 માં બનાવ્યો.

  • બિલાડીના ઘરમાં સુવિધાઓ પણ છે
  • ચાર એસી રૂમ અને 12 પથારી સાથે 16 કોટેજ
  • બિલાડીઓ માટે શાવર અને એક મીની થિયેટર
  • જ્યાં બિલાડીઓ સાંજે પ્રાણીઓના શો જુએ છે.
  • બિલાડીઓને દિવસમાં ત્રણ વખત ખાવાનું આપવામાં આવે છે
  •  બિલાડીઓ પાછળ 1.5 લાખ રૂપિયાના ખર્ચન થાય છે

બિલાડીના ઘરની જાળવણી માટે જરૂરી 1.5 લાખ રૂપિયાના ખર્ચનો 90% દંપતી પોતે ભોગવે છે. આને કહેવાય સાચા પશુ પ્રેમી. કહેવત છેને કે માનવી માનવ થાય તો સારુ જે ખરેખર આ ગુજરાતીએ સાબિત કરી છે. 

 

આ પણ વાંચો: સુરતીઓની આર્યુવેદિક મિઠાઇ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment