Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝVaccine Dose પીએમ મોદીના બર્થડે પર વેક્સિનનો 2.5 કરોડનો ડોઝ આપવામાં આવ્યો

Vaccine Dose પીએમ મોદીના બર્થડે પર વેક્સિનનો 2.5 કરોડનો ડોઝ આપવામાં આવ્યો

Vaccine Dose
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અવસર પર વેક્સિનેશન અભિયાન (Vaccine Dose)ને વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું. કોવિડ-19 વેક્સિન 2.5 કરોડનો ડોઝ આપીને રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. કો-વિન પોર્ટલ પર ઉપલબ્ધ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીનો ડોઝ રાત્રે 10 વાગ્યે 79.25 કરોડના આંકડાથી વધી ગયા હતા.

ભારત પહેલા ચીનના નામે એક દિવસમાં સૌથી વધારે કોવિડ વેક્સિનેશન (China)નો રેકોર્ડ બન્યો હતો. તેમના એક દિવસમાં 2.474 કરોડ વેક્સિન લગાવી હતી. આ રેકોર્ડ 24 જૂન 2021એ બનાવવામાં આવ્યો હતો.17 સપ્ટેમ્બરે ભારતે નવો રેકોર્ડ બનાવતા અઢી કરોડથી પણ વધારે ડોઝ આપ્યા છે.

ભારતે એક દિવસમાં ઓસ્ટ્રેલિયાની વસતીના સમાન વેક્સિન આપી હતી. ઓસ્ટ્રેલિયાની જનસંખ્યા લગભગ 2.56 કરોડની છે અને લગભગ એટલી જ કોવિડ વેક્સિન ભારતમાં 17 સપ્ટેમ્બર 2021એ  આપવામાં આવી. જે 123 દેશોની વસ્તી કરતા પણ વધારે  છે. તે પહેલા 31 ઓગસ્ટે 1.35 કરોડની વેક્સિન 31 ઓગસ્ટે આપવામાં આવી હતી. જ્યારે 6 સપ્ટેમ્બરે 1.14 કરોડ વેક્સિન ડોઝ (Vaccine Dose) આપવામાં આવી હતી.

વડાપ્રધાને ટ્વિટ કરી, ‘દરેક ભારતીય આજે રેકોર્ડ સંખ્યામાં થયેલી વેક્સિનને લઈને ગૌરવ અનુભવતા હશે. હું વેક્સિનેશ અભિયાનને સફળ બનાવવા માટે આપણાં ડોક્ટર્સ, સંશોધકો, સંચાલકો, નર્સ, સ્વાસ્થ્ય સેવા જેવા તમામ  કર્મિઓની પ્રશંસા  કરુ છું. કોવિડ-19 ને હરાવવા માટે વેક્સિનને પ્રોત્સાહન આપતા રહો.’

આ પણ વાંચોઃ- ચીનની અવળચંડાઈ, કરાવતું હતુ ડેટામાં ધાંધલી : વિશ્વ બેંકે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રીપોર્ટ બંધ કર્યા

કર્ણાટકમાં દેશના સર્વાધિક 26.9 લાખ ડોઝ આપવામાં આવ્યા, જ્યારે બિહારમાં 26.6 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. જ્યાં, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં 24.8 લાખથી વધારે ડોઝ, મધ્ય પ્રદેશમાં 23.7 લાખથી વધારે ડોઝ અને ગુજરાતમાં 20.4 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandavia)એ ટ્વિટ કરી, ‘અભિનંદન ભારત, પીએમ મોદીના જન્મદિવસ પર ભારતે આજે ઈતિહાસ રય્યો છે. 2.50 કરોડથી વધારે વેક્સિન લગાવીને દેશ અને વિશ્વના ઈતિહાસમાં સ્વર્ણિમ અધ્યાય લખ્યો છે. આજનો દિવસે હેલ્થકર્મિઓના નામે રહ્યો.’

ભારતમાં વેક્સિનેશને(Vaccine Dose)ના 10 કરોડના આંકડા સુધી પહોંચાડવામાં 85 દિવસો લાગ્યા હતા. ત્યારબાદ 45 દિવસોમાં 20 કરોડ રૂપિયા તથા ત્યારબાદ 29 દિવસો બાદ 30 કરોડના આંકડા પાર દેશ પહોંચ્યો હતો. 30 કરોડ થી 40 કરોડના આંકડા સુધી પહોંચવામાં 24 દિવસ લાગ્યા અને ત્યારબાદ 20 દિવસ બાદ 6 ઓગસ્ટે 50 કરોડના આંકડા પર પહોંચી ગયા. 19 દિવસ બાદ દેશે 60 કરોડ આંકડા તથા ત્યારબાદ 13 દિવસો બાદ 60 કરોડ આંકડાનો લક્ષ્ય હાંસલ કર્યો. મંત્રાલય અનુસાર, 13 સપ્ટેમ્બરે 75 કરોડ લોકોની વેક્સિનેશનનો લક્ષ્ય હાંસલ કર્યો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment