Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝAMTS અને BRTS માં મુસાફરી કરવા વેક્સિન સર્ટિફિકેટ જરૂરી

AMTS અને BRTS માં મુસાફરી કરવા વેક્સિન સર્ટિફિકેટ જરૂરી

Vaccine certificate required
Share Now

રસીકરણને મળશે વેગ !

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. તો સાથે જ દેશભરમાં રસીકરણ મહાભિયાન રૂપે ઝડપી બનાવવામાં આવ્યું છે. કોરોનાની વીતી ગયેલી બન્ને લહેરોમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે કથિત ત્રીજી લહેરથી બચવા અમદાવાદ કોર્પોરેશને રસીકરણને લઈને મોટો નિર્ણય લીધો છે. તો હવે (Vaccine certificate required) AMTS અને BRTS માં મુસાફરી કરવા રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ બધા લોકો રસી લે તેવી મેયરે અપીલ કરી છે. કોરોના જે ગતિએ વધે છે અને ગણતરીની પળોમાં કેટલાય લોકોને સંક્રમિત કરે છે તેનાથી બચવા હાલ તો રસી એકમાત્ર કોરોના સામેનો ઉપાય કહી શકાય.

Vaccine certificate required

the guardian

બસના મુસાફરોએ બતાવવું પડશે રસી પ્રમાણપત્ર

આજથી જ AMTS અને BRTS માં મુસાફરી કરતા લોકો ફરજિયાત રસી લીધી હોવી જરૂરી છે. બસમાં ટીકીટ લેતા પહેલા વેક્સિન લીધાનું સર્ટિફિકેટ બતાવવું ફરજીયાત છે. ગુજરાત સરકારના નિર્ણય પ્રમાણે, અમદાવાદમાં પ્રવેશતા દરેક પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને ફ્લાઇટમાં પ્રવાસીઓ મહારાષ્ટ્ર કે અન્ય કોઈપણ સ્થળો પરથી આવે તો તેમને ત્યાંથી જ ટેસ્ટિંગ કરાવીને આવવાનું હોય છે, પરંતુ જો કોઈ મુસાફરે ટેસ્ટ ન કરાવ્યો હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એરપોર્ટ પર જ ટેસ્ટ કરવામાં આવે છે.

Vaccine certificate required

mapio

મોબાઈલમાં રસી લીધાનો મેસેજ માન્ય ગણાશે 

જો એરપોર્ટ પર કરેલા ટેસ્ટમાં કોઈ પ્રવાસી પોઝિટિવ જણાય તો ત્યાંથી જ તેમને હોસ્પિટલમાં અથવા ઘરે ક્વોરન્ટીન કરવામાં આવે છે. 18 વર્ષથી વધુના યાત્રીઓએ મુસાફરી માટે રસીકરણનું સર્ટિફિકેટ આપવું પડશે. મોબાઇલમાં રસી લીધાનો મેસેજ મુસાફરી માટે માન્ય ગણાશે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સોમવારથી નો વેકિસન-નો એન્ટ્રીના લેવામાં આવેલા નિર્ણયમાં શહેરના સાત ઝોનમાં આવેલા બગીચાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલા નાના-મોટા ૨૮૩ બગીચાઓમાં જે મુલાકાતીઓએ કોરોના વેકિસન નહીં લીધી હોય એમને પ્રવેશ આપવામાં નહિ આવે. બગીચામાં પ્રવેશ માટે કોરોના વેકિસન લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે. સર્ટિફિકેટ બતાવનારને જ બગીચામાં પ્રવેશ આપવામાં આવશે.

Vaccine certificate required

AMC ની કચેરીઓમાં પણ વેક્સિન સર્ટીફીકેટ જરૂરી 

AMCએ વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મનપાના તમામ પરિસરમાં મુલાકતિઓ પાસે વેકસીન સર્ટી તપાસવામાં આવશે. (Vaccine certificate required) AMTS – BRTS , કાંકરિયા લેક્ફ્રન્ટ , કાંકરિયા ઝુ , સાબરમતી રિવરફ્રન્ટ , લાઈબ્રેરી , સ્વિમિંગ પુલ , જીમખાના , સીટી સિવિલ સેન્ટર , સહિત તમામ બિલ્ડીંગ માં વેકસીન સર્ટી તપાસવામાં આવશે. વેકસીન નહિ લેનાર ને મનપા પરિસર માં તારીખ 20 સપ્ટેમ્બરથી પ્રવેશ પર લાગશે પ્રતિબંધ. વેક્સિનેશન મામલે તંત્રે સખ્ત નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં અત્યાર સુધી 36.59 લાખ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. તો બન્ને ડોઝ લેનાર લોકોની સંખ્યા 16.44 લાખ છે.

Vaccine certificate required

et realty, amc

કોરોના સામે લડવા રસીકરણ એકમાત્ર કારગર ઉપાય 

રસીકરણ એ અત્યારે તો કોરોના સામે લડવાનો સૌથી કારગર ઉપાય છે. માટે આખી દુનિયા રસીકરણને મહત્વ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યમાં વેક્સીનેશન અભિયાન શરુ કર્યુ હતું. અને દરેક સ્થળ પર રસીકરણ કેમ્પ શરુ કરવામાં આવ્યા હતા. જેથી રસીકરણને વેગ મળી શકે. રસીના ડોઝનું ઉત્પાદન વધેએ માટે ફાર્મા કંપનીઓ પ્રયત્નશીલ છે, તો વળી વધારે રસીઓ મળી રહે એટલા માટે પણ કંપનીઓ શોધ-સંશોધન કરી રહી છે. બીજી તરફ દુનિયાના ઘણા દેશોએ પ્રવાસીઓ માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત બનાવ્યા છે. તેમાંથી પ્રેરણા લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો હોવાની શક્યતા છે. પરંતુ જાહેર આરોગ્ય માટે આ નિર્ણય મહત્વનો સાબિત થશે.

આ પણ વાંચો : Vaccine Dose પીએમ મોદીના બર્થડે પર વેક્સિનનો 2.5 કરોડનો ડોઝ આપવામાં આવ્યો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment