Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝUP : DIG હોમગાર્ડ સંજીવ શુક્લા સસ્પેન્ડ, સવાલ ઉઠાવવા પડ્યા ભારે

UP : DIG હોમગાર્ડ સંજીવ શુક્લા સસ્પેન્ડ, સવાલ ઉઠાવવા પડ્યા ભારે

Share Now

યુપી (UP)ના ઝાંસીમાં હોમગાર્ડ (Home guard)ના ડીઆઈજી (DIG) સંજીવ શુક્લાને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે. તેમણે અધિકારીઓના વોટ્સએપ ગ્રુપ પર તેમના વિભાગની ટ્રાન્સફર નીતિ અંગે કથિત રીતે કેટલાક સવાલ કર્યા હતા. ત્યારબાદ તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. હોમગાર્ડ (Home guard) વિભાગ તરફથી તેને આચાર નિયમો હેઠળ લેવામાં આવેલી કાર્યવાહી તરીકે દર્શાવવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં મેસેજ બાદ ચર્ચા

11 જુલાઈના રોજ હોમગાર્ડ (Home guard)વિભાગમાં કેટલાક કમાન્ડન્ટ્સની બદલી કરવામાં આવી હતી. એવા આરોપો છે કે ડીઆઇજી (DIG) સંજીવ શુક્લાએ આ ટ્રાન્સફર (Transfer) અંગે વોટ્સએપ ગ્રુપ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટ્રાન્સફર (Transfer)પોલિસીને ખોટી ગણાવી હતી. મળતી માહિતી મુજબ સંજીવ શુક્લાએ વોટ્સએપ ગ્રુપ પર મોકલેલા મેસેજને કેટલાક અધિકારીઓએ સમર્થન આપ્યુ હોવાનું કહેવાય છે, જ્યારે 11 અધિકારીઓએ બદલીઓને યોગ્ય ઠેરવી હતી. આ ગ્રુપમાં કુલ 97 અધિકારીઓ જોડાયેલા છે.

સવાલ કરવા પડ્યા ભારે

ડીઆઇજી (DIG) સંજીવ શુક્લાના મેસેજ બાદ ગ્રુપમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. આ તકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીઆઇજી (DIG) સંજીવ શુક્લાએ મેસેજમાં લાંબા સમયથી એક જ જગ્યા પર રહેલા કમાન્ડન્ટ અને એસએસઓ (SSO) પર સવાલો કર્યા હતા. ખાનગી મીડિયાના એક રિપોર્ટ મુજબ ડીઆઇજી (DIG) સંજીવ શુક્લાએ કહ્યું કે આ સત્રમાં ન તો ડીજી (DG) લેવલથી કે ન તો સરકારી લેવલેથી ટ્રાન્સફર (Transfer) કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ઘણા જિલ્લાઓમાં તો માત્ર એક જ કમાન્ડન્ટ 4 વર્ષથી પણ વધુ સમયથી તૈનાત છે. ડીઆઇજી (DIG)શુક્લાએ આવા અધિકારીઓની બદલીની માંગણી કરી હતી.

આચાર નિયમો હેઠળ દોષિત ઠર્યા

ડીઆઈજી (DIG) શુક્લાએ હોમગાર્ડના અધિકારીઓને વોટ્સએપ ગ્રુપ પર મેસેજ શેર કર્યા બાદ વિભાગે કાર્યવાહી કરી હતી. આચાર નિયમો હેઠળ તેને દોષિત ઠેરવ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મીડિયાના અહેવાલો અનુસાર, અધિક મુખ્ય સચિવ, હોમગાર્ડ અનિલ કુમારે આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. ડીઆઇજી (DIG) સંજીવ શુક્લા પર એ પણ આક્ષેપો છે કે તેણે તેના સાથીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ટ્રાન્સફર (Transfer) અંગે મીડિયા સાથે વાત કરી હતી.

નિયમ મુજબ કાર્યવાહી

હોમગાર્ડ (Home guard)ના લખનૌ હેડક્વાર્ટરમાં તૈનાત ડેપ્યુટી કમાન્ડન્ટ જનરલ રણજીત સિંહે કહ્યુ કે ડીઆઈજી (DIG)ને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી આચાર નિયમો હેઠળ કરવામાં આવી છે. વધુમાં જણાવતા કહ્યુ કે, સરકાર આ અંગે ટિપ્પણી કરી શકે છે, પરંતુ હું મારા તરફથી એટલું જ કહેવા માગુ છું કે જે અધિકારીઓ (Officer)ની બદલી કરવામાં આવી હતી તેમને તેમાં કોઈ વાંધો નહોતો. બીજી બાબત એ છે કે જો કોઈને કોઈ તકલીફ હોય તો તે સીધો જ પોતાના અધિકારી (Officer) મારફતે વિભાગ (Department)સુધી પોતાની વાત પહોંચાડી શકે છે. વિભાગ (Department) આ અંગે યોગ્ય કાર્યવાહી કરે છે. પરંતુ જો કોઈ પોતાની જાતે જ લોકોનો અવાજ ગણાવીને ટ્રાન્સફર (Transfer)ને ખોટું કહેવાનું શરૂ કરે તો તે ખાતાકીય આચરણ નથી. ટ્રાન્સફર-પોસ્ટિંગ સરકારના વિસ્તારમાં આવે છે.

તમને જણાવી દઈએ કે આશરે દોઢ વર્ષ પહેલા સુધી સંજીવ શુક્લા અયોધ્યામાં ડિવિઝનલ કમાન્ડન્ટ (હોમગાર્ડ) તરીકે તૈનાત હતા ત્યારબાદ તેમની ડીઆઈજી (DIG) (હોમગાર્ડ) ની પોસ્ટમાં બદલી કરવામાં આવી હતી અને ઝાંસીમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારથી તે માત્ર ઝાંસીમાં જ તૈનાત છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા ટીમનું T20 માં શરમજનક પ્રદર્શન

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment