સોશિયલ મીડિયાથી આજકાલ લોકો સ્ટાર બનતા જઇ રહ્યા છે. ત્યારે આવી જ રીતે ગત્ત કેટલાક સમયમાં બિગ બોસ ઓટીટીની કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદ (Urfi Javed)પણ એક સેલિબ્રિટી તરીકે સ્ટાર બનીને ઉભરી આવી છે. છેલ્લા કેટલાક સમયથી ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે. આ વખતે તેને વર્ષ પુરૂ થતા પહેલા પણ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરી છે જેને જાણીને ફેન્સ પણ ચોંકી ગયા. તેણીએ લખ્યુ છે કે, એક સમયે તેના મગજમાં આત્મહત્યાના વિચારો આવતા હતા. તેણીએ પોતાની આ પોસ્ટમાં જીવનની સંઘર્ષ ગાથાની વાત કરી છે.
Urfi Javed એ કહ્યું હારની ગણતરી નથી
ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ ફોટા સાથે એક શેર કર્યા છે. આ ફોટોમાં તે હંમેશાની જેમ બ્રા અને જીન્સના અંદાજમાં જોવા મળી રહી છે. તેણીએ પોતાના ફેન્સને આ તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં એક મેસેજ પણ છોડ્યો છે. જેમાં પોતાના જીવનની સંઘર્ષ ગાથાની કહાની શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, તમે જાણો છો કે હું કેટલી વાર હારી ગઇ છું? હું તો હવે ગણતી પણ નથી.
આત્મહત્યાનો વિચાર આવતો હતો
ઉર્ફીએ કેપ્શનમાં ઉલ્લેખ કરતા લખ્યુ છે કે, જીવનમાં મને ઘણીવાર લાગતું હતું કે મુશ્કેલીમાંથી બહાર નિકળવાનો એકમાત્ર રસ્તો છે કે, હું મારી જિંદગીનો અંત કરી નાખુ, મારા જીવનમાં ખૂબ જ ખરાબ સમય આવ્યો હતો. કારકિર્દી ખતમ, ખરાબ સંબંધો અને પૈસા ન હોવાથી મને એવું લાગતું હતું કે મને જીવવાનો કોઇ અધિકાર નથી. મારી પાસે હજુ પણ વધારે પૈસા નથી. એક સારૂ કરીયર નથી અને હું સિંગલ છું, પરંતુ આશા છે.
આ પણ વાંચો: Salman Khanને ચોથા ધોરણમાં જ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, કારણ જાણીને આશ્ચર્ય થશે!
Urfi Javed એ જણાવ્યું કે તે ક્યા કારણે જીવિત છે
ઉર્ફીએ આગળ કેપ્શનમાં લખ્યું, હું ફક્ત એક કારણથી જ જીવિત છું (વિશ્વાસ કરજો જીવનમાં ઘણી પરિસ્થિતિઓ આવી છે, જેણે મને મારી નાખી હતી), કે હું રોકાઇ નહીં. હું હજુ પણ ચાલી રહી છું અને ચાલતી રહીશ. હું જ્યાં ઇચ્છું છું ત્યાં કદાચ ન પહોંચી શકું પણ હું ચોક્કસપણે તેના માર્ગ પર છું. કેટલીક વાતો વર્ષના અંત પહેલા…ઉઠો, લડો અને આગળ વધો. તમે તમારા હાલાત કરતાં પણ વધુ મજબૂત છો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4