Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 17.
Homeન્યૂઝવડોદરા લવ જેહાદ કેસમાં પીડીતાએ કરી બીજી ફરિયાદ

વડોદરા લવ જેહાદ કેસમાં પીડીતાએ કરી બીજી ફરિયાદ

VADODARA LOVE JIHAD
Share Now

 

વડોદરાના જુના છાણી રોડ પર રહેતા મોહીબ વિરુદ્ધ 4 દિવસ પહેલા લવ-જેહાદની(LOVE JIHAD) ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે લવ-જેહાદ(LOVE JIHAD) પ્રકરણમાં પીડિતાએ ફરી બીજી ફરિયાદ નોંધાવી છે. પીડીતાએ કરેલ ફરિયાદ અનુસાર 24મી ના રોજ મોહિબ પઠાણના પરિવારે તેની માતાના ઘરમાં ઘૂસી પુત્રને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. અને પીડિતાના દિયરે નાની બહેનને ઉઠાવી જઈશું તેવી ધમકી આપી હતી. નાની બહેનને ઉઠાવી જઈશું એવી ધમકી ને પગલે પીડિતાએ મોહિબના 2 ભાઈ, ભાભી અને માતા સામે ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જોકે 24મી ના રોજ બનેલી ઘટના અંગે 4 દિવસ બાદ ફરિયાદ નોંધાતાં પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે..

લગ્ન કર્યાં બાદ મોહિબે બતાવ્યો અસલી રંગ

જૂના છાણી રોડ પર રહેતા મોહિબ નામના યુવકે પાટીદાર યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા હતા. લગ્ન કરતા પહેલા મોહિબે યુવતીને પોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. જોકે લગ્ન બાદ મોહિબે તેનો અસલ રંગ બતાવ્યો હતો. મોહિબ દ્વારા પીડિતાને નિકાહનામું પઢાવી નમાઝ પઢવા દબાણ કરવામાં આવતું હતું. તેમજ મોહિબ અને તેના પરિવારે પીડિતા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આખરે પીડિતા કંટાળીને મોહિબના ઘરમાંથી નીકળી તેની માતાના ઘરે આવી પહોંચી હતી. અને 23 તારીખના રોજ મોદી રાતે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પીડીતાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદને પગલે પોલીસે મોહિબ, તેના ભાઈ મોહસિન અને પિતા ઈમ્તિયાઝની ધરપકડ કરી હતી.

VADODARA LOVE JIHAD

PC- TOI

ફરિયાદ નોંધાતા મોહીબના પરિવારે પીડિતાના ઘરમાં ઘુસી ઝગડો કર્યો

પીડીતાએ 23મી તારીખે મોડી રાતે ફરિયાદ નોંધાવ્યા બાદ બીજા દિવસે એટલે કે, 24મી તારીખે વહેલી સવારે પીડિતાની માતા ઘર નજીક દૂધ લેવા ગયા હતા. અને પીડિતા, તેની નાની બહેન અને 3 મહિનાનો પુત્ર ઘરે હતાં. ત્યારે મોહિબનો મોટો ભાઈ વસીમ ઈમ્તિયાઝ પઠાણ, મોટા ભાઈની પત્ની શબનમ મોહસિન પઠાણ, નાનો ભાઈ સાજિદ ઈમ્તિયાઝ પઠાણ અને શબાના ઈમ્તિયાઝ પઠાણ જબરજસ્તી પીડિતાના ઘરમાં ઘૂસી આવ્યાં હતાં. અને શોહિબના પરિવારે પીડિતા સાથે બોલાચાલી કરી હતી. અને કહ્યું કે તેં ખોટી ફરિયાદ કરી છે, અને પીડિતાના છોકરાને હાથમાં લઈને કહ્યું કે આ છોકરો અમારો છે, એમ કહી ઝઘડો કર્યો હતો.

આ પણ વાંચો:ભાજપે પ્રદેશ કારોબારીની બેઠકમાં ચૂંટણીની તૈયારીઓ આરંભી

ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી

પીડીતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા 24મી ના રોજ સવારે મોહીબનો પરિવાર જબરજસ્તી પીડિતાના ઘરમાં ઘૂસી ગયા હતા. અને પીડિતા સાથે બોલાચાલી કરતા કહ્યું કે તે ખોટી ફરિયાદ કરી છે. એમ કરીને ઝગડો કર્યો હતો. તેમજ મોહિબના ભાઇ સાજિદ દ્વારા પીડિતાની 12 વર્ષની બહેનને ઉઠાવી જવાની ધમકી આપવામાં આવી હતી. જેને લઈને પીડિતા અને તેની માતા પણ મોહીબના પરિવારની સામે પડ્યા હતા. જેને લઈને મામલો ઉગ્ર બનતા મોહીબના પરિવારના લોકો ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

VADODARA LOVE JIHAD

PC- FIND EASY

કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા

ઉલ્લેખનીય છે કે, 23 તારીખે મોદી રાતે પીડીતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં લવ જેહાદની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે પીડિતાના પતિ મોહિબ પઠાણ અને તેના ભાઈ મોહસીન પઠાણ તેમજ પિતા ઈમ્તિયાઝ પઠાણની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ કોર્ટ માં રજૂ કરતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી પીડીતાએ મોહીબ અને તેના પરિવાર વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાવી છે.

લવ જેહાદ કેસમાં શું છે જોગવાઈ?

સરકાર દ્વારા રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ-2021 નો કાયદો ઘડવામાં આવ્યો હતો. અને આ કાયદાને રાજ્યમાં 15 જૂનથી લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદો લાગુ થયા બાદ ત્રીજા જ દિવસે લવ જેહાદનો(LOVE JIHAD) પ્રથમ કેસ નોંધાયો હતો. વિધર્મીઓ દ્વારા છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવી તેમની સાથે લગ્ન કરી ધર્મપરિવર્તન કરાવવાની ફરિયાદો વધતા આ કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદામાં આરોપીને આરોપીને 3થી 5 વર્ષની જેલ અને 2 લાખ કે તેથી વધુના દંડની જોગવાઈ કરવામાં આવીછે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment