ઘણીવાર હાથ-પગના સાંધામાં અને આંગળીઓમાં સખત દુઃખાવો થાય છે. ઘૂંટણમાં પણ તકલીફ થાય છે. આ તમામ લક્ષણો યૂરિક એસિડ (Uric Acid)ના હોઈ શકે છે. જેની અવગણના કરવાથી મોટી સમસ્યા થઈ શકે છે. ઘણીવાર હાથ,પગ અને મોઢા પર સોજા જોવા મળે છે. જે યૂરિક એસિડના વધવાને લીધે પણ થાય છે.
સમય સમય પર હેલ્થ ચેકઅપ કરાવવાથી આ તમામ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. જેનાથી યોગ્ય સમયે સારવાર કરી શકાય છે. જો થોડુ પણ યૂરિક એસિડ વધે તો ઘરમાં જ સારવાર કરી શકાય છે પણ યૂરિક એસિડનું પ્રમાણ અતિશય વધે ત્યારે ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
Uric Acid ના વધતા જતાં પ્રમાણને અટકાવવા આટલુ કરો
ડુંગળી
અલગ અલગ રીતે ડુંગળીને ભોજનમાં સામેલ કરો. તેનાથી યૂરિક એસિડ કંટ્રોલમાં રહે છે.
ખૂબ પાણી પીવો
પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવાથી ઘણી બધી સમસ્યાઓનું નિવારણ આવી જાય છે. જેમાંથી એક છે વધતુ જતુ યૂરિક એસિડ પણ.
એપ્પલ સાઈડર વિનેગર
વજન ઓછુ કરવામાં તો એપ્પલ સાઈડર વિનેગર કારગર છે જ પણ તેને તમે યૂરિક એસિડ ઓછુ કરવામાં પણ ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચોઃ- કયા પ્રકારના કેળા પોષણયુક્ત અને સ્વાસ્થ્ય માટે સારા હોય છે?
વિટામિન સી
સંતરા, આંમળા જેવા વિટામિન સી યુક્ત ફળોને પોતાના ડાયટમાં સામેલ કરો. જેનાથી એક-બે મહિનામાં જ યૂરિક એસિડ નોર્મલ થવા લાગશે
અજમો
અજમાના દરરોજ સેવનથી પણ યૂરિક એસિડને ઓછુ કરવામાં આવી શકે છે.
કેમ વધે છે યૂરિક એસિડ?
- ખોટી લાઈફસ્ટાઈલ અને ખાણી-પીણી
- ડાયબિટીઝની દવાઓના સેવનથી
- ઘણા બધા ઉપવાસ રાખવાથી
- રેડ મીટ, સી ફૂડ, મશરુમ, દાળ, રાજમા, ટામેટા, ભીંડા, પનીર, ભાતના અતિશય સેવનથી
- બ્લડ પ્રેશરની ગોળીઓ, કેન્સર ટ્રીટમેન્ટ ની દવાઓ અને પેનકિલર્સ પણ વધારે છે યૂરિક એસિડ
આ વસ્તુઓની અવગણના કરો
- આલ્કોહોલન પીવાનું ટાળો, ખાસ કરીને બીયર.
- સ્મોકિંગની આદત પણ છોડો.
- ભાત, અથાણું, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, પેક્ડ ફૂડ છે બધી રીતે હાનિકારક. તો જેટલુ ઓછુ ગ્રહણ કરો તેટલુ સારુ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4