Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તનના કેસને લઈને થયા મોટા ખુલાસાઓ

ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તનના કેસને લઈને થયા મોટા ખુલાસાઓ

UTTARPRADESH ATS
Share Now

બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં(UTTAR PRADESH) હિન્દુઓના ધર્મપરિવર્તનનો મોટો મામલો સામે આવ્યો હતો. જેમાં ઉત્તર પ્રદેશ ATS દ્વારા દિલ્હીથી ધાકધમકી આપીને ધર્મ પરિવર્તન કરાવનાર બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ કેસની તપાસ કરનાર અધિકારી દ્વારા કોર્ટમાં આરોપીઓના રિમાન્ડ મંજુર કરવા માટે અરજી કરવામાં આવી છે. તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી રિમાન્ડ અરજીમાં ધર્મ પરિવર્તનને લઈને મોટા ખુલાસા સામે આવ્યા છે. રિમાન્ડ અરજીમાં કહેવામાં આવ્યું છે કે બન્ને આરોપીઓ પાસેથી ધર્મપરિવર્તન કરાવવાના રજીસ્ટર મળી આવ્યા છે. અને મોટા ખુલાસાઓ સામે આવ્યા છે.

ISI ના ઈશારે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે

વધુમાં અરજીમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓના મોબાઈલ પોલીસે જપ્ત કરી લીધા છે. અને તે મોબાઇલની વિગતોથી પણ મોટી માહિતી મળી આવી છે. આરોપીઓના મોબાઈલ ફોનથી મળતી માહિતી પ્રમાણે દેશની વસ્તીનું સંતુલન બદલવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે. અને આ સમગ્ર રેકેટ ચલાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સહિત વિદેશી સંસ્થાઓ દ્વારા નાણાં પૂરા પાડવામાં આવી રહ્યા છે. વધુમાં રિમાન્ડ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓ દ્વારા જે લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાનું હોય તેઓના મનમાં તેમના અસલ ધર્મ પ્રત્યે નફરત નાખવામાં આવતી હતી. જેથી તેઓ પોતાના ધર્મને નફરત કરતા થાય. સમગ્ર દેશનું વાતાવરણ બગાડવા માટેનું ષડયંત્ર રચાયું હતું.

UTTARPRADESH ATS

PC- TWEETER

ધર્મપરિવર્તનના રજીસ્ટર જપ્ત કરવામાં આવ્યા

તપાસ અધિકારી દ્વારા અરજીમાં કહેવામાં આવ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મળેલ ધર્મ પરિવર્તનના રજિસ્ટરને લઈને પૂછપરછ કરવામાં આવશે. તેમજ આરોપીઓ પાસેથી મળેલ મોબાઈલની વિગતોથી જાણકારી મળી રહી છે કે, આ રેકેટ વિદેશી સંસ્થાઓ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની સૂચના અને ભંડોળના આધારે ચાલી રહ્યું છે. આ રેકેટ દ્વારા દેશની વસ્તી સંતુલનને ઝડપી ગતિએ બદલવામાં આવી રહી છે. ધર્મ પરિવર્તન કરનાર લોકોના મનમાં તેમના મૂળ ધર્મ પ્રત્યે નફરત ભરીને કટ્ટરપંથી કરવામાં આવી રહ્યા છે. આવા લોકો નફરત ફેલાવીને દેશનું વાતાવરણ બગાડી રહ્યા છે, જેના કારણે દેશમાં અશાંતિનો માહોલ ઉભો થાય છે.

આ પણ વાંચો:ધારાસભ્ય અમરીશ ડેરના સમર્થકોએ રેલ રોકી

દેશને તોડવાનું કરતા હતા કામ

ધરપકડ બાદ યુપી ATSએ ઉમર ગૌતમ અને જહાંગીરના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસનું કહેવું છે કે આ બંને આરોપીઓએ અત્યાર સુધીમાં ગરીબ મહિલાઓ, મુંગા, બહેરા, ગરીબ બાળકો અને અપંગ લોકો સહિત 1000 થી વધુ લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. ATSના જણાવ્યા અનુસાર ઉમર અને જહાંગીર માત્ર લોભ દ્વારા જ નહીં પરંતુ ધાકધમકી આપીને પણ ધર્મ પરિવર્તન કરતા હતા. આ સિવાય, આ લોકો ધર્મ પરિવર્તન કરનાર લોકોના મનમાં તેમના અસલ ધર્મ વિશે નફરત ભરતા હતા. જેથી દેશમાં અશાંતિનો માહોલ ઉભો થાય. આમ આ લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા હતા.

કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ(UTTAR PRADESH) ATS દ્વારા બે દિવસ પહેલા ધર્મપરિવર્તન કરાવનાર બે લોકોની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના 1000 થી વધુ હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવ્યું છે. આરોપીઓ દ્વારા ધર્મપરિવર્તન કરાવવા માટે ગરીબ,પછાત,ઘરવિહોણા,દિવ્યાંગો તેમજ મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. અને ધર્મ પરવિર્તન કરાવવા માટે લોકોને લોભ આપવામાં આવતા હતા તેમજ ધાકધમકી ઓપન આપવામાં આવતી હતી. ત્યારે સમગ્ર મામલે તપાસ અધિકારીએ કોર્ટમાં આ કેસની વધુ તપાસ માટે આરોપીઓના રિમાન્ડ માટે અરજી કરી હતી. ત્યારે સમગ્ર મામલે કોર્ટ દ્વારા આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment