Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeન્યૂઝધ્રાંગધ્રા એસ.પી.જૈન કોલેજ ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

ધ્રાંગધ્રા એસ.પી.જૈન કોલેજ ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

dhrangadhra, vanyajiv mahotsav
Share Now

ધ્રાંગધ્રા એસ.પી.જૈન કોલેજ ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આ કાર્યક્રમમાં એસ.પી. જૈન કોલેજ અને શહેરની આઠ જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, કવીઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં વન્યજીવનું કેવી રીતે રક્ષણ કરવુ તે માટે અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

સ્પર્ધામાં વન્ય જીવને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા

રાજ્યમાં વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી થઈ રહી છે. ત્યારે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય દ્વારા ધ્રાંગધ્રા એસ.પી.જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરની અલગ અલગ આઠ જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યાં હતાં. વન્ય પ્રાણીને બચાવવા તેમજ પર્યાવરણની જાણવણી કેવી રીતે કરવી તે માટેનું માર્ગદર્શન ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક દ્વારા આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કવીઝ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વન્ય જીવો ઉપરના સવાલો પૂછવામાં આવ્યા હતા. યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વન્ય જીવ વિશે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

dhrangadhra

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આવી શકે છે ગુજરાત, વિધાનસભાની ચૂંટણીને લઈને કરી શકે છે ચર્ચા

રણની અંદર ઉગતી વનસ્પતિ વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું

જિલ્લામાં આવેલ કચ્છના નાના રણની અંદર ઉગતી વનસ્પતિ વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. સાથે પર્યાવરણની જાળવણી કરવાનું માર્ગદર્શન તેમજ રણમા ઉગતી વનસ્પતિ માટેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક આર.એફ.ઓ. ,કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર નગરપાલિકા પ્રમુખ,ઉપ પ્રમુખ કારોબારી ચેરમેન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટ દિનેશ ગાંભવા સુરેન્દ્રનગર ન્યુઝ લોકેશન ધાંગધ્રા

ઉલ્લેખનીય ધ્રાંગધ્રા એસ.પી.જૈન કોલેજ ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આ કાર્યક્રમમાં એસ.પી. જૈન કોલેજ અને શહેરની આઠ જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, કવીઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં વન્યજીવનું કેવી રીતે રક્ષણ કરવુ તે માટે અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment