રાજ્યમાં તહેવારો બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ફરી એકવાર ધીમી ગતીએ વધી રહ્યા છે. કેસ વધવાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ ફરી એકવાર સક્રિય થયો છે અને આવતીકાલથી ફરી વેક્સિન સર્ટિફિકેટ (Vaccine Certificate)તપાસવાનું શરૂ કરશે.
આ તમામ જગ્યાએ Vaccine Certificates ચેક કરાશે
કોરોનાના વધતા જતા કેસના પગલે હવે ફરી આવતીકાલે શુક્રવારથી વેક્સિન માટે લાયકાત ધરાવતા લોકોએ પ્રથમ ડોઝ લીધેલો ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ લીધેલો ન હોય તેવા વ્યકિતઓને AMC દ્વારા કાર્યરત AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, એ.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્લેક્સ, સિટી સીવીક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ કરતા પહેલા કોરોના વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે.
આ પણ વાંચો: વિશ્વભરમાં અમેરિકા, UK સહિત 96 દેશોએ ભારતના કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટને આપી માન્યતા
આ તમામ સ્થળોએ વેક્સિનેટ લોકોને જ પ્રવેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)ના આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગપૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.
વેક્સિનેશનની કામગીરીએ ગતિ પકડી
રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાથી રક્ષણ મળે તે માટે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 73 લાખ 84 હજાર 693 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 46 લાખ 91 હજાર 647 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 93 હજાર 046 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ લોકોને વેક્સિન મળી રહે તે માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હોલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં આવી સ્પુતનિક-વી જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4