Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝઉત્તર પ્રદેશ ATSએ આતંકવાદીઓની કરી ધરપકડ

ઉત્તર પ્રદેશ ATSએ આતંકવાદીઓની કરી ધરપકડ

UP ATS, LAKHNAU ,UTTARPRADESH
Share Now

ઉત્તર પ્રદેશ(UTTAR PRADESH) ATS દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની(UTTAR PRADESH)રાજધાની લખનૌના કાકોરી વિસ્તારમાં ATSએ બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. ATSએ પકડેલા બંને આતંકવાદીઓની અલકાયદા સાથે લિંક હોવાની શંકા છે. પકડાયેલ બંને આરોપીમાં એકનું નામ શાહિદ છે એન બીજાનું નામ વસીમ છે.  બંને આરોપીઓ પાસેથી કેટલાક હથિયાર પણ મળી આવ્યા છે. હાલ બંને આરોપીઓની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ આતંકવાદીઓને પકડવામાં આવ્યા તેની નજીકના મકાનો ખાલી કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. 

બંને લોકો પર પહેળેથીજ હતી શંકા

ઉત્તર પ્રદેશની(UTTAR PRADESH)  રાજધાની લખનૌમાંથી ATS દ્વારા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આતંકવાદીઓ લખનૌના કકોરી વિસ્તારમાં ઘર રાખીને રહેતા હતા.  ત્યારે આ બંને આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિઓને કારણે ATS ઘણા સમયથી આ ઘર પર નજર રાખી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ATSને આ બંને લોકો પર પહેલેથીજ શંકા હતી. પરંતુ પૂરતી માહિતી ન હોવાથી ATSએ ધરપકડ નહોતી કરી. ત્યારે હવે ATSને ઔરતી માહિતી મળતા આ બંને આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જે ઘરમાંથી બંને આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તે ATSદ્વારા ધરપકડ કરવામાં આવેલ શાહિદનુજ છે. હાલ  દ્વારા તે ઘરને નજર કેદ કરવામાં આવ્યું છે. તેમજ ઘરની તલાસી પણ લેવાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે આ ઘરમાં ત્રણ-ચાર શંકાસ્પદ યુવાનો આવતા હતા. જેમાંથી 2 યુવાનોની  ATSએ ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 

UP ATS, ATS, UTTAR PRADESH,

PC- TWEETER

આ પણ વાંચો:લાલુ યાદવની પાર્ટીને 25 વર્ષ થતા જાણો તેમની પાર્ટી વિશે

ઘરમાંથી મળી આવ્યા બોમ્બ

 ઉત્તર પ્રદેશના લખનૌમાં બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. આ કેસની તપાસ આઈજી જી. કે.ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે.  ત્યારે આ બંને આતંકવાદીઓની જે ઘરમાંથી ધરપકડ કરવામાં આવી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે પ્રેશર કૂકર બોમ્બ, ટાઇમ બોમ્બ અને એક વિશાળ જથ્થો હથિયારો મળી આવ્યો છે. ATSને શંકા છે કે આ  બંને આતંકવાદીઓ અલ કાયદા નામના આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોય શકે છે. આતંકવાદીઓના ઘરમાંથી મળી આવેલ બોમ્બને એન્ટિ બોમ્બ સ્કવોડની ટુકડીએ નિષ્ફળ બનાવ્યો છે.

પાકિસ્તાની હેન્ડલર હોવાનો દાવો 

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ATS દ્વારા ધરપકડ કરાયેલા બંને વ્યક્તિઓ પાકિસ્તાની હેન્ડલર્સ છે. ઘણા સમયથી ATSની ટીમ દ્વારા આ લોકો પર નજર રાખવામાં આવી રહી હતી. ત્યારે વસીમ નામના વ્યક્તિની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાતા ATSદ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બંને આતંકવાદીઓ આગામી દિવસોમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા. ત્યારે ATSને આ અંગે શંકા જતાં બંને આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ બંને લોકોની પૂછપરછ ચાલી રહી છે. 

પરિવારની પૂછપરછ હાથ ધરાઇ 

ઉત્તર પ્રદેશના લખનૌમાં ATSદ્વારા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આતસંકવાદીઓમાં એકનું નામ શાહિદ અને એકનું નામ વસીમ છે. આ બંને આતંકવાદીઓ શાહિદના ઘરેથી પકડાયા છે. ત્યારે ATSદ્વારા શાહિદના પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમજ શહીદનું ઘર પણ કબ્જે કરવામાં આવ્યું છે. શાહિદ મૂળ ઉન્નવનો રહેવાસી હોવાની માહિતી પણ સામે આવી છે. 

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ ATSદ્વારા લખનૌના કકોરી વિસ્તારમાંથી બે આતંકવાદીઓને પકડવામાં  આવ્યા છે. તેમજ તેમની પાસેથી બે પ્રેશર કુકર બોમ્બ, ટાઈમ બોમ્બ અને અનેક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે આ બંને આરોપીઓ હાલ કસ્ટડીમાં છે. અને બણેની પૂછપરછ ચાલી રહી છે.   

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment