Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeભક્તિVaishno Devi મંદિરે દર્શન કરતા પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી

Vaishno Devi મંદિરે દર્શન કરતા પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી

Vaishno Devi
Share Now

જમ્મૂ કાશ્મીરમાં તો માતા વૈષ્ણવ દેવી (Vaishno Devi)ના ધામમાં દરેક સમય ભક્તોની ભીડ લાગેલી હોય છે. આ એવો સમય છે, જ્યાં ભક્તોની સંખ્યા વધી જાય છે. 7 ઓક્ટોબર 2021થી શારદીય નવરાત્રિ (Sharadiya Navratri) શરૂ થઈ રહી છે, જેના લીધે માતાના દરબારમાં ભારે ભીડ રહે છે.

આવી પરિસ્થિતિમાં જો તમે વૈષ્ણવ દેવી (Vaishno Devi) તીર્થ યાત્રા પર જવાનો પ્લાન કરી રહ્યાં છો, તો કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવુ અનિવાર્ય છે. જો આ નિયમોને ગણકારશો નહીં તો બની શકે છે કે તમે માતા વૈષ્ણવ દેવીના દર્શન પણ ના કરી શકો. આવો જાણીએ વૈષ્ણવ દેવીની યાત્રાના ખાસ નિયમો.

શ્રી માતા વૈષ્ણવ દેવી શ્રાઈન બોર્ડ દ્વારા કોરોના મહામારીને જોતા શ્રદ્ધાળુઓ માટે કેટલીક ગાઈડલાઈન જાહેર કરી છે, જેને ભર્યા વગર તમે વૈષ્ણ દેવી દરબારમાં એન્ટ્રી નહીં કરી શકો.

Vaishno Devi Yatra 2021 latest guidelines

  • ફક્ત એવા જ તીર્થયાત્રિઓને પરવાનગી આપવામાં આવશે, જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
  • તીર્થયાત્રિઓ માટે તેમના મોબાઈલ ફોન પર ‘આરોગ્ય સેતુ’ એપ્લિકેશનનો ઉપયોગ કરવું અનિવાર્ય છે.
  • બધી રીતે સ્વસ્થ કે પછી જેમનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી, એ જ તીર્થયાત્રિઓ ને યાત્રા કરવાની પરવાનગી આપવામાં આવશે.
  • ‘ફેસ માસ્ક અને ફેસ કવર’નો ઉપયોગ કરવો અનિવાર્ય છે.
  •  જમ્મૂ કાશ્મીરના બહારના રાજ્યોમાંથી આવી રહેલાને કોવિડ-19 એન્ટિજન ટેસ્ટ કરાવવું પડશે. જે લોકોની કોવિડ રિપોર્ટ નેગેટિ હશે તેમને જ માતા વૈષ્ણવ દેવીની યાત્રા કરવાની પરવાનગી આપવામાં આવશે.
  • જમ્મૂ કાશ્મીરના કોવિડ રેડ ઝોનમાંથી આવી રહેલા લોકોને પણ કોવિડ-19 એન્ટિજન ટેસ્ટ કરાવવું પડશે.
  • રેડ ઝોન અંતર્ગત આવનારા જિલ્લાના તીર્થયાત્રિઓને પણ કોવિડ-19 પરીક્ષણમાંથી પસાર થવુ પડશે અને પરિણામે ‘નકારાત્મક’ હોવા પર જ આગળ જવાની પરવાનગી મળશે.
  • તીર્થયાત્રિઓને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા પહેલા તમારા હાથ અને પગને સાબુથી વારંવાર ધોવા જોઈએ.
  • તીર્થયાત્રિઓએ બધી જગ્યાએ છ ફૂટનું શીરરિક અંતર બનાવી રાખવુ જરૂરી છે.
  • મૂર્તિઓને અડવાની મનાઈ છે.
  • 60 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિ, કોમરેડિટીવાળા વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઉંમરના બાળકોને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-  Anant Chaturdashi એ અનંત સૂત્રમાં બાંધવામાં આવતી 14 ગાંઠ 14 લોકનું પ્રતિક છે

આટલા ડોક્યૂમેન્ટ ખાસ સાથે રાખવા

બધા યાત્રિઓએ યાત્રા દરમિયાન આઈડેન્ટી પ્રૂફ તથા સરનામાનું પ્રૂફ જેવા કે, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ઈલેક્શન કાર્ડ, પાન કાર્ડ વગેરે સાથે રાખવુ પડશે. તેના વગર યાત્રાની પરવાનગી નથી.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા

શ્રી માતા વૈષ્ણવ દેવી શ્રાઈન બોર્ડ (SMVDSB)એ શ્રદ્ઘાળુઓની સુવિધાઓ જોતા ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. યાત્રીઓ યાત્રા રજીસ્ટ્રેશનનું ટોકન, રૂમનું બુકિંગ અને પૂજન સહિતની તમામ બુકિંગ ઓનલાઈ મેળવી શકે છે.

ઓનલાઈન યાત્રાનું ટોકન શ્રી માતા વૈષ્ણવ દેવી શ્રાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પરથી મળશે. વેબસાઈટ પર જઈને પહેલા રજીસ્ટ્રેશન કરવુ પડશે. ત્યારબાદ એક આઈડી અને પાસવર્ડની પસંદગી કરવી પડશે. ત્યારબાદ યૂઝરનું નામ અને પાસવર્ડ બોર્ડ ની વેબસાઈટના હોમ પેજ પર કે પોપ-અપ સ્ક્રિન પર રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરીને મેળવી શકાશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment