Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeભક્તિવાણીની દેવી મા સરસ્વતી: વાઘ બારસ એટલે વાઘનો નહી પણ વાણીનો તહેવાર

વાણીની દેવી મા સરસ્વતી: વાઘ બારસ એટલે વાઘનો નહી પણ વાણીનો તહેવાર

vag barash
Share Now

વાઘ શબ્દ સાંભળતા જ એમ થાય કે વાઘની વાત કરવામાં આવી રહી છે, પણ ના વાઘ નથી શબ્દ જ ખોટો છે, ગુજરાતી પંચાગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ… વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાંખ્યુ છે, વાઘના સંદર્ભમાં આ તહેવાર વાઘ બારસ તરીકે ઉજવાય છે. 

વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે, વાક એટલે વાણી. આખુ વર્ષ સત્ય અને લોકોને ગમે તેમજ હિતકારી વાણી બોલવી.

વાક એટલે સરસ્વતીની દેવી

વાક એટલે સરસ્વતીની દેવીની પુજા થાય છે, જેથી કહેવાય છે કે, આપણા થી આપણા કરતાં મોટા કે નાના લોકોનું મન ન દુભાય તેવી વાણી બોલવી. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીજીની પુજા થાય એ પહેલાં સરસ્વતીની પુજા કરવામાં આવે છે. જેથી લોકો વાઘ બારસના દિવસે સરસ્વતીની પુજા કરે છે.  

હિન્દૂ ધર્મમાં ગાયને શા માટે પવિત્ર માનવામાં આવે છે? વાંચો ગાય માતા વિશેનો રહસ્યમય ઇતિહાસ

વાક એટલે વાણી. આખુ વર્ષ સત્ય અને લોકોને ગમે તેમજ હિતકારી વાણી બોલવી.

રમાં એકાદશી થી લઈને વાઘબારસ, ધનતેરસ, નરક ચતુર્થી, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઇબીજ સુધી તહેવારો બસ આવી રહ્યાં છે, ત્યારે આ તહેવારને લોકો પુરા હર્ષ અને ઉલ્લાસથી ઉજવતા હોય છે. દિવાળીના પર્વમાં મંદિરો અને ઘરે દિપોત્સવ થાય છે.

દિવાળીના આ પર્વમાં વાઘ બારસને સત્તાવાર રીતે દિવાળી પ‌ર્વનો પહેલો દિવસ માનવામાં આવે છે. વાઘ બારસના દિવસને ગૌવત્સ દ્વાદશી અથવા વસુ બારસ પણ કહેવાય છે. આ દિવસે શ્રી કૃષ્ણની સાથે સાથે ઈશ્વરનું સ્વરૂપ મનાતી વસુ એટલે ગાય માતાની પૂજાનું પણ મહત્વ રહેલું છે.

TTV Dhinakaran performs pooja for cow amid IT raids | Tamil Nadu News

ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂ કરે છે,દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલના પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે.

 

આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ “વસુ બારસ” છે,’વસુ’ એટલે ગાય, આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે, ગાયને ભગવાનનું રુપ માનવામાં આવે છે.  

વાઘ બારસને વિવિધ ૩ નામોથી ઓળખવામાં આવે છે. જેમકે વાક બારસ,વાઘ બારસ,અથવા વસુ બારસ. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે.

વાક એટલે કે વાણી

વાણી અને સંગીતની દેવી સરસ્વતીની પણ આજે પૂજા થાય છે.બારસને ‘વાઘબારસ’ તરીકે ઓળખવામાં આવી છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે.

મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.

i love cow. india is greatest country for cow pooja. — Steemit

વસુ એટલે કે ગાય

ગાયની પુજા કરવી હિન્દુઓમાં પણ પુણ્યનું કામ કહેવામાં આવ્યુ છે, ગાયને માતા તરીકે પણ જોવામાં આવે છે. આ તહેવાર સાથે કોઇ કથા જોડાયેલી નથી, પણ ગુજરાત રાજ્યના પુર્વ વિસ્તારના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો ખરેખર આ દિવસે વાઘદેવની પુજા કરવામાં આવે છે.

જુઓ વીડિયો

 

આ પણ વાંચો: જાણો ભુતોના નાથ એટલે ભગવાન ભુતનાથ દેવની ગજબ કહાની

No comments

leave a comment