Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝટ્વિટને ટ્રોલ કરતી ટ્વિટરની ચકલી ફસાઈ ફરી વિવાદોના વંટોળમાં

ટ્વિટને ટ્રોલ કરતી ટ્વિટરની ચકલી ફસાઈ ફરી વિવાદોના વંટોળમાં

AGED MAN VIDEO FIR AGAINST TWITTER
Share Now

ટ્વિટરની મુશ્કેલી વધી

ટ્વિટર ઇન્ડિયાને લઇ સતત વિવાદો સામે આવતા રહે છે, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટ અને અભદ્રતાના કેસમાં ટ્વિટરની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. હવે ગાઝિયાબાદ પોલીસે ટ્વિટરના જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરવાની તૈયારીઓ કરી છે. પોલીસે ટ્વિટર ઇન્ડિયાના એમડી મનીષ માહેશ્વરીને લીગલ નોટિસ ફટકારી છે. કારણકે ઘણા લોકો એ ટ્વિટરના માધ્યમથી સાંપ્રદાયિકતા નફરત ફેલાવાનો પ્રયાસ કર્યો. કારણકે ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચાડવામાં આવી રહી છે અને ટ્વિટરએ મેનિપ્યુલેટડ કેટેગરીમાં સામીલ ના કર્યું કે ના તો કોઈ કાર્યવાહી હટાવાની કરી અને એ સતત સૌથી વધુ વાઇરલ થવા દીધું એટલે ટ્વિટર ઇન્ડિયાના એમડીને ફટકારી નોટિસ…. આ નોટિસ 17 જૂન, એટલે કે ગુરુવારે આપી હતી. પોલીસે તેમને 7 દિવસની અંદર લોની બોર્ડર લોકિસ સ્ટેશને આવીને નિવેદન નોંધાવવા માટે જણાવ્યું છે.આજે સંસદીય સમિતિની સામે ટ્વિટર જવાબ આપી શકે છે અને દુરુપયોગ રોકવા ક્યાં પગલાં લેવા જોઈએ તે જાંણવું પડશે.

નોટિસમાં શું કહેવામાં આવ્યું?

નોટિસમાં કહેવામા આવ્યું છે કે ટ્વિટર કમ્યુનિકેશન અને ટ્વિટર INC દ્વારા કેટલાક લોકોએ પોતાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરતા સમાજમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રયત્નોને રોકવા માટે કંપની તરફથી કંઇ જ કરવામાં આવ્યું ન હતું અને આવા અસામાજિક સંદેશાઓને સતત વાઇરલ થવા દેવામાં આવ્યા હતા. પોલીસે ટ્વિટરને સ્પષ્ટતા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે.
3 પોઈન્ટમાં સમજો- ગાઝિયાબાદમાં શું થયું હતું?

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ પોલીસે લોની વિસ્તારમાં અબ્દુલ સમદ નામના એક વૃદ્ધ સાથે મારપીટ કરવાનો અને અભદ્ર વર્તનનો એક વીડિયો વાઇરલ થયા બાદ ટ્વિટર સહિત 9 લોકો સામે FIR દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને ખોટી રીતે કોમી રંગ આપવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થતા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વૃદ્ધ મુસ્લિમને માર મારવામાં આવ્યો હતો અને તેની દાઢીને કાપી નાખવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આ મામલાની સત્યતા જુદી જ છે. પીડિત વૃદ્ધે આરોપીઓને કેટલાંક તાવીજ આપ્યાં હતાં, જેને કારણે આરોપીને પરિણામ મળ્યું નહીં, જેથી ગુસ્સે ભરાયેલા આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, પરંતુ ટ્વિટરે આ વીડિયોને મેન્યુપ્યુલેટેડ મીડિયા તરીકે ટેગ ન આપ્યું. પોલીસે એમ પણ કહ્યું હતું કે પીડિતે પોતાની FIRમાં જય શ્રીરામના નારા લગાવવા અને દાઢી કાપવા અંગેની વાત નોંધાવી નથી.

આ પણ જુઓ : કોરોનાની ત્રીજી લહેરનું બાળકો પર વધુ જોખમ નહીં : WHO અને AIIMSના સર્વેનો દાવો

ટ્વિટર કઠેડામાં કેમ?

FIRમાં નોંધવામાં આવ્યું છે કે ગાઝિયાબાદ પોલીસ તરફથી સ્પષ્ટતા કર્યા છતાં પણ આરોપીઓએ પોતાના ટ્વિટ ડિલિટ કર્યા ન હતા, જેને કારણે ધાર્મિક તણાવ વધ્યો હતો. આ ઉપરાંત ટ્વિટર ઈન્ડિયા અને ટ્વિટર કમ્યુનિકેશન ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા એ ટ્વીટને દૂર કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં. તેમની સામે IPC કલમ 153, 153-A, 295-A, 505, 120-B, અને 34 હેઠળ FIR નોંધવામાં આવી છે.

ટ્વિટર સતત વિવાદોમાં ઘેરાયેલું રહે છે કારણકે અત્યારે ટ્વિટરે સરકારની ગાઇડલાઇન સ્વીકારી નથી આઈટીની જેને લઈને વિવાદ વકર્યો હતો અને ત્યારબાદ પહેલા પણ નેતાઓના એકાઉન્ટ વેરીફાય કરવા બાબતે પણ વિવાદમાં આવ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment