Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝઉત્તરાખંડમાં પુર: ફસાઇ ગયેલા ગુજરાતીઓ માટે સરકારે હેલ્પ લાઇન નંબર કર્યો જાહેર

ઉત્તરાખંડમાં પુર: ફસાઇ ગયેલા ગુજરાતીઓ માટે સરકારે હેલ્પ લાઇન નંબર કર્યો જાહેર

Share Now

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ઘણા એરિયામાં વરસાદની ચેતવણી જાહેર થઇ ગઇ છે. પ્રશાસન એલર્ટ પર થે, સાથે જ ચાર ધામ યાત્રા રોકી દેવામાં આવી છે, શાળા,કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે, સીએમ પુષ્કર સિંહ ધામિ એ પણ સચિવાલય સ્થિત આપદા કંટ્રોલ રુંમથી પ્રદેશથી ભારે વરસાદના કારણે નુકશાનની પરિસ્થિતિનું અનુમાન પણ લગાવ્યુ હતુ. ઉત્તરાખંડમાં ફસાઇ ગયેલા લોકોમાંથી 5 લોકોના મોત થઇ ગઇ છે. 

ચારધામની યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં ફસાઇ ગયા છે, જેના કારણે ઘણા ગુજરાતીઓ સરકારને મદદ માટે ટ્વીટ પણ કરી રહ્યાં છે. અનેક ગુજરાતીઓએ બચાવવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી રહ્યાં છે, ત્યારે હવે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે.

UTTARAKHAND

Image Courtsey: Google Image

જો તમારા કોઈ પરિવારજનો, સંબંધીઓ કે કોઈ મિત્રો ઉત્તરાખંડના પ્રવાસે હોય તો તમે તેની માહિતી રાજ્યના સ્ટેટ કંટ્રોલ રૂમને આપી શકો છો. જેના માટે તમે 07923251900  નંબર પર સંપર્ક કરી શકો છો.

રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો

 

કેદારનાથ સહિત ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે પુરની સ્થિતિ સર્જાઇ છે ત્યારે ગુજરાતીઓને બચાવવા માટે રાજ્ય સરકારે હાથ લંબાવ્યો છે. સીએમઓ ગુજરાત દ્વારા ટ્વીટ કરીને હેલ્પ લાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે. આ સિવાય ગુજરાતના નવા સીએમ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી.

: 5 Dead As Rain Batters Uttarakhand

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ-સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીશ્રી પુષ્કરસિંગ ધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા 07923251900   હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. 

ઉત્તરાખંડમાં ફસાયેલા લોકો અને ગુજરાતીઓ જે ત્યાં ચાર ધામ યાત્રા માટે ગયા હતા, તે ત્યાં સુરક્ષિત છે. રાજ્યનું સ્ટેટ કંટ્રોલ રૂમે ઉત્તરાખંડના તંત્ર સાથે પણ વાત કરી છે અને સતત તેના સંપર્કમાં છે. 

આ નંબર પર કરી શકો છો સંપર્ક

 

જો તમારા કોઈ પરિવારજનો, સંબંધીઓ કે કોઈ મિત્રો ઉત્તરાખંડના પ્રવાસે હોય તો તમે તેની માહિતી રાજ્યના સ્ટેટ કંટ્રોલ રૂમને આપી શકો છો. જેના માટે તમે 07923251900  નંબર પર સંપર્ક કરી શકો છો. રાજ્ય સરકાર ગુજરાતીઓને પરત લાવવા માટે સક્રિય થઈ છે. 

Uttarakhand: 3 killed, 8 missing after cloud burst in Pithoragarh

ઉત્તરાખંડ (UTTARAKHAND)માં ભારે વરસાદથી યાત્રા બંધ

મળતી માહિતી મુજબ ગંગોત્રીમાં ભારે વરસાદને પગલે હજારોની સંખ્યામાં વાહનો (Vehicle)ના  થપ્પા લાગી ગયા છે અને તમામ ગાડીઓને અટકાવી દેવામાં આવી છે. હાલમાં તો ભારે વરસાદના પગલે યાત્રીઓ જે જગ્યા પર છે ત્યાં જ અટકાવી દેવામાં આવ્યા છે.

જુઓ વીડિયો

 

આ પણ વાંચો: ભારે વરસાદના પગલે ચારધામ યાત્રા બંધ, સેંકડો ગુજરાતીઓ અટવાયા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment