Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝરાજકોટ,જામનગર અને રાપર ખાતે વેક્સિનેશનનું શુભારંભ

રાજકોટ,જામનગર અને રાપર ખાતે વેક્સિનેશનનું શુભારંભ

Vaccination
Share Now
  • જામનગર ખાતે કોવિડ વેકસિનેશન મહાઅભિયાનનો શુભારંભ
  • કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ અને રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત વિવિધ વોર્ડમાં મહાઅભિયાનનો શુભારંભ કરાવતા મહાનુભાવો
  • જામનગરનો એક પણ નાગરિક રસી વગર ન રહે તેની ખાસ તકેદારી રાખવા મંત્રીશ્રીઓની તાકીદ
  • રસીકરણ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ કાર્યરત, દરેકને રસી લઇ સુરક્ષિત થવા અપીલ કરતા મંત્રીશ્રીઓ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ જુન વિશ્વ યોગ દિને સમગ્ર દેશમાં કોરોના વેકસિનેશન અભિયાનને વધુ સઘન બનાવવા દરેક નાગરિકને નિ:શુલ્ક રસી આપવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ આજરોજ રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અને જામનગર ખાતેથી વોર્ડ નં.૩માં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડ નં. ૧૫માં કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુ દ્વારા આ મહા વેકિસનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ જામનગર શહેર ખાતે વિવિધ વોર્ડમાં સાંસદશ્રી, મેયરશ્રી, ડેપ્યુટી મેયર શ્રી તથા અન્ય પદાધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના નિર્ધારને પરિપૂર્ણ કરવા વિવિધ વોર્ડમાં આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કોરોના સામે લડવા વેક્સિન જ અમોઘ શસ્ત્ર છે. સમગ્ર દેશમાં હાલ ગુજરાત રાજ્ય વેક્સિનેશન અભિયાનમાં અગ્રીમ રહી ૨ કરોડ ૨૦ લાખ નાગરિકોને વેક્સિન આપવામાં સફળ રહ્યું છે, જ્યારે જામનગર જિલ્લો તો રસીકરણમાં રાષ્ટ્રીય કક્ષાએ અગ્રીમ રહ્યો છે તો જામનગરનો એક પણ નાગરિક વેકસિન વિના ન રહે તે માટે આજથી આ મહાઅભિયાનનો શુભારંભ થયો છે. આ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ થકી પણ કામગીરી કરાઈ રહી છે.

Jam Raj Rap vaccination
આવતીકાલની સલામતી માટે રસી લઇ સ્વયંને અને સમાજને સુરક્ષિત બનાવવા તેમજ ભય વગર રસી લેવા મંત્રીશ્રીઓ દ્વારા જનતા જનાર્દનને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષ કટારીયા, કોર્પોરેટર શ્રી કેશુભાઈ માડમ, પૃથ્વીસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, દિવ્યેશભાઈ અકબરી, હર્ષાબા જાડેજા, જયંતીભાઈ ગોહિલ, શોભનાબેન પઠાણ, મહામંત્રીશ્રીઓ મેરામણભાઈ ભાટુ, ગોપાલભાઈ સોરઠીયા, વોર્ડ પ્રમુખશ્રી જયેશભાઈ ઢોલરીયા, જામનગર મહાનગરપાલિકાના એમ.ઓ.એચ શ્રી ઋજુતાબેન જોશી અને વેક્સીનેશન સેન્ટરોના ડો. અભિષેક કનખરા તથા ડો. કુનાલ સોલંકી વગેરે પદાધિકારીઓ- અધિકારીઓ અને બહોળી સંખ્યામાં રસી લેવા માટે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાપર તાલુકા મા આજ થી વેકશીન પર્વ ની ઉજવણી

આજ થી સમગ્ર રાજ્યમાં કોવિડ 19 અંતર્ગત કોરોના ની મહામારી સામે રક્ષણ આપવા માટે કોવિડ વેકશીન આપવા માટે નો કાર્યક્રમ આજ થી દસ દિવસ સુધી શરુ કરવામાં આવ્યો છે જે અંતર્ગત માહિતી આપતાં અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ ના જણાવ્યા મુજબ આજ થી કોવિડ મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં રાપર તાલુકા મા અર્બન હેલ્થ સેન્ટર તેમજ રાપર અને પલાંસવા સીએચસી તથા નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પાંસઠ સબ સેન્ટર ખાતે વેકશીન આપવા નો આરંભ થયો છે જેમાં અઢાર વર્ષ ની ઉપર ના લોકો ને સ્થળ પર વેકશીન આપવા મા આવશે અને રજિસ્ટ્રેશન પણ સ્થળ પર થઈ જશે અગાઉ રાપર તાલુકા મા દોઢ સો થી બસો લોકો દરરોજ વેકશીન લેવા માટે આવતા હતા અત્યારે ત્રણ સો થી વધુ લોકો વેકશીન લેવા માટે આવી રહ્યા છે વેકશીન આપવા માટે ની કામગીરી મા કંચન બેન સુવારીયા રામજી ભાઈ પરમાર. વેણુબેન વડવાઈ ખુશ્બુ પ્લાસ રાહુલ મસુરીયા કિશન મકવાણા પ્રકાશ ચૌહાણ પુનમ ગવળી રીના ચુડાસમા સહિત નો સ્ટાફ કામગીરી કરી રહયો છે આજે કોવિડ વેકશીન મહા અભિયાન કાર્યક્રમ મા રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. જાડેજા શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની ભિખુભા સોઢા વાલજી પટેલ લાલજી કારોત્રા. મેહુલ જોશી નિલેશ માલી કાનજી આહિર રામજી પિરાણા સહિત ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ થી શરૂ કરવામાં આવેલા વેકશીન મહા અભિયાન આગામી ત્રીસ તારીખ સુધી ચાલશે અને વેકશીન મહા પર્વ ની ઉજવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Vaccination

રાજકોટ ખાતે પણ અભિયાન શરુ

ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં લોકોને પડતી મુશ્કેલી હવે નહિ પડે. પ્રધાનમંત્રી દ્વારા વેક્સિનને લઇ દેશભરમાં મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ના કરાવી શકતા કે જેને મુશ્કેલી પડી રહી છે તેવા લોકો હવે બુથ પર જઈ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને વેક્સિન લઇ શકશે. આ અભિયાન અંતર્ગત 18 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી નીચેના યુવાનો બુથ પર જઈને જ રજીસ્ટ્રેશન કરાવી વેક્સિન લઇ શકશે. રાજકોટ મહાનગર પાલિકામાં આ અભિયાનની શરૂઆત સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા કરવામાં આવતા અભિયાન અંતર્ગત ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના યુવાનો વેક્સિન લે તે માટે અપીલ પણ કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Androidhttp://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment