ઉતરપ્રદેશમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ વિધાનસભાની ચૂંટણીનએ લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે યુપીમાં સત્તાધારી પક્ષ ભાજપે પણ વિધાનસભાની ચૂંટણીનએ લઈને તૈયારીઓ આરંભી દીધી છે. યૂપી વિધાનસભાની ચૂંટણીનએ લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. એક તરફ પાર્ટી ખેડૂતોના આંદોલનને તોડવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી બાજુ જાતિના સમીકરણો અપનાવીને વિધાનસભાની ચૂંટણીમાં આગળ વધવાની રણનીતિ બનાવી રહી છે. ત્યારે હવે ભાજપે ઓબીસી અને અનુસૂચિત જાતિના લોકોનું સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. આગામી દિવસોમાં પાર્ટી યુપીના દરેક જિલ્લામાં આવા સંમેલનો યોજવા જઈ રહી છે. આમ ભાજપ ફરી એક વખત ઓબીસી અને દલિત સમુદાયના મોટા વર્ગને આકર્ષવા માટેનો પ્રયાસ કરી રહી છે. આ માટે ભાજપે પ્રદેશ ઉપાધ્યક્ષ દયાશંકર સિંહનએ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. બીજી તરફ, અન્ય એક ઉપાધ્યક્ષ દેવેન્દ્રસિંહ ચૌધરીને એસસી મોરચાની બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.
22 પછાત જાતિઓ પર ભાજપનું ધ્યાન કેન્દ્રિત
પાર્ટીના નેતાઓનું કહેવું છે કે આ પ્રકારના સંમેલનો 8 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અન્ય પછાત વર્ગ અને સૌથી પછાત વર્ગની કુલ 22 જાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. આ 22 જ્ઞાતિઓમાં યાદવ, નિષાદ, ચૌહાણ, રાજભર જેવી જાતિઓનો સમાવેશ થાય છે. જેમની ગતિવિધિ પર છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય પક્ષોએ ભાર મૂક્યો છે. જો કે, 2014 ની લોકસભાની ચૂંટણી સમયથી ભાજપને ઓબીસી જાતિના મોત પ્રમાણમાં મત મળી રહ્યા છે. એટલું જ નહીં, ખાસ કરીને સપાના મતદારો તરીકે ઓળખાતા યાદવોના મત પણ ઘણા વિસ્તારોમાં ભાજપને મળી રહ્યા છે.
આ પણ વાંચો:યુપીના લખીમપુર હિંસામાં 8 લોકોના મોત, કેન્દ્રીય મંત્રીના પુત્ર વિરુદ્ધ નોધાઈ FIR
2017ની વ્યૂહરચના પર આગળ વધશે ભાજપ
આ વ્યૂહરચના હેઠળ પાર્ટી કેટલાક વિસ્તારો સિવાય, લખનૌમાં જ કેટલાક સંમેલનોનું આયોજન કરશે. જે જાતિઓની અસર પૂરા રાજ્યમાં થતી હશે તે જાતિઓના પ્રાદેશિક સંમેલનો લખનઉમાં જ યોજવામાં આવશે. ઉપરાંત, તે જાતિઓના સંમેલનો પણ યોજાશે કે જેમનો પ્રભાવ જિલ્લા અને ચોક્કસ વિસ્તારોમાં પડતો હોય છે. ફરી એકવાર, ભાજપનું ધ્યાન તેની 2017 ની વ્યૂહરચના પર છે, જેમાં તેણે મોટા ઉચ્ચ જાતિના મત સિવાય, બિન-યાદવ ઓબીસી અને બિન-જાટવ દલિત મતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભાજપ તેની આ વ્યૂહરચનામાં પણ સફળ રહી હતી અને આ જાતિઓના મત મોટા પાયે મેળવ્યા હતા. અને યુપીમાં પૂર્ણ બહુમતથી સરકાર બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉતરપ્રદેશમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ વિધાનસભાની ચૂંટણીનએ લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે યુપીમાં સત્તાધારી પક્ષ ભાજપે પણ વિધાનસભાની ચૂંટણીનએ લઈને તૈયારીઓ આરંભી દીધી છે. યૂપી વિધાનસભાની ચૂંટણીનએ લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. એક તરફ પાર્ટી ખેડૂતોના આંદોલનને તોડવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી બાજુ જાતિના સમીકરણો અપનાવીને વિધાનસભાની ચૂંટણીમાં આગળ વધવાની રણનીતિ બનાવી રહી છે. ત્યારે હવે ભાજપે ઓબીસી અને અનુસૂચિત જાતિના લોકોનું સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. આ માટે ભાજપે પ્રદેશ ઉપાધ્યક્ષ દયાશંકર સિંહનએ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. બીજી તરફ, અન્ય એક ઉપાધ્યક્ષ દેવેન્દ્રસિંહ ચૌધરીને એસસી મોરચાની બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4