ઉપલેટાના વિસ્ફોટ (Upleta Blast)નું રહસ્ય ખુલ્યું છે. જેમાં ફેરિયા ભંગારમાં આર્મી (Army)ના રોકેટ લોન્ચરના ફાયરિંગ સેલ લાવ્યા હતા. FSL નો રિપોર્ટ આવતા રોકેટ લોન્ચર (Rocket launcher)ના ફાયરિંગ સેલ (Firing cell)લાવનાર દ્વારકા જિલ્લાના મોહન જાદવ અને ખરીદનાર ભંગારના ડેલાના માલિક તોફીક ડોસાણી સામે ગુનો દાખલ કરવાામં આવ્યો છે.
ઉપલેટ વિસ્ફોટ (Upleta Blast)નું રહસ્ય ખુલ્યું
રાજકોટ જિલ્લાના ઉપલેટા (Upleta)માં થયેલા ભેદી વિસ્ફોટનું રહસ્ય ખુલ્યું છે. ફેરિયા ભંગારમાં આર્મીના રોકેટ લોન્ચરના ફાયરિંગ સેલ લાવ્યા હતા. જેમાં ગેસ કટરની અગ્નિ લાગતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બાબતે FSL નો રિપોર્ટ આવતા રોકેટ લોન્ચરના ફાયરિંગ સેલ લાવનાર દ્વારકા જિલ્લાના મોહન જાદવ અને ખરીદનાર ભંગારની દુકાનના માલિક તોફીક સામે ગુનો દાખલ થયો છે. સમગ્ર બાબતે હાલ બન્ને આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ઉપલેટાના કટલેરી બજારમાં બ્લાસ્ટ, 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત
બે લોકોના મોત નિપજ્યા હતા
જણાવી દઇએ કે ભંગારમાં આવેલી સામગ્રી તોડતી વખતે બ્લાસ્ટ થતા રજાકભાઈ કાણા અને તેના પુત્ર રઈશ કાણાનું મોત નીપજ્યું હતું. જ્યારે ભંગારના ડેલામાં રહેલા અન્ય ત્રણ વ્યકિતઓ દુર કામ કરી રહ્યા હોવાથી તેમનો બચાવ થયો હતો. આ સમગ્ર અંગે પોલીસે (Police)જણાવ્યું હતુ કે, તે આર્મીના પ્રતિબંધિત વિસ્તારમાંથી રોકેટ લોંચરના ફાયરિંગ સેલ ભંગાર માટે ફેરિયા લઈ આપી ગયા હોવાનું આરોપીઓ કહી રહ્યાં છે.
ઉપલેટા વિસ્ફોટ (Upleta Blast)મામલે કાર્યવાહી હાથ ધરી
ઉલ્લેખનિય છે કે ઝડપાયેલો મોહન આ રોકેટ લોન્ચર (Rocket launcher)ના ફાયરિંગ સેલ (Firing cell)લાવ્યો હતો જેને તોફિક ડોસાણીએ ખરીદ્યા હતા અને પોતાના ભંગારના ડેલામાં રાખ્યા હતા. જેથી બન્ને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ છે અને સમગ્ર બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉપલેટાના બ્લાસ્ટનું રહસ્ય ખુલ્યું જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4