Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝઅમેરિકી સેનાએ અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે છોડ્યું, આતંકવાદીઓએ કરી કાબુલમાં ઉજવણી

અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે છોડ્યું, આતંકવાદીઓએ કરી કાબુલમાં ઉજવણી

us army leave afghanistan,taliban,american army
Share Now

આખરે 20 વર્ષ બાદ અમેરિકી સેનાએ(US Milatry) અફઘાનિસ્તાન(Afghanistan) છોડી દીધું.  અમેરિકાનું છેલ્લું વિમાન અમેરિકન કમાન્ડર, રાજદૂતને લઈને ગયું છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેન્ટાગોને સ્વીકાર્યું હતું કે તે અપેક્ષા મુજબ કાબુલમાંથી(kabul) ઘણા લોકોને બહાર કાઢી શકાયા નથી. અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ કાબુલ એરપોર્ટને તાલિબાનોએ સંપૂર્ણ રીતે કબ્જે કરી લીધું હતું. અને તાલિબાનોએ હવામાં ફાયરિંગ કરીને ઉજવણી કરી હતી. 

રાષ્ટ્રપતિ જો બિડેને અમેરિકી સેનાની પ્રશંસા કરી 

સેનાની વાપસી પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનું(Jo Biden) નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય હાજરી સમાપ્ત થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં ખતરનાક સ્થળોએ સેવા આપવા બદલ હું અમારા કમાન્ડરોનો આભાર માનું છું. વધુમાં તેમણે કહ્યું કે, આ મિશનમાં વધુ સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો નથી.

રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે છેલ્લા 17 દિવસમાં અમારા સૈનિકોએ અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી એરલિફ્ટ કરી છે. આશરે 1,20,000 થી વધુ અમેરિકન નાગરિકો, અમારા સાથીઓ અને યુનાઇટેડ સ્ટેટ્સના અફઘાન સાથીઓને બહાર કાઢવામાં આવ્યા છે.

us army leave afghanistan,taliban,american army

આ પણ વાંચો:અફઘાનિસ્તાનથી ભારત આવેલ મહિલા પોલીસ કર્મીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠકમાં બોલ્યા જો બિડેન

યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને આજે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની(UN Council) બેઠકમાં અફઘાનિસ્તાન અંગેના ઠરાવ પર બોલતા કહ્યું કે, આ ઠરાવ એ સ્પષ્ટ સંદેશ આપે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય તાલિબાન પાસેથી આગળ શું અપેક્ષા રાખે છે.  અમેરિકી જનરલ કેનેથ એફ મેકેન્ઝીએ કહ્યું કે હું અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની વાપસી પૂરી થવાની અને અમેરિકન નાગરિકો અને અફઘાનિઓને બહાર કાઢવા માટેના લશ્કરી મિશનને પૂર્ણ કરવાની જાહેરાત કરું છું.

તાલિબાને કાબુલની ઓફર કરી હતી, અમેરિકાએ ફગાવી દીધી

તાલિબાને અમેરિકાને કાબુલ પર કબજો કરવાની તક આપી હતી, પરંતુ અમેરિકી સૈન્યએ(US Milatry) તેની ઓફર ઠુકરાવી દીધી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ તાલિબાન લડવૈયાઓએ ખૂબ જ ઝડપથી કાબુલ પર કબ્જો જમાવવાનું શરૂ કર્યું હતું. તેના કારણે અમેરિકન સેનાના અધિકારીઓને તાલિબાન સાથે મળીને સમજૂતી કરવી પડી હતી.

અમેરિકાને કબૂલ કબ્જે કરવા કરી હતી ઓફર 

રિપોર્ટ અનુસાર, બેઠકમાં તાલિબાન(Taliban) નેતા અબ્દુલ ગની બરાદરે અમેરિકન સૈનિકોને કહ્યું કે, અમારી પાસે કાબુલ માટે બે વિકલ્પ છે.  તમે કાબુલની સુરક્ષાની જવાબદારી લો અથવા આવું કરવાનું અમારા પર છોડી દો. 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન છોડવાના રાષ્ટ્રપતિ બિડેનના નિર્ણયને કારણે યુએસ સૈન્યએ બીજો વિકલ્પ પસંદ કર્યો હતો. આ પછી જ તાલિબાનોએ કાબુલ પર ઝડપથી અને સરળતાથી કબ્જો કરી લીધો હતો. કરાર હેઠળ, અમેરિકાને છેલ્લો સૈનિકની વાપસી થાય ત્યાં સુધી કાબુલ એરપોર્ટ સોંપવામાં આવ્યું હતું અને શહેર પર તાલિબાન શાસનને મંજૂરી આપવામાં આવી. 

તાલિબાન કાબુલ કબ્જે કરવણો ઇરાદો નહોતો

રિપોર્ટ અનુસાર, તાલિબાનનો તે દિવસે કાબુલ પર કબ્જો કરવાનો કોઈ ઈરાદો નહોતો. ગનીએ દેશ છોડ્યો તે પહેલા જ અમેરિકાએ ધાર્યું પણ નહોતું કે ઘણા ટોચના અધિકારીઓ પણ ગની સાથે ચાલ્યા જશે. તાલિબાન કમાન્ડર મોહમ્મદ નાસર હક્કાની પણ આ ઘટનાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. શહેરમાં પ્રવેશ્યા પછી તેઓએ સૂચનાઓની રાહ જોઈ અને બાદમાં એક કલાકની અંદર મુખ્ય મથક કબજે કર્યું હતું.

અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડતા તાલિબાનીઓ થયા ખુશ 

ત્યાર બાદ હક્કાનીએ કહ્યું કર, એક પણ સૈનિક કે પોલીસ અધિકારી ત્યાં જોવા મળ્યો નથી. અમારી ખુશીની કોઈ સીમા નહોતી. અમારા મોટા ભાગના લડવૈયાઓ આનંદથી ચીસો પાડી રહ્યા હતા. અમને ખ્યાલ નહોતો કે અમે આટલી જલ્દી કાબુલ કબ્જે કરીશું. તાલિબાન સત્તા પર આવ્યા બાદ જ IS-Kના આતંકવાદીઓએ અમેરિકી સેના પર હુમલો કર્યો અને 13 સૈનિકોની હત્યા કરી. આ પછી, રાષ્ટ્રપતિ બિડેને ચેતવણી આપી હતી કે ટૂંક સમયમાં બીજો હુમલો થઈ શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment