Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeવાસ્તુ શક્તિશું તમે નવો ફ્લેટ કે બંગલો ખરીદવા જઈ રહ્યા છો? આ મુદ્દાઓ ચકાસવાનું ભુલતા નહીં

શું તમે નવો ફ્લેટ કે બંગલો ખરીદવા જઈ રહ્યા છો? આ મુદ્દાઓ ચકાસવાનું ભુલતા નહીં

Share Now

Vastu for Plots: આજના બિલ્ડીંગ-બાંધકામની તેજીમાં ઘર બનાવવું, સુખી થવું એક સમસ્યાનો વિષય છે. નવું મકાન ખરીદવું અથવા જુનું લેવું તેમાં સુખી થઈશું કે દુઃખી થઈશું તે ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન છે. આવા સમયમાં વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનો અમલ કરવાથી જીવનમાં સુખમય જીવન જીવી શકાય તેવી સમજ-જાગૃતિ દરેક જગ્યાએ આવતી જાય છે. ત્યારે નવા મકાન ખરીદી વખતે મૂળ કયા મુદ્દા ધ્યાનમાં રાખવા તે જરૂરી બને છે. ( Vastu for Plots )

નીચેની બાબતોનું રાખો ધ્યાન:-

 • જગ્યાની મધ્ય માં જઈ હોકાયંત્ર મૂકીને ચોક્કસ દિશા જાણવી તે ખાસ જરૂરી બને છે.
 • ત્યારબાદ પ્લોટમાં જમીનના લેવલ અને ( Drainage line ) કઈ રીતે પસાર થાય છે તે જાણવું.
 • પ્લોટ અને મકાનનો મુખ્ય દરવાજો કઈ દિશાના રોડ તરફ છે.
 • આજુબાજુની જગ્યા જેમ કે નદી, નાળું, ( Over bridge ), લાઈટના થાંભલા ,ખીણ, ખાડા, મોટા ઝાડ વગેરે જાણવું જરૂરી બને છે.
 • મૂળ જમીન કેવી છે તે પણ જાણવું.
 • જે તે વ્યક્તિએ પોતાની શુભ દિશા જાણી શુભદિશાનો પ્લોટ પસંદ કરવો.
 • પ્લોટની અન્ડરગ્રાઉન્ડ ટાંકી મહત્વની બને.
 • લીફ્ટ ની સીડી ની દિશા જાણવી.
 • મકાનની અંદર બાંધકામમાં સીડીની દિશા ખાસ જાણવી.

અન્ય સામાન્ય જાણકારીનું રાખો ધ્યાન:-

 1. રસોડું અગ્નિ દિશામાં
 2. પૂર્વ મુખ અથવા વાયવ્યમાં પશ્ચિમીમુખી
 3. સીડી દક્ષિણ અથવા પશ્ચિમમાં
 4. સંડાસ-બાથરૂમ પશ્ચિમ-દક્ષિણ
 5. માસ્ટર બેડરૂમ નૈઋત્યમાં
 6. ડ્રોઈંગ રૂમ વાયવ્ય ઊત્તર
 7. મંદિર ઈશાન
 8. બાળકોનો રૂમ પૂર્વ પશ્ચિમમાં
 9. મધ્યભાગ ખાલી હોવો જોઈએ
 10. સાથે-સાથે મકાન ના એલીવેશનમાં ખુણા વધારવા અથવા કપાવવા ન જોઈએ
 11. ઇશાન ખૂણા પ્લોટ માં વધેલ હોય તો વાંધો નહીં
 12. મુખ્ય દરવાજાની સામે દ્વાર વેધ ન હોવો જોઈએ
 13. મકાન બંગલામાં પૂર્વ ઉત્તર સાઇટ ઊંચી હોય અને દક્ષિણ-પશ્ચિમ નીચે હોય તો ન ખરીદવું જોઈએ

મકાન-પ્લોટ ખરીદતા પહેલા શું રાખશો ધ્યાન? :-

સાથોસાથ મકાન કેટલું જૂનું છે તે જાણકારી લેવી જરૂરી બને છે. કોઈપણ દુર્ઘટના બનેલ હોય તો ચોક્કસ વાસ્તુ નિષ્ણાંત નો અભિપ્રાય મેળવી ખરીદવો જોઈએ. મકાન વેચનારની સુખાકારી જાળવવી જરૂરી બને છે. મકાન જૂનું તેમ તેની ઊર્જા જેટલા વાસ્તુ સારા-નરસા પ્રમાણમાં વધારે ઉર્જા ઉભી થાય. સારા વાસ્તુના મુદ્દા હોય તો વધારે હકારાત્મક ઊર્જા મળે છે. વાસ્તુ ના મુદ્દા હોય તો વધારે નકારાત્મક ઊર્જા મળે છે. જ્યારે આજના સમયમાં કોઈ પણ ચીઝ વસ્તુ ખરીદતી વખતે દસ વખત ચકાસીને ખરીદતા હોય છે. તેના સારા-નરસા મુદ્દાને ધ્યાનમાં રાખીને ખરીદી થતી હોય છે. જ્યારે પરિવાર સાથે જે મકાન ઘરમાં આખી જિંદગી સુખમય ગાળવાની હોય ત્યારે ચોક્કસ મકાન વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતોને ધ્યાનમાં લઇ ચકાસવો જરૂરી છે. ત્યારબાદ જ ખરીદવું જોઈએ જેથી સમગ્ર પરિવારનું જીવન સલામત સુખમય બનાવી શકાય એવું આયોજન થઇ શકે. 

આ પણ વાંચો- Vastu tips for happy life: જીવન સારું જીવવું એટલે વાસ્તુ પ્રમાણેના ઘરમાં રહેવું 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment