Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeન્યૂઝઅમેરિકા અને ચીનમાં ડિફોલ્ટની આશંકા વધી, વૈશ્વિક અર્થવ્યવસ્થા ફરી તારાજી સર્જશે

અમેરિકા અને ચીનમાં ડિફોલ્ટની આશંકા વધી, વૈશ્વિક અર્થવ્યવસ્થા ફરી તારાજી સર્જશે

US China Debt Default May Jolt World Economy, Warns Gold Sachs and US FED
Share Now

નવી દિલ્હી  : વિશ્વ અર્થવ્યવસ્થા માટે કપરા ચઢાણ ઘટી જ નથી રહ્યાં. એક બાદ એક સમસ્યાઓ વૈશ્વિક ઈકોનોમીને ઘમરોળવા તૈયાર જ બેઠી છે. એવરગ્રાન્ડેની સમસ્યા હજી શમી નથી કે તરત જ અમેરિકા અને ચીનમાં ડિફોલ્ટ(US China Debt Default)નો ખતરો તોળાઈ રહ્યો છે.

US China Debt Default

US China Debt Default

એક રીચર્ચ રીપોર્ટમાં જણાવાયું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વધતા જતા દેવાનું સંકટ છુપાવવાના પ્રયાસ કર્યા છે. એવરગ્રાન્ડે બાદ હવે બહાર આવી રહેલ આંકડાઓ અનુસાર ચીનમાં ૮.૨ લાખ કરોડ ડોલરની લોન ડિફોલ્ટ(US China Debt Default) થવાની આશંકા વધી ગઈ છે. ચીનની સ્થાનિક સરકાર પોતાના ફાયનાન્સિંગ વ્હીકલ થકી આ લોન લઈને સ્વદેશ અને પરદેશમાં ઈન્ફ્રા વિકાસના કામ કરી છે જેને પરત કરવી હવે મુશ્કેલ બની રહી છે.

આ પણ વાંચો :  હુરૂન ઈન્ડિયા ધનિક યાદી: નીતિન કામતે બાજી મારી, બિગબુલને પાછળ છોડ્યા

US FEDની ચેતવણી

સામે પક્ષે અમેરિકન લોન ડિફોલ્ટના હિસાબે ૧૯ ઓક્ટોબરનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે.અમેરિકાના નાણાં મંત્રી જેનેટ યેલેને રાજનેતાઓને ચેતવણી આપી છે કે જો કોંગ્રેસ લોનની મર્યાદાને વધારવામાં અસફળ રહે છે તો અમેરિકી સરકાર ૧૮ ઓક્ટોબર સુધી આ એક્સ્ટ્રાઓર્ડીનરી પગલાંથી એકત્ર કરી શકતી રકમની પ્રક્રિયાથી હાથ ધોઈ બેસશે.

અમેરિકી કોંગ્રેસને લખેલા પત્રમાં યેલેને કહ્યું છે કે આ પ્રસંગે અમારું માનવું છે કે અમેરિકાની પાસે હવે મર્યાદિત સંસાધન બાકી રહ્યાં છે અને તે પણ ઝડપથી ખતમ થઇ રહ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ૧૮ ઓક્ટોબર બાદ દેશની જરૂરિયાતના હિસાબથી નાણાંની વ્યવસ્થા કરી શકીશું કે નહિ અને જો રોજિંદી ચૂકવણી નહિ થાય તો અનેક સ્થળે પેમેન્ટ ડિફોલ્ટUS China Debt Default) થવાની આશંકા છે.

US Fed Janet Yellen Warns for Default and Economic Crisis

એવરગ્રાન્ડેનો ખતરો તળ્યો નથી

ચીનની બીજી સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડ અંદાજે ૩૦૪ અબજ ડોલરના દેવાના ડુંગર નીચે દબાયેલ છે. હવે તેની દેવું ચુકવવાની ક્ષમતા પર સવાલ ઉભા થઇ રહ્યા છે .આ દેવાનો આંકડો કેટલો મોટો છે એનો અંદાજ આપવા એક સરખામણી કરીએ તો આ આંકડો ભારતના વેપાર જગતના કુલ દેવાની બરાબર છે. હાલ આ કંપનીના ૧૬ લાખ આવાસ નિર્માણાધીન છે એટલે કે તે સંપૂર્ણ રીતે બનીને તૈયાર નથી.

Possible debt default of the U.S. government and China may Lead global crisis finally, warned Gold Sachs and US FED

ડ્રેગન ફસાઈ રહ્યું છે દેવાના જાળમાં

ચીનની સરકારે વાસ્તવમાં પોતાના દેવાના સંકટ અંગે વિશ્વને જાણકારી નથી આપી. આરોપ લાગી રહ્યા છે કે સ્થાનિક સરકારોએ અર્થવ્યવસ્થાના આકારના અંદાજે ૫૦ ટકા સુધી લોનને છુપાવવાના પ્રયાસ કર્યા છે. ગત વર્ષના અંતે ચીનની સ્થાનિક સરકારોનું કુલ દેવું વધીને ૫૩ લાખ કરોડ યુઆન પર પહોંચી ગયું હતું, જે વર્ષ ૨૦૧૩ની તુલનામાં ૩૫૦ ટકા વધુ છે. જો એવરગ્રાંન્ડેની સ્થિતિ વધુ વણસશે તો આગામી સમયમાં ચીનમાં મોટા પાયે ડિફોલ્ટ થશે અને અંતે સરકાર પણ સ્થિતિને કાબૂમાં નહિ લઈ શકે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment