લાકડા દેન ક્રિયા માટે કરાયા દાન
તાઉતે વાવાઝોડાના પગલે દરિયાઈ પટ્ટી અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. જેમાં વૃક્ષો વીજ પોલ અને મકાનોના છાપરા સહિતને નુકસાન થયું હતું. જેમાં બગસરા શહેર પણ બાકાત નથી રહ્યું. જો કે, બગસરા નગરપાલિકાએ આ તબાહીનો પણ સદુપયોગ કર્યો છે. શહેરમાં અનેક બાગ બગીચાઓમાં અને અન્ય જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ધરાશાઈ થયેલા વૃક્ષોને નગરપાલિકાના સભ્યો દ્વારા સ્મશાનમાં લાકડાઓ દેન ક્રિયા માટે દાન કરી દેવામાં આવ્યા છે.
વાવાઝોડામાં થયેલી નુકસાનીનો સદુપયોગ
તાઉ તે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે નુકસાન થયું હતું. તો દરિયાપટ્ટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વૃક્ષોને નુકસાન થયું હતું. વાવાઝોડાની અસર ઉના, વેરાવળ, સોમનાથ, અમરેલી સહિતના અનેક વિસ્તારોમાં થઇ હતી. બગસરામાં ખુબ મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. અનેક વૃક્ષો થડથી ઉખડી ગયા હતા તો અનેક અડધેથી ભાંગી ગયા હતા. જે ફરીથી ઉગવા માટે હવે સક્ષમ નથી. તો આવા દરેક વૃક્ષના લાકડાનો બગસરા નગરપાલિકાએ સદુપયોગ કર્યો છે.
પડેલા વૃક્ષોનો ઉપયોગ સેવામાં
બગસરાનું ભૂતનાથ મહાદેવ મંદિર અને બગીચાઓમાં તાજેતરના દિવસોમાં જ વાવાઝોડાએ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. અનેક વૃક્ષો તહેશ નહેશ થયા હતા તો અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેથી બગસરા નગરપાલિકાના સભ્યો અને સેવાભાવીઓ દ્વારા વૃક્ષોનો સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવે એવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
જુઓ આ વિડીયો : માટી વિના ખેતી !
બગસરા નગરપાલિકાની સરાહનીય કામગીરી
નગરપાલિકા ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા, નગરપાલિકાના સભ્ય જયસુખભાઈ મેર અને જેન્તીભાઈ મકવાણા સહિતના સદસ્યો દ્વારા તમામ ધરાશાઇ થેયલા વૃક્ષોના લાકડા કટીંગ કરી મૃતકની દેન ક્રિયા માટે સ્મશાનમાં અર્પણ કરવામાં આવ્યા છે. સ્મશાનમાં પડતી લાકડાની અછતોને ઓછી કરવાના હેતુથી આ સરહનીય કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.
કોરોનાકાળમાં સ્મશાનમાં થઇ લાકડાની અછત
બગસરામાં હાલ 4 થી 5 મોટા સ્મશાન ગૃહ છે. જ્યાં કોરોના મહામારી વખતે મૃતકોની લાઈનો લાગી હતી. દરરોજ 10 જેટલા મોત થતા. જો કે, અહી લાકડાની અછત ખુબ મોટી હતી. શાસ્ત્રોક્ત વિધિથી મૃતકને લાકડાથી દેન દેવાની આપણે ત્યાં જૂની પરંપરા છે. આથી લાકડાની અછત હોય તો મૃતકોના પરિવારજનો પણ નિરાશ થઇ જતા.
લાકડા દેન ક્રિયા માટે અપાશે નિ:શુલ્ક
પછી આવ્યુ વાવાઝોડું…તાઉ તે વાવાઝોડું આવ્યું ને વૃક્ષોનો સર્વનાશ થઇ ગયો. પરંતુ હવે પડી ગયેલા વૃક્ષોનો સદુપયોગ નગરપાલિકા કરી રહી છે. સ્મશાનોમાં પડતી લાકડાની અછતને પહોચી વળવા અને અછતને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાય એવા હેતુથી આ તમામ લાકડા બગસરાના નગરપાલિકાના સદસ્યો દ્વારા શહેરભરમાંથી લાકડાઓ કાપી નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં એકઠા કરવામાં આવ્યા હતા. હવે આ લાકડાઓ સ્મશાનમાં મૃતકને દેન ક્રિયા માટે નિ:શુલ્ક આપવામાં આવશે.
નગરપાલિકાના સભ્યોએ શહેરભરમાંથી લાકડા એકત્ર કર્યા
નગરપાલિકા સદસ્યના જણાવ્યા મુજબ, તાઉ તે વાવાઝોડું આવ્યું ત્યારે ઘણું નુકસાન થયું હતું. બાદમાં આ નુકસાનની કામગીરી કરવામાં આવી ત્યારે નગરપાલિકાના સદસ્યોને એવો વિચાર આવ્યો કે, આ લાકડા હવે પાલિકાને કોઈ કામના નથી અને અત્યારની ચાલી રહેલી કોરોના મહામારીમાં મૃત્યુ આંક વધી ગયો હતો ત્યારે સ્મશાનમાં લાકડાની અછત થઇ ગઈ હતી. અત્યારે તો કેસ ઘટ્યા છે અને મૃત્યુ આંક પણ કાબુમાં છે તો, સ્મશાનમાં લાકડાનો સ્ટોક કરવા અને ભવિષ્યમાં ફરી ક્યારેય લાકડાની અછત ન સર્જાય તે માટે શહેરભરમાંથી લાકડા એકઠા કરી સ્મશાનમાં એકઠા કરી શકાય.
માધવ મોક્ષ ધામમાં લાકડા મળશે નિ:શુલ્ક
બગસરાનું માધવ મોક્ષ ધામ છે કે, જ્યાં બગીચાઓમાંથી તથા અન્ય જગ્યાઓ પર ધરાશાઈ થયેલા વૃક્ષના લાકડાઓને સેવાભાવી સભ્યો દ્વારા અહીં લાકડાઓ એકઠા કરવામાં આવ્યા છે. માધવ મોક્ષ ધામ એક જ નહીં, બગસરાના બધા સમશાનમાં આવેલ જે મૃતકના દેન ક્રિયા કરવા માટે નિ:શુલ્ક લાકડાઓ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS:http://apple.co/2ZeQjTt