Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / January 17.
Homeડિફેન્સCDS chopper crash: ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ નિધન, CDS સાથે હેલિકોપ્ટરમાં હતા સવાર

CDS chopper crash: ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ નિધન, CDS સાથે હેલિકોપ્ટરમાં હતા સવાર

CDS chopper crash
Share Now

તમિલનાડુના કુન્નુરમાં સર્જાયેલી સીડએસ હેલિકોપ્ટર દુર્ઘટના (CDS chopper crash)માં મોત સામે ઝઝુમી રહેલા એક માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ પણ શહીદ થયાં છે. કેપ્ટન વરૂણ સિંહ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સાથે આ હેલિકોપ્ટર (Helicopter)માં સવાર હતાં. જણાવી દઇએ કે, આ હેલિકોપ્ટરમાં સીડીએસના પત્ની સહિત કુલ 14 સભ્યો સવાર હતાં. જે પૈકી દુર્ઘટનાના દિવસે જ 13 લોકોના નિધન થયા હતાં. જ્યારે દુર્ઘટનામાં જીવિત એક માત્ર કેપ્ટન વરૂણ સિંહ (Captain Varun Singh)ની સારવાર ચાલી રહી હતી. જોકે આજે બુધવારે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. બેંગલુરૂની હોસ્પિટલમાં તેમણે આજે બપોરે એક વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા.

CDS chopper crash માં ગૃપ કેપ્ટનની સારવાર ચાલી રહી હતી

બેંગલુરૂની હોસ્પિટલ (Hospital)માં ગૃપ કેપ્ટન (Group Captain)ની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની બેંગલુરૂની કમાન્ડ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. જણાવી દઇએ કે, વરૂણ સિંહને સારી સારવાર મળી રહે તે માટે તમિલનાડુ (Tamil Nadu)ના વેલિંગ્ટનથી બેંગ્લુરૂની કમાન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હતી.

આ પણ વાંચો: CDS Bipin Rawat Died: હેલીકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત સહિત 13ના નિધન, PM મોદી-ગૃહમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

ઉલ્લેખનિય છે કે, 8 ડિસેમ્બરના રોજ ભારતીય વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર જનરલ બિપિન રાવત સહિત અનેક અધિકારીઓને લઇને ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન જઇ રહ્યું હતું, પરંતુ કુન્નુર પાસે એક દુ:ખદ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો સવાર હતા. અકસ્માત બાદ સીડીએસ બિપિન રાવત સહિત 13 લોકોના નિધન થયા હતા અને ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ એકમાત્ર બચી ગયા હતાં.

CDS બિપિન રાવતની અંતિમયાત્રા જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment