ઉર્ફી જાવેદે(Urfi Javed latest Controversy) એક મોટો ખુલાસો કર્યો છે કે મુસ્લિમ પુરુષ સાથે ક્યારેય લગ્ન નહીં કરે “હું ઇસ્લામમાં માનતી નથી, તેઓ તમામ મહિલાઓને નિયંત્રિત કરવા માંગે છે.
બિગ બોસ ઓટીટી કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદે ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ધર્મથી પોતે મુસ્લિમ અભિનેત્રી ઉર્ફી કહે છે કે તે ક્યારેય તે સમુદાયના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરશે નહીં. આટલું જ નહીં તેના ધર્મના લીધે ટ્રોલ કરનારાઓ તેને ટાર્ગેટ કરે છે.
જેમ કે બધા જાણે છે, ઉર્ફી પોતાના કપડા જાતે ડિઝાઇન કરે છે. સાદા ટી-શર્ટથી માંડીને પડદાના ટુકડા સુધી, તે કોઈપણ વસ્તુને ફેશનિસ્ટા એન્સેમ્બલમાં બદલી શકે છે. દરરોજ તે સ્ટાઇલિશ લુક આપે છે અને તેના માટે પણ ટ્રોલ થાય છે.
ક્યારે મુસ્લિમ યુવક સાથે લગ્ન નહીં કરે Urfi Javed
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ઉર્ફી જાવેદે(Urfi Javed latest Controversy) કહ્યું હતું કે તે ક્યારેય મુસ્લિમ પુરુષ સાથે લગ્ન નહીં કરે. તેણે કહ્યું “હું એક મુસ્લિમ છોકરી છું. મને જે નફરતની ટિપ્પણીઓ મળે છે તેમાંથી મોટાભાગની મુસ્લિમ લોકોની છે. તેઓ કહે છે કે હું ઇસ્લામની છબીને બદનામ કરી રહી છું.”
જુઓ વિડીયો: એક મેસેજથી શરૂ થઈ સુષ્મિતા સેનની લવસ્ટોરી
ઇસ્લામ સ્ત્રીઓની નિયંત્રિત કરવા માંગે છે: ઉર્ફી
“તેઓ મને નફરત કરે છે કારણ કે મુસ્લિમ પુરુષો ઈચ્છે છે કે તેમની સ્ત્રીઓ ચોક્કસ રીતે વર્તે. તેઓ સમુદાયની તમામ મહિલાઓને નિયંત્રિત કરવા માંગે છે. આ કારણે હું ઇસ્લામમાં માનતી નથી. તેઓ મને ટ્રોલ કરે છે તેનું કારણ એ છે કે હું મારા ધર્મ અનુસાર મારાથી જે રીતે અપેક્ષા રાખે છે તે રીતે હું વર્તતી નથી.” ઉર્ફી એ ઉમેર્યું.
ઉર્ફી જાવેદે આગળ કહ્યું, ‘હું ક્યારેય કોઈ મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહીં કરું. હું ઈસ્લામમાં માનતી નથી અને હું કોઈ ધર્મનું પાલન કરતી નથી.” એટલું જ નહીં, ઉર્ફીએ એ પણ ખુલાસો કર્યો કે જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે તેના પિતા એ તેને અને પરિવારને છોડી દીધા હતા.
પિતા એ છોડી દીધો હતો પરિવાર
તેણે કહ્યું “મારા પિતા ખૂબ જ રૂઢિચુસ્ત માણસ હતા. જ્યારે હું 17 વર્ષની હતી, ત્યારે તેમણે મને અને મારા ભાઈ-બહેનોને અમારી માતા સાથે છોડી દીધા હતા. મારી માતા ખૂબ જ ધાર્મિક મહિલા છે, પરંતુ તેમણે ક્યારેય તેમનો ધર્મ અમારા પર લાદ્યો નથી. મારા ભાઈ-બહેનો ઈસ્લામનું પાલન કરે છે, પરંતુ તેઓ ક્યારેય મારા પર લાદતા નથી. આવું જ હોવું જોઈએ. તમે તમારી પત્ની અને બાળકો પર તમારો ધર્મ લાદી ન શકો. તે હૃદયથી આવવો જોઈએ, નહીં તો તમે અને અલ્લાહ બંને ખુશ નહીં થાય.”
ફિલ્મી અને ટીવી દુનિયાથી અપડેટેડ રહેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4