Vastu tips for happy life: વાસ્તુશાસ્ત્ર એ માનવજાતને એક મોટી અણમોલ ભેટ છે. ( Vastu Shastra ) વાસ્તુશાસ્ત્રના પ્રશ્ન દેવલોકમાંના સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર વિશ્વકર્મા તેમજ અનેક ઋષિ-મુનિઓએ આપણને પ્રદાન કરી છે. આપણા પ્રાચીન શાસ્ત્ર નો ઉપયોગ જર્મન, ચીન, જાપાન, અમેરિકા જેવા અનેક દેશોએ કરી પોતાનો વિકાસ તેમજ ફાયદો કરી લીધો છે. લંડન, હોંગકોંગ, ટોક્યો, ન્યૂયોર્ક આ શહેરોનો વિકાસ વાસ્તુશાસ્ત્ર દ્વારા ભરપૂર થયો અને આપણે આપણા જ પ્રાચીન શાસ્ત્રો ઉપર વિશ્વાસ રાખતા નથી અને ફાયદો ઉઠાવતા નથી. જેનો આપણે ફાયદો સમૃદ્ધિ માટે ઉઠાવવો જોઈએ.
વાસ્તુશાસ્ત્રના કયા સિદ્ધાંતોથી મળશે ફાયદો:-
- આજના આધુનિક યુગમાં વાસ્તુશાસ્ત્રના તત્વો મુજબ ફ્લેટ કે જમીન લઇ બાંધકામ કરવું એટલી હદે શક્ય નથી
- બાંધકામમાં તોડફોડ કર્યા વગર વાસ્તુશાસ્ત્રનો વિચારપૂર્વક ઉપયોગ કરવો
- ફક્ત જગ્યાની અદલા-બદલી કરી વસ્તુનો ફેરફાર કરી શકાય
- ફરીથી યોગ્ય ગોઠવણી કરવી
- વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનું પાલન થાય તો તેનાથી નક્કી ફાયદો થઇ શકે તેમ છે
- લાઇટિંગ, સૂર્યપ્રકાશ, ( Botany ), ( Crystal therapy ), ( Stone therapy ) નો વ્યવસ્થિત ઉપયોગ કરવો
- વિવિધ થેરાપીના ઉપયોગથી ફાયદો થાય
- સાથોસાથ જીવનના મૂંઝવણભર્યા પ્રશ્નો ઉકેલાય
- સાંસારિક, આર્થિક, શારીરિક તકલીફોનો અદભુત હકારાત્મક ઉકેલ મળે છે
- સાથોસાથ પંચમહાભૂત તત્વો, દિશા શાસ્ત્રનો વ્યવસ્થિત ઉપયોગ કરવો
- તોડફોડ કર્યા વગર હકારાત્મક ઉર્જા ઉભી કરી સુખમય જીવન જીવી શકાય
સુખ-સમૃદ્ધિ અને માનસિક શાંતિ આપતુ વાસ્તુ:-
( Vastu tips for happy life ) વાસ્તુને કોઇપણ પ્રકારની હાનિ થયા વગર વાસ્તુ માંની હકારાત્મક ઊર્જા વધારે તે જગ્યામાં રહેનારાઓને કે નોકર વર્ગને અને મુખ્ય વ્યક્તિને સુખ-સમૃદ્ધિથી ભરપૂર સંપત્તિ અને માનસિક શાંતિ આપી શકાય છે. તે માટે બીજા કોઈપણ મંત્ર-તંત્રની આવશ્યકતા નથી. કોઈ પણ મંત્ર-તંત્ર વાસ્તુના ખરાબ પરિણામોને રોકી શકાતા નથી. પરંતુ તેનું સારુ વાસ્તુ, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે હશે તો કોઈ પણ મંત્ર-તંત્ર હકારાત્મક પરિણામ આસાનીથી આપી શકશે.
આ પણ વાંચો- વિદેશમાં સેટલ થવું છે બધુ જ કરી જોયું પણ કંઈ નથી થઈ રહ્યું, શું કરવું?
આપણા પૂર્વજોએ, વાસ્તુપંડિતોએ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન પોતાના પૂરતુ જ મર્યાદિત રાખ્યું. તેઓએ વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ ફક્ત ભવ્ય રજવાડી, ધાર્મિક સ્થાન, મંદિરો તેમજ કલાકૃતિઓ માટે જ કર્યો. સર્વસામાન્ય વ્યક્તિઓના નિવાસ માટે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ મોટા પ્રમાણમાં કર્યો નહીં, અથવા વાસ્તુશાસ્ત્ર વિષયની જાણકારી અને જ્ઞાન સાવ સામાન્ય જન સુધી પહોંચાડવા માંગ્યુ નહીં. ત્યારે સામાજીક સંસ્થાઓ વાસ્તુશાસ્ત્રના સેમિનાર પ્રોગ્રામ આયોજિત કરી સામાજિક જાગૃતિ લાવે તે જરૂરી બને છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt