30 ઓગસ્ટ 2021 ના રોજ અડધી રાત્રે અમેરિકી સેનાના છેલ્લા સૈનિકે 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનની ધરતી પરથી ઉડાન ભરી હતી. આ સાથે જ અમેરિકા (US)એ અફઘાનિસ્તાન (Afghanistan)માં તેનું મિશન પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનને અધવચ્ચે છોડી દીધું હોવાનો આરોપ લગાવતા સમગ્ર વિશ્વમાં અમેરિકા (US)ની ભારે માત્રામાં ટીકા થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને (Joe Biden)પોતાના સંબોધનમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો (US troops)પરત લેવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. રાષ્ટ્રપતિ બાઇડને (Biden)આ નિર્ણયને યોગ્ય, સમજદાર અને શ્રેષ્ઠ નિર્ણય ગણાવ્યો હતો. તેમજ ચેતવણી આપી હતી કે મિશન હજુ પૂર્ણ થયું નથી. આતંકવાદ સામે લડાઇ ચાલુ રહેશે.
I promised the American people I would end this war. Today I've honored that commitment. pic.twitter.com/nozJIBTWb7
— President Biden (@POTUS) September 1, 2021
મેં મારું વચન પાળ્યું- બાઇડન
જો બાઇડને (Joe Biden)અફઘાનિસ્તાનથી સેનાને (Army)પરત બોલાવવાના નિર્ણયની ટીકા કરનારાઓને જવાબ આપતા કહ્યું કે, મારા અમેરિકન સાથીઓ, અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. હું ચોથો રાષ્ટ્રપતિ છું, જેની સામે યુદ્ધનો અંત લઇ આવવો અને તેને ક્યારે સમાપ્ત કરવુ તે અંગેની પહેલા વાત સામે આવી. જ્યારે હું રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યો હતો, ત્યારે મેં અમેરિકન લોકોને વચન આપ્યું હતું કે હું યુદ્ધનો અંત લઇ આવીશ. આજે મેં એ વચન પુર્ણ કર્યુ છે.
આ પણ વાંચો: Afghanistan: અમેરિકાના પરત ફરતાની સાથે જ તાલિબાને પંજશીર પર હુમલો કર્યો, 7 થી વધુ આતંકી ઠાર
ટ્રમ્પે તાલિબાન સાથે કરાર કર્યો હતો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાન છોડવાના અમેરિકા (US)ના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે હું એ લોકો સાથે અસંમત છું જેઓ કહે છે કે લોકોને બહાર નિકાળવાનું કામ પહેલેથી શરૂ કરી દેવુ જોઈએ. જો આવું થયું હોત તો પણ હજારો લોકો અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે લાઇનો લાગી હોત. બાઇડને વધુમાં કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મારા રાષ્ટ્રપતિ બન્યાના એક મહિના પહેલા તાલિબાન સાથે કરાર કર્યો હતો. કરારમાં એવું કંઈ નહોતું કે તાલિબાન સહકારથી સરકાર ચલાવવા સંમત થયા હોય. પરંતુ આ અંતર્ગત 5000 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમની વચ્ચે આવા ઘણા ટોચના તાલિબાન કમાન્ડરો છે જેમણે તાજેતરમાં અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે.
જ્યારે પણ હું રાષ્ટ્રપતિ બન્યો ત્યાં સુધી તાલિબાન ખૂબ મજબૂત સ્થિતિમાં હતું. તેણે અફઘાનિસ્તાનના અડધાથી વધુ ભાગ પર કબજો જમાવી લીધો હતો. અગાઉની સરકારે તાલિબાન સાથે કરેલા કરારમાં તાલિબાને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પરત ખેંચવાની સમય સીમાનું પાલન કરે તો હુમલો નહીં કરવાની ગેરંટી આપી હતી. જો આપણે તેનું પાલન ન કર્યું હોત, તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ndtv
સ્વર્ગસ્થ પુત્રને કર્યા યાદ
રાષ્ટ્રપતિ બાઇડને (President Biden)તેમના સંબોધન દરમિયાન તેમના દિવંગત પુત્રને પણ યાદ કર્યા હતા. તેઓએ કહ્યું કે, મને નથી લાગતું કે ઘણા લોકો એ એક ટકા લોકો વિશે જાણે છે કે જેઓ તેમના દેશની રક્ષા માટે વર્દી પહેરીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. કદાચ તે મારા સ્વર્ગસ્થ પુત્ર બ્યુ બાઇડનને કારણે છે જેણે ઇરાકમાં એક વર્ષ સુધી યુદ્ધ લડ્યું હતું. કદાચ તે વર્ષો સુધી સેનેટર રહેવા, વાઇસ પ્રેસિડન્ટ બનવા અને રાષ્ટ્રપતિની સાથે વિશ્વભરમાં પ્રવાસ કરવાના કારણે છે.
જો બાઇડનના પુત્ર બ્યુનું 2015 માં 45 વર્ષની વયે મગજ કેન્સરથી ઇરાકમાં યુદ્ધ લડ્યા બાદ મૃત્યુ થયું હતું. જો બાઇડેન અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા પહેલા કેટલાક દાયકાઓ સુધી સેનેટર હતા અને ઓબામા (Obama)ના પ્રમુખપદ દરમિયાન તેઓ ઉપરાષ્ટ્રપતિ (Vice President)પદે પણ હતા.
જો બાઇડને (Joe Biden)અફઘાનિસ્તાન (Afghanistan)ના મિશનને દયાનું મિશન ગણાવ્યું હતુ. તેઓએ કહ્યું કે, આપણા સૈનિકોએ બીજાની સેવા કરવા માટે પોતાનો જીવ દાવ પર લગાવ્યો હતો. તે યુદ્ધનું મિશન નહોતું, પરંતુ દયાનું મિશન હતું. અમેરિકાએ જે કર્યું છે તે ઇતિહાસમાં ક્યારેય કોઈએ કર્યું નથી. આ નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો ન હતો. આ માટે એક લાંબી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અમેરિકી સૈન્ય સાથે સંકળાયેલા તમામ લોકોની સલાહ લેવામાં આવી હતી. આ પછી નિર્ણય લેવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનમાં અમારી હાજરીમાં લાંબા સમય સુધી શાંતિ પ્રવર્તી છે. એક લાખ 25 હજાર લોકોને બહાર નિકાળવામાં આવ્યા હતા. ત્યાં હજુ પણ 100 થી 200 અમેરિકનો રહી ગયા છે. જેઓ ત્યાંથી અમેરિકા આવવા માગે છે, તેઓ આવી શકે છે. અમે જે કર્યું તે ભૂલી શકાશે નહીં.
મિશન હજુ પૂર્ણ થયું નથી- બાઇડન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને (Joe Biden)અફઘાનિસ્તાન અને વિશ્વના અન્ય સ્થાનો પર આતંકવાદ સામે યુદ્ધ ચાલુ રાખવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, આ માટે જમીન પર ઉતરવું જરૂરી નથી. જમીન પર ઉતર્યા વિના પણ અમેરિકા આતંકવાદીઓને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. આ માટે તેમણે આઈએસઆઈએસ (ISIS)ખુરાસાન જૂથ પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, 13 અમેરિકી સૈનિક અને અફઘાન નાગરિકને બોમ્હ હુમલામાં મારનારા ISIS ખુરાસાન પર અમે ઘાતક હુમલો કર્યો છે. તેમણે આતંકવાદી સંગઠન ISIS ને પણ ચેતવણી આપી હતી કે મિશન હજુ પૂર્ણ થયું નથી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4