કોરોનાથી બચવા માટે મોટાભાગના દેશોમાં વેક્સિનેશન (Vaccination)ની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ભારત પણ એક છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર ભારતમાં 2.50 કરોડ લોકોએ વેક્સિનેશન કરવામાં આવ્યું.
જોકે, વેક્સિનને લઈને હજુ પણ કેટલાક લોકો ડરી રહ્યાં છે તેની આડ-અસરને કારણે. થોડા-ઘણા લક્ષણો દેખાવા સામાન્ય વાત છે. તમારી ઈમ્યૂન સિસ્ટમ વાઈરસ સાથે લડવા માટે તૈયાર થઈ રહી હોય છે. જો આ લક્ષણો લાંબા સમય સુધી રહે છે તો તેની અવગણના કરવી જોઈએ નહીં.
Vaccination ના સામાન્ય લક્ષણો
હાથમાં દુઃખાવો- જે જગ્યાએ ઈન્જેક્શન લગાવ્યું છે, ત્યાં દુઃખાવાની સમસ્યા થઈ શકે છે. જેને ઠીક થતા બેથી ત્રણ દિવસ લાગી શકે છે. જેમાં ખૂબ પરેશાન થવાની જરૂર નથી.
📍किसी भी कोविड–19 वैक्सीन को लगवाने के 20 दिनों के भीतर होने वाले लक्षणों पर तत्काल ध्यान देने की आवश्यकता है।
✅सांस की तकलीफ
✅छाती में दर्द
✅उल्टी होना या लगातार पेट दर्द होना
✅धुंधला दिखाई देना
✅तेज़ या लगातार सिरदर्द#Unite2FightCorona#StaySafe pic.twitter.com/0dVbYk1upp— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) August 18, 2021
તાવ
વેક્સિન (Vaccination) લીધા બાદ કેટલાક કલાકો બાદ કે બીજા દિવસે તાવ આવી શકે છે. જે એક-બે દિવસમાં મટી જાય છે. જરૂર લાગે તો ડોક્ટરને કન્સલ્ટ કરીને દવા લેવી જોઈએ.
શરીરમાં દુઃખાવો
વેક્સિનેશન બાદ માંસપેશિઓ અને ઘૂંટણમાં હળવો દુઃખાવો રહે છે.
આ પણ વાંચોઃ- પીએમ મોદીના બર્થડે પર વેક્સિનનો 2.5 કરોડનો ડોઝ આપવામાં આવ્યો
આ લક્ષણોની અવગણના ના કરો
1) શ્વાસ લેવામાં તકલીફ
2) છાતીમાં દુઃખાવો
3) પેટમાં દુઃખાવો થવો ઉલ્ટી થવી
4) ઘૂંઘળુ દેખાવુ
5) સખત અને સતત માથુ દુખવુ
6) શરીરમાં નબળાઈ
7) ચક્કર આવી જવા
8) ઈન્જેક્શનવાળી જગ્યા પર લોહીના થર બાજી જવા
વેક્સિન લગાવ્યાના 20 દિવસની અંદર આવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો જેનાથી યોગ્ય સમયે સારવાર થઈ શકે. અને તમામ સમસ્યાનું નિવારણ આવી શકે. ઘણા બધા કિસ્સાઓમાં મોડુ કરી લેવાથી જ કોમ્પિલકેશન વધી શકે છે.
યોગ્ય સારવાર યોગ્ય સમયે જ શક્ય છે. આથી વેક્સિન લેતી વખતે તમામ વસ્તુઓનું ધ્યાન રાખવુ જરૂરી છે. તે સાથે જ પોસ્ટ વેક્સિન પરિસ્થિતિમાં પણ આ તમામ વાતોનું ધ્યાન રાખવુ જરૂરી છે. આવુ કરવાથી તમામ બીમારીમાંથી જલદીથી બહાર આવી શકાય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4