Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝUttarakhand: મંત્રીનો દાવો, એપ દ્વારા વરસાદને આગળ-પાછળ, ઓછો-વધુ કરી શકો છો

Uttarakhand: મંત્રીનો દાવો, એપ દ્વારા વરસાદને આગળ-પાછળ, ઓછો-વધુ કરી શકો છો

Uttarakhand
Share Now

ઉત્તરાખંડ (Uttarakhand)રાજ્યનું નામ તમે અનેક આફતો સમયે સાંભળ્યુ જ હશે. ક્યારેક ભુસ્ખલનની ઘટના થતી હોય છે તો ક્યારેક વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ લાગે છે કે ઉત્તરાખંડ (Uttarakhand)ના મંત્રી ડૉ. ઘન સિંહ રાવતના નિવેદને તેનો પણ રસ્તો શોધી કાઢ્યો છે. તેઓએ એક એપને શોધી કાઢી છે. તમે સાચુ જ સાંભળી રહ્યા છો. ઘન સિંહ રાવતે દાવો કર્યો છે કે, એક એવી એપ પણ છે જેના દ્વારા વરસાદને આગળ પાછળ કરી શકાય છે.

મંત્રીએ એવુ શું અજીબ નિવેદન આપ્યું

જણાવી દઇએ કે ઘન સિંહ રાવત પાસે ઉત્તરાખંડ સરકાર (Uttarakhand Government)ના ઘણા મહત્વપૂર્ણ વિભાગ છે. જેમાં સ્વાસ્થ્ય ખાતુ, તબીબી શિક્ષણ, સહકાર, ઉચ્ચ શિક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન અને પ્રોટોકોલ જેવા વિભાગ સામેલ છે. ગઇકાલે સોમવારે 30 ઓગષ્ટના રોજ એક ખાનગી મીડિયાએ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં ઉત્તરાખંડ સરકારના મંત્રી ઘન સિંહ રાવત કહી રહ્યા છે કે, આઇઆઇટી (IIT)ને પણ અમે જોડ્યુ છે. જે અમારુ અનુસંધાન કેન્દ્ર છે, તેમાં ત્રણ-ચાર લોકોને જોડ્યા છે અને અમે કહ્યું કે, તે એ નક્કી કરશે કે ક્યા વિસ્તારમાં કેટલી આફત આવવાની છે. જેથી અમે ત્યાં લોકોને પહેલાથી જ એલર્ટ કરી શકીએ. અમે અમારી મશીનરીને એલર્ટ (Alert)કરી લઇશુ. પછી તે પીડબલ્યુડી હોય કે સિંચાઇ વિભાગ હોય કે સ્થાનિક તંત્ર હોય.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેએ માનહાનિના કેસમાં ઉત્તરપ્રદેશ જવું પડશે: નારાયણ રાણે

મંત્રીએ વધુમાં એપ (APP)દ્વારા વરસાદ (Rain)અંગે ચર્ચા કરી અને કહ્યું કે, હવે તો એવી એપ પણ આવી રહી છે જે કહી રહી છે કે જો વરસાદ થાય તો તેને ઓછો વધુ અથવા પાછળ પણ કરી શકો છો. ભારત સરકારને હું આ પ્રેઝન્ટેશન દર્શાવવાનો છું. જો ભારત સરકાર (Indian Government)તેની મંજુરી આપે તો ઘણા રાજ્યો માટે સારી બાબત કહી શકાય. જો આ વાત તમને હકીકત ન લાગી રહી હોય તો તમે આ વીડિયોને ક્લિક કરી સાંભળો મંત્રીના જ શબ્દો…

લોકો સોશિયલ મીડિયા પર લઇ રહ્યા છે મજા

નિવેદન સામે આવ્યા બાદ લોકો કટાક્ષ કરવાના જ હતા. સોશિયલ મીડિયા યુઝર્સ હવે મંત્રીના આ નિવેદન પર કોમેન્ટ કરી મજા લઇ રહ્યા છે. યુઝરે કહ્યું કે…

જોકે એવુ બની શકે કે ઘન સિંહ રાવત જે કહેવા માગી રહ્યા છે, તેનું પ્રેઝન્ટેશન તે સરખી રીતે આપી ન શક્યા. તેથી જ તેને આપેલુ નિવેદન અજીબ લાગી રહ્યુ છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ અનેક નેતાઓના અજીબ નિવેદન સામે આવી ચુક્યા છે.  ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ (Trivendra Singh Rawat)રાવતે જ કોરોના વાયરસને લઈને વિચિત્ર નિવેદન આપ્યું હતુ. પૂર્વ મુખ્યમંત્રીએ નિવેદન આપતા કહ્યુ હતુ કે, કોરોના વાયરસ પણ એક પ્રાણી છે અને તેને પણ જીવવાનો હક છે. પૂર્વ સીએમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયુ હતુ. ત્યારબાદ તમામ તરફથી તેમને ટીકાના સામનો કરવો પડ્યો હતો. 

બહુરૂપિયો છે કોરોના

જણાવી દઇએ કે એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું હતુ કે, હું દાર્શનિક પક્ષ સાથે આ વાત કરી રહ્યો છું. વાયરસ પણ એક પ્રાણી છે અને આપણે પણ. આપણે આપણી જાતને સૌથી વધુ બુદ્ધિશાળી માનીએ છીએ, પરંતુ તે પ્રાણી જીવવા માગે છે અને તેને પણ તે હક છે. રાવત એટલેથી જ ન અટકયા. તેમણે કહ્યું કે આપણે કોરોના વાયરસની પાછળ લાગી ગયા છીએ. તે રૂપ બદલી રહ્યો છે. બહુરૂપિયો થઈ ગયો છે. આથી વાયરસથી અંતર બનાવીને ચાલવું પડશે. 

નોંધનીય છે કે આ પહેલા કોરોનાને લઈને નિવેદનબાજીમાં મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ઉષા ઠાકુર (Usha Thakur)પણ પાછળ નથી રહ્યા. તેમણે હાલમાં જ કહ્યું હતું કે, યજ્ઞ કરવાથી કોરોનાની ત્રીજી લહેર ભારતને સ્પર્શી શકશે પણ નહી. ઠાકુરે કહ્યું હતું કે પર્યાવરણને શુદ્ધ કરવા માટે યજ્ઞ કરો અને તેમાં બધા આહૂતિ પણ નાખો. શિવરાજ સરકારના મંત્રીએ કહ્યું હતું કે કર્મકાંડ અને અંધવિશ્વાસ નથી, પરંતુ પર્યાવરણને શુદ્ધ કરવા માટે યજ્ઞ ચિકિત્સા છે. કોરોનાની ત્રીજી લહેર પ્રત્યે બધા જાગૃત છે. મને પૂરેપૂરી આશા છે કે આપણે ત્રીજી લહેરને પણ પહોંચી વળીશું કારણ કે જ્યારે બધાના સંયુક્ત પ્રયત્નો પવિત્ર ભાવથી થાય છે તો કોઈ મુસિબત ટકી શકતી નથી.  

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment