મોરબી જિલ્લાના (Vankaner) વાંકાનેરમાં ઘરફોડ ચોરીઓનો સીલસીલો વધ્યો છે. એકાદ મહિનામાં નાની-મોટી અનેક ઘરફોડ ચોરીઓને દિલધડક અંજામ આપી તસ્કરોએ (Vankaner) વાકાનેર પંથકમાં તરખાટ મચાવ્યો છે. ઘરફોડ ચોરીઓની હારમાળા વચ્ચે પ્રજાજનોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. તસ્કરોને ઝડપી પાડવા તેમજ તસ્કરી અટકાવવા રાત્રીનું પેટ્રોલિંગ સઘન બનાવવા લોકમાંગ ઉઠી છે.
વાંકાનેર (Vankaner) પંથકમાં નિશાચરોએ હાહાકાર મચાવ્યો છે. બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપી અંધારામાં પલાયન થઇ જાય છે. આ ચોરો દ્વારા અલગ વિસ્તારોના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી હાથફેરો કરવામાં સફળ રહે છે. જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ પંથકમાં રાત્રીના રહેણાંક મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓની હારમાળા સર્જી દીધી છે.
થોડા દિવસો પહેલા એક હોસ્પિટલના રહેણાંક મકાનમાં લાખોની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ જીનપરામાં પણ બંધ મકાનમાં ચોરીના બનાવ બન્યા હતા. વાંકાનેર શહેરનાં પંચાસર રોડ પર આવેલ ગાયત્રી સોસાયટીમાં એક જ રાત્રીમાં એક સાથે ત્રણ બંધ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને એક લાખથી વધુના મત્તાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો. તેમજ તાલુકાના લુણસર ગામે પણ બે મકાનને નિશાન બનાવી રોકડ દાગીના સહિતના માલમતાની ચોરીની ઘટના સામે આવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરની ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. રોકડ દાગીના, એલ.ઈ.ડી. ટીવી સહિત એક લાખથી વધુની કિંમતના માલમત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતાં. બનાવની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બનાવની વિગતો જાણી તપાસ શરૂ કરી તસ્કરોને પડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે બીજી ઘટનામાં લુણસર ગામે બે રહેણાંક મકાનમાં ચોરી કરવામાં તસ્કરોને સફળતા મળી હતી.
આ પણ વાંચો : સુરતમાં ન્હાવા પડેલો યુવક પાણીમાં ગરક, 22 વર્ષના યુવકના મોતથી પરિવારમાં શોક
વાંકાનેર (Vankaner) પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જાહેરમાં જુગાર, દારૂ, મારામારી, લૂંટ, ચોરી સહિતની ઘટનાઓને ખુલ્લેઆમ અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે પંથકમાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે. અન્ય પ્રવૃતિઓ સાથે પોલીસ પ્રજાની રક્ષક છે તેવું સાબિત કરવા આળસ ખંખેરી પેટ્રોલિંગ સઘન બનાવી પંથકમાં થતી ગુનાખોરીને અંજામ આપતા તત્વોને પાઠ ભણાવવા જરૂરી છે.
આ પણ વાંચો : વિશ્વનો સૌથી નાનો વાંદરો, કેમ ઓછી થઈ રહી છે આ વાંદરાની વસ્તી
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4