ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીને લઈને સક્રિય થઈ ગયા છે. અને ઠેર ઠરે રેલીઓ કરીને પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી રહ્યા છે. રેલીઓમાં નેતાઓ એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. ત્યારે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અસદુદ્દીન ઓવૈસીને સપાના એજન્ટ ગણાવ્યા છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે સરકાર જાણે છે કે માહોલ બગાડનારા લોકો સાથે કેવી રીતે કડકાઈથી વ્યવહાર કરવો.
સીએમ યોગીએ બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું
કાનપુરમાં બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કરતી વખતે, સીએમ યોગી આદિત્યનાથે સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે જ્યારે સંકટનો ભાગીદાર ભાજપ છે, તો ભાજપ વોટ મેળવવાનો હકદાર પણ છે. યોગી આદિત્યનાથે કહ્યું કે 2017 પહેલા રાજ્યમાં દર ત્રીજા-ચોથા દિવસે રમખાણો થતા હતા, આજે હું એવા લોકોને ચેતવણી આપી રહ્યો છું જેઓ ફરીથી CAAના નામે લાગણી ભડકાવી રહ્યા છે.
कानपुर में @BJP4India के माननीय राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी के साथ @BJP4UP द्वारा आयोजित 'बूथ अध्यक्ष सम्मेलन' में… https://t.co/zSANBKCHxT
— Yogi Adityanath (@myogiadityanath) November 23, 2021
આ પણ વાંચો:મનીષ તિવારીનું પુસ્તક આવ્યું વિવાદોમાં, 26/11ને લઈને ભાજપે કોંગ્રેસને ઘેરી
સરકાર જાણે છે કે આવા લોકો સાથે કેવી રીતે કડક વ્યવહાર કરવો – સીએમ યોગી
યોગી આદિત્યનાથે કહ્યું કે હું ચાચાજાન અને અબ્બાજાનના અનુયાયીઓને કહીશ કે તેઓ ધ્યાનથી સાંભળે, જો ફરીથી લાગણી ભડકાવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો સરકાર જાણે છે કે આવા લોકો સાથે કડકાઈથી કેવી રીતે વ્યવહાર કરવો. અસદુદ્દીન ઓવૈસી સપાના એજન્ટ બનીને લાગણી ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશને રમખાણો નહીં પરંતુ રમખાણ મુક્ત રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે.
આ ભીડ આપણી તાકાત છે – જેપી નડ્ડા
આ સંમેલનને સંબોધિત કરતી વખતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આ ભીડ આપણી તાકાત છે. જે લોકો ઝીણાને યાદ કરે છે તેઓ માત્ર પરિવારવાદ સુધી જ સીમિત રહી ગયા, તેમને રાજ્યના વિકાસ સાથે કોઈ લેવાદેવા નથી. ઉત્તર પ્રદેશમાં પહેલા સપા સરકારમાં માફિયારાજ હતું પરંતુ હવે કાયદો અને વ્યવસ્થાનું શાસન છે.
કેશવ પ્રસાદ મૌર્ય પર પણ નિશાન સાધ્યું
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે ભાજપનું સૂત્ર સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ છે, જ્યારે સપા-બસપા અને કોંગ્રેસનું સૂત્ર કુછ કા સાથ, કુછ કા વિકાસ, ગુંડો કા વિકાસ, ગુનેગારોનો સાથ અને પરિવારનો વિકાસ છે. તમને જણાવી દઈએ કે કાનપુરમાં આયોજિત બૂથ પ્રમુખ સંમેલનમાં ઘણા જિલ્લાઓમાંથી પાર્ટી કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4