Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝવડોદરાની “શી ટીમ” આવી વિધવાના સહારે

વડોદરાની “શી ટીમ” આવી વિધવાના સહારે

She Team
Share Now

નિ:સહાય વિધવા સીનીયર સીટીઝન બહેન ને જરૂરી સહાય પુરી પાડતી વારસીયા“શી” ટીમ

વડોદરા શહેર પૉલીસ કમિશ્નર શ્રી ડો. સમશેર સિંઘ સાહેબ તથા J.C.P.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ D.C.P. ZONE-04 શ્રી એલ.એ ઝાલા સાહેબ તથા A.C.P. “G” DIV. શ્રી પી.આર રાઠોડ સાહેબ તથા વારસીયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.એન. લાઠીયા ના માર્ગદર્શક હેઠળ *શી ટીમ * જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મહીલા વિરુધ્ધી ગુનાઓ અટૅકાવવા તથા સીનીયર સીટીઝન ને સમય સર મદદ પહોચી રહે તે માટે કાર્યરત છે. તા-૦૫/૦૮/૨૦૨૧ ના રોજ સીનીયર સીટીઝન સેલ ના એક મેસેજ આધારે સીનીયર સીટીઝન ભારતીબેન ખત્રી ઉ.વ-૬૬ રહે- સી/૧૨૦ નાથીબા નગર સો.સા વિભાગ-૧ હરણી રોડ વડોદરા શહેર જેઓ વિધવા છે, તેમજ તેઓની આર્થિક પરિસ્થિત નબળી છે અને ખુબ જ નજીક હોય તો જ જોઇ શકે તેવી આંખોની સ્થિતિ છે અને આવક નો કોઇ સ્ત્રોત ન હોય તથા તેમની એક દિકરી જેનુ નામ જીજ્ઞાશા ઉ.વ-૩૨ અપરણીત અને તે પણ કાન થી ખુબજ ઓછુ સાંભળે છે.

Baroda she team

તેઓ ને મદદની જરૂર હોયે જેથી તેમની મુલાકાતે જઈ તેમની સમસ્યા સાભંળી વારસીયા પોલીસ સ્ટેશન ના P.I કે.એન લાઠીયા સાહેબ ને વાત કરતા તેઓએ અંગત રસ લઈ વિધવા બહેન ને મળવા પાત્ર તમામ સરકારી યોજનાઓ નો લાભ મળી રહે તે હેતુસર વારસીયા શી ટીમ ના સ્ટાફ WLRD દિપીકાબેન મફતલાલ બ ન -૨૮૨૮ તથા WLRD સરલા શિવશંકર બ ન- ૨૧૫૬ નાઓએ તમામ સરકારી સર્ટીફીકેટો તેમજ ઓળખપત્ર ની વ્યવસ્થા જાતે થી નર્મદા ભવન ખાતે આવેલ કચેરીઓ માં જઈ તાત્કાલીક તમામ સરકારી યોજનાઓ ચાલુ કરાવેલ છે જેમા (૧) વિધવા પેંશન યોજના (૨) બી.પી.એલ કાર્ડ (૩) વિકલાંગ સર્ટીફીકેટ (૪) એસ.ટી બસ મુસાફીર ફ્રી પાસ તથા (૫) આવક નો દાખલા જેવી તમામ યોજના કરી આપેલ છે તેમજ સદર બહેન ને વધુ આર્થિક સહાય મળી રહે તે સારૂ અલગ અલગ સામાજીક સંસ્થાનો કોન્ટેકટ કરી તેમને મદદ થઈ સકે તે માટે “ઓજશ ફાઉંડેશન” ના ફાઉન્ડર મંયકભાઈ નાઓ દ્વારા વારસીયા શી ટીમ સાથે રહી તેઓ ના ધરે જઈ ને જરૂરીયાત મુજબ નુ એક વર્ષ ચાલી રહે તેટલુ અનાજ-કરીયાણુ અપાવેલ છે તેમજ “RUCHI SUNDAY SCHOOL” TEAM ના સભ્યો રોનીત જોશી અને રાજેશભાઈ જોશી એ ભારતીબેન ને રૂપીયા ૭૫૦૨/- નો ચેક અર્પણ કરેલ છે.

‘શી’ ટીમ મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનોની સલામતી અને સુરક્ષા માટે કટિબદ્ધ છે

વડોદરા શહેરમાં પોલીસ કમિશનર શમશેરસિંઘની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન દીઠ ‘શી’ ટીમ કાર્યરત કરવામાં આવી છે જે મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનોની સલામતી અને સુરક્ષા માટે કટિબદ્ધ છે.

આ પણ જુઓ : મોતની છલાંગ

‘શી’ ટીમ અને ‘ફાઇન્ડ પ્લાઝમાં ડોનર’ ટીમ મળીને કામ કરશે

હાલમાં કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને આ મહામારી દરમિયાન ઉભા થયેલા અનેક પડકારો પૈકી પ્લાઝમા ડોનરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, જેને ધ્યાનમાં રાખીને ‘શી’ ટીમ અને ‘ફાઇન્ડ પ્લાઝમાં ડોનર’ ટીમના સંયુક્ત ઉપક્રમે બંને ટીમ સાથે મળીને પ્લાઝમા ડોનેટ કરવામાં અને પ્લાઝમા મેળવવામાં મદદ કરશે . જે કોઈ પણ વ્યક્તિ પ્લાઝમાં ડોનેટ કરવા ઉત્સુક છે અથવા તો કોઈ વ્યક્તિને કે તેમના કુટુંબીજનને પ્લાઝમા ડોનરની જરૂરિયાત છે તો ‘શી’ ટીમનો સંપર્ક કરી શકે છે.

She team

જરૂરીયાતવાળા લોકો સંપર્ક કરી શકે છે

‘શી’ ટીમ કોન્ટેક્ટ નંબર-7434888100 અથવા વડોદરા શહેર પોલીસ કંટ્રોલરૂમ નંબર 100 તેમજ વેબસાઈટ-www.findplasmadonor.com ઉપર આપનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ‘શી’ ટીમ ફાઈન્ડ પ્લાઝમા ડોનર ટીમના સંકલનથી આપની સહાયતા માટે તત્પર છે તેમ એક યાદીમાં જણાવાયું છે.

SHE ટીમ પ્લાઝ્મા મેળવવામાં મદદ કરશે : કમિશનર

પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે લોકોને સોશીયલ મીડિયા મારફતે જાણકારી આપી હતી કે, કોરોનામાં અનેક પડકારો પૈકી પ્લાઝ્મા ડોનરની જરૂરીયાત ઊભી થઈ છે. જેને ધ્યાનમાં રાખીને ‘શી ટીમ’ અને “ફાઇન્ડ પ્લાઝ્મા ડોનર ટીમ” સાથે મળીને પ્લાઝમા ડોનેટ કરવામાં અને પ્લાઝ્મા મેળવવામાં મદદ કરશે. જે કોઈ વ્યક્તિ પ્લાઝ્મા ડોનેટ કરવા માગે છે કે કોઈને પ્લાઝ્મા ડોનરની જરૂરિયાત છે તો તેઓ શી ટીમને 74348 88100 કે 100 નંબર તેમજ www.findplasmadonor.com પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. બીજી તરફ માખીજાની ફાઉન્ડેશનના જગદીશ માખીજાનીએ જણાવ્યું કે, અમારી સંસ્થાએ 3 દિવસમાં 27 ડોનરને પ્લાઝ્મા ડોનેટ કરવા મનાવ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment