Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝUttar Pradesh: UPTET પરીક્ષાનું પેપર વોટ્સએપ પર લીક થયું, પરીક્ષા રદ

Uttar Pradesh: UPTET પરીક્ષાનું પેપર વોટ્સએપ પર લીક થયું, પરીક્ષા રદ

UPTET
Share Now

ઉત્તર પ્રદેશમાં આજે રવિવારે લેવાનારી યુપીટેટ (UPTET) પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. આજે રવિવારે પેપર લેવાય તે પહેલાં જ પેપર ફૂટી જતાં પરીક્ષાને રદ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તર પ્રદેશમાં શિક્ષક યોગ્યતા પરીક્ષા એટલે કે UPTETનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર લીક થઈ ગયું હતું. પેપર-1 સવારે 10 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી અને પેપર-2 બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લેવાનાર હતું.

UPTET નું પેપર લીક થતાની સાથે જ…

પેપર લીક થવાના સમાચાર સામે આવતાં જ STFએ સમગ્ર રાજ્યમાં તપાસ શરૂ કરી દીધી છે. તપાસમાં પ્રયાગરાજ, મેરઠ અને ગાઝિયાબાદમાંથી ઘણા લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે આ UPTETની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે અને પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: હિન્દુ વગર ભારત નહીં અને ભારત વગર હિન્દુ નહીં: મોહન ભાગવત

UPTETની આજે રવિવારે યોજાનાર પરીક્ષામાં પેપર-1 ધોરણ 1 થી 5 માટે સવારે 10.30 થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનાર હતું. જ્યારે ધોરણ 6 થી 8 માટે પેપર-2ની પરીક્ષા બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાનાર હતી. આ પરીક્ષામાં રાજ્યના 13,52,086 ઉમેદવારો બેસવાના હતા.

NSUI એ કુલપતિને પહેરાવ્યો પૈસાનો હાર જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment